________________
શ્રી સદગુરુ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રકૃત
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર (શ્રીમદ્ રાજચંદ્રએ આત્મસિદ્ધિ ગુજરાતીમાં વર્ષ ઈ.સ. ૧૮૯૬માં લખેલી.)
જે સ્વરૂપ સમજયા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માથનિ, ભાખ્યો અત્ર અગોપ્ય.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ.
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી.
વેરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન.
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.
જયાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
૩૬
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન