________________
(૬૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહાતમ
રાંકને હાથ રતન શ્રીએ આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહતમ વારંવાર જણાવેલું તેમાંના કેટલાક પ્રસંગોની સારરૂપ નોંધ :
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને છ પદનો પત્ર એ ચમત્કારી છે. લબ્ધિઓ પ્રગટે તેવું છે.
રોજ ફેરવે તોપણ કર્મની કોડ ખપે તેવું છે.
નવે નિધિ અને અષ્ટસિદ્ધિ એમાં રહેલ છે. રાંકને હાથ રતન અને બાળકને હાથ સોનામહોર હોય અને કાંકરો હોય તે બેય સરખાં છે, તેમ યોગ્યતા વિના, અધિકારીપણા વિના, જીવોને તેનું મહતમ સમજાતું નથી.
અલૌકિક ભાવે, અલૌકિક દૃષ્ટિએ જોવું જોઈએ તે જેવાતું નથી.
પ.કૃ.દેવે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રથમ ચાર જણને આપી હતી. બીજા કોઈને વંચાવવાની, સંભળાવવાની, મુખપાઠ કરવા આપવાની મનાઈ હતી. માત્ર સોભાગભાઈએ એનું મહાતમ જાણ્યું હતું. યોગ્યતા વિના અલૌકિક મહાતમ લાગતું નથી.
પાંચસો પાંચસો ગાથાના સ્વાધ્યાય કરે તેનાં કરતાં આ સ્વાધ્યાય અલૌકિક છે.
ઝવેરીને જ નંગની કિંમત હોય, બાળકને કિંમત હોય નહિ. આજે જેને હોય તેને મુખપાઠ કરવાની આજ્ઞા મળી છે કારણ કે કાળ કઠણ છે.
યોગ્યતા આવે તો કામ થાય. જિજ્ઞાસા વધારો, ખામી દૂર કરો – જિજ્ઞાસા જોઈએ તેવી નથી. એનો જ ખપી હોય તો એક ગાથામાં ચમત્કાર * છે. તેનું મહતમ સમજાય. (આબુ, ૨-૪-૧૯૭૫) " શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અનંત આગમ સમાએલાં છે. ચમત્કાર છે.
(અગાસ, ૧૧-૧૧-૧૯૫)