________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋણસ્વીકાર અને આભારદર્શન
મારા પુત્ર ચિ. અમિતાભનાં શુભ લગ્નપ્રસંગે એનો આગ્રહ હતો કે પરંપરાગત કાલગ્રસ્ત લગ્નવિધિમાં યથોચિત ફેરફાર કરવામાં આવે અને જૈન લગ્નવિધિથી જ લગ્ન કરવામાં આવે. એ શુભ અવસરે, સમય ઓછો હતો એટલે મેં અને મારા પિતાશ્રીએ સાથે મળીને જૈન લગ્નવિધિ તૈયાર કરી અને ચિ. અમિતાભ તથા સુરભિનાં લગ્ન એ વિધિ પ્રમાણે કરાવ્યાં.
આ જૈન લગ્નવિધિ જોઈને એવી વિધિથી લગ્ન કરાવવાની ઘણાંને ભાવતા થવા લાગી. એટલે શાસ્ત્રીય પરંપરાનુસાર લેખિત સ્વરૂપે જૈન લગ્નવિધિ તૈયાર કરવાનું મેં નક્કી કર્યું. જેને ધર્મ ત્યાગ-વૈરાગ્યપ્રધાન અને મોક્ષલક્ષી હોવાને કારણે એના પ્રાચીનતમ શાસ્ત્રગ્રંથોમાં લગ્નવિધિ વિશે ખાસ કશી માહિતી મળતી નથી. અલબત્ત, પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પ્રાકૃત અવસ્થામાં જીવનાર લોકોને સંસ્કારી બનાવવા માટે અસિ, મસિ અને કૃષિની વિધા સાથે યુગલિક પ્રથા નિવારીને લગ્નપ્રથા શીખવી હતી.
વિક્રમના પંદરમા શતકના શ્રી વર્ધમાનસૂરિએ ‘આચાર દિનકર માં લગ્નવિધિ આપી છે. એ વિધિ હું જોઈ ગયો છું. મારા મિત્ર શ્રી વસંતલાલ નરસિંહપુરાએ દિગંબર સમાજમાં પ્રચલિત એવી જેન લગ્નવિધિની ઉત્તર ભારતીય ત્રણ જુદા જુદા પંડિતોએ તૈયાર કરેલી, થોડા થોડા ફેરફારવાળી પુસ્તિકાઓ આપી હતી તે હું જોઈ ગયો. તદુપરાંત, મારા મિત્ર શ્રી નવીનભાઈ શાહે આપેલી ગુજરાતી દિગંબર સમાજે તૈયાર કરેલી લગ્નવિધિની પુસ્તિકા, જૈન ધર્મ પ્રકાશ, ભાવનગર તરફથી વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત થયેલી જૈન લગ્નવિધિની પુસ્તિકા, સ્વ. રિષભદાસ રાંકાએ તૈયાર કરેલી પુસ્તિકા અને સ્વ. ફૂલચંદ હરિચંદ દોશીએ તૈયાર કરેલી
For Private and Personal Use Only