________________
S
આભાર
મારા સર્વ સત્સંગી મિત્રો જેમણે મને તત્ત્વચિંતન તથા સદ્ગુરુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચન્દ્રનાં વચનામૃત માટે સાચી પ્રેરણા આપી તેમનો હૃદયપૂર્વક આભાર.
મારાં માતા-પિતાએ જીવનમાં સત્ય સ્વીકારવા સંસ્કાર આપ્યા અને સદ્ગુરૂની આજ્ઞામાં રહેવા માટે હિંમત આપી એ તેમનો મારા પર અથાગ ઉપકાર છે.
એક વાર સદ્ગુરૂનો દૃઢ નિશ્ચય થયો એ પછી કૃપાળુદેવ શ્રીમદ્ રાજચન્દ્રની કૃપા મારા પર વરસતી રહી છે. મારી આધ્યાત્મિક સાધનાની સમજણ માટે સદ્ગુરૂને સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
ડૉ. ટી. સી. રોય જેમણે તત્ત્વચિંતન વિચારધારા લખવા માટે મને પ્રેરણા આપી તે માટે હું તેમનો આભારી છું.
સિદ્ધિવિનાયક પ્રિન્ટર્સના મારા સ્નેહી શ્રી ભરતભાઈ પટેલ તથા શ્રીમતી દર્શનાબેન પટેલ જેમણે આ પુસ્તક માટે અપૂર્વ સાથ આપ્યો એ માટે હૃદયપૂર્વક એમનો આભાર.
છેલ્લે આ કામ માટે પ્રોત્સાહન આપવા માટે હું મારી પત્ની રંજન અને કુટુંબીજનોનો આભાર માનું છું. મારી દીકરી હેમાલી તથા પૌત્રી વિધી માટે પ્રેમ લાગણી દર્શાવતા આનંદ અનુભવું છું.
તા. ૧૭-૯-૨૦૧૪
સુરેશ શાહ મુંબઈ
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન