________________
90
આત્મ સેતુ
બહેનશ્રી : દુઃખ થાય છે તો શરીર તકલીફ આપે છે?
સત્સંગી : ...
બહેનશ્રી : શ્રી આચાર્ય ભગવાનની આત્મિક સ્થિતિ અત્યંત વિકસિત થઈ હોય, તેઓશ્રીને પોતાના શુદ્ધ અસ્તિત્વનો બોધ સતત હોય તેથી તેઓ નિશ્ચયથી કહી શકે કે “વ્યક્તિ શરીર નથી, આત્મસ્વરૂપ છે. હાલ આપણને ચેતનાના શુદ્ધ અસ્તિત્વનો બોધ, સપનાની વાત છે.
દુઃખના માર્યા વ્યાકુળ છીએ.
મુશ્કેલી, તકલીફો, ઉપાધિમાં ઉલઝીને રહી જઈશું તો એવું જ ચાલ્યા કરે કે તકલીફો આવે, હેરાન થઈએ, તેમાં ફસાયેલા પરેશાન રહીએ.
પરેશાની આપણી બહારની બાજુ શરીર અને સંજોગો સુધી ફેલાય છે.
પરેશાનીની અંદરની બાજુ પણ આપણામાં કંઈ છે. કંઈક જીવંત છે. તેની પર પરેશાની છવાઈ ગઈ છે. તેનો
આપણને કોઈ ખ્યાલ નથી. પણ તે છે.
દુઃખના માર્યા શરીર તકલીફ આપે છે, તેનો બોધ છે.
શરીર અને ચેતનાને ખૂબ નજીકનો સંબંધ હોય તેમ નથી લાગતું?
સત્સંગી : પણ કહ્યું છે કે આત્મા સ્વતંત્ર છે!
બહેનશ્રી : મને લાગે છે કે શરીર અને આત્મા બન્ને સ્વતંત્ર રીતે પરસ્પર સંકળાયેલા છે.
શરીરના રોમ રોમમાં ચેતના વસે છે.
ચેતન દુઃખ અનુભવે છે તો શરીરમાં તકલીફો થાય છે.
બન્ને પરસ્પર એકબીજાથી પ્રભાવિત છે!
નહીંતર, શરીરને હવા, પાણી, ખોરાક મળતા હોય તો નિરોગી રહેવું જોઈએ ને?
વ્યક્તિને ખુશી થાય તો મોં સોળે કલાએ ખીલે છે. હોઠ હસે છે. આંખો ચમકે છે. શરીર હળવું ફૂલ થઈ જાણે ઊડું ઊંડું કરે છે.
વ્યક્તિને દુઃખ થાય ત્યારે ચહેરો વ્યગ્ર થાય છે. આંખોમાંથી પાણી ટપકે છે. હોઠ પૂજે છે. મન પર ભાર ભાર
લાગે છે. દુઃખી વ્યક્તિ ચાલે ત્યારે કંઈ બોજો ઊંચક્યો હોય તેમ વાંકી ચાલે છે.
બીક લાગે તો પેટમાં ચુંથાતું હોય તેવું થાય છે. આંખો વિસ્ફારિત થાય છે. હ્રદયના ધબકારા વધી જાય છે. સ્નાયુઓ તંગ થાય છે. હાથ પગ ધ્રૂજે છે.
કેમ?
જો શરીર અને ચેતનાને કંઈ સંબંધ ન હોય તો આમ ન બનવું જોઈએ ને?
આપણી લાગણીઓની અસરથી શરીરમાં વિવિધ પ્રકારના રસાયણો ઝરે છે.
નકારાત્મક લાગણીઓ જેવી કે બીક, અસલામતી, ગુસ્સો, ઇર્ષા વગેરેની અસર, વિધેયાત્મક લાગણીઓ જેવી કે મિત્રતા, દયા, કરૂણા, સહકાર, પ્રેમ, શ્રદ્ધા કરતાં જુદી થાય છે.