________________
(૮૮)
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. ૧૩૯
સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦
સ્થાનક પાંચ વિચારિને, છઠે વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો ! વંદન અગણીત. ૧૪૨
સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, ષટ્ દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં
નિર્વિક્ષેપ
પ્રણિપાત સ્તુતિ
હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળમાર્ગ આપ શ્રીમદ્દે અનંતકૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યંત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફ્ળ થાઓ.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: