________________
83
આત્મ સેતુ બહેનશ્રી : “મેં સમર્પણ કર્યું” એ ભાવ પણ સમર્પિત થઈ જવા દઈએ. હું અન્ય પ્રતિ સમર્પણ કરું છું” એ અહંકારને વિરાટમાં વિલીન થઈ જવા દઈએ. આપણા નાના શા પ્રયત્નો વિરાટને ચરણે ધરી ખાલી થતાં રહીએ. સમર્પણનો ય અહંકાર શાને કાજે? આપણા અંતરમાં અહંકારની પાછળ અસીમ શૂન્ય વિલસી રહ્યું છે. “મેં આમ કર્યું તો તેમ થવું જોઈએ.” આ અહંકારનું ફળ આપણા હાથમાં નથી! અહંકારના આવાસમાં વસીને શું? “મેં સમર્પણ કર્યું” ના ભાવ પર અહંકાર ટકી રહ્યો છે. આ ભાવ પણ જાય તો અંતરમાં સૂનકાર ઊતરી આવે. સૂનકાર અજાણ્યો લાગે. તેમાંથી ભાગવાની વૃત્તિ જાગે. પણ સ્વયંને સૂનકારની સાથે રહેવા દો. સૂનકારનો સ્વીકાર થવા દોસ્વયંને મૌનમાં ઊતરી જવા દોસહજ થવા દો સ્વયંને! સરળતા અને હળવાશ આવવા દોપ્રસન્નતા અને જીવંતતા પ્રગટવા દોઅહંકાર બની તમે પોતે, તમને પોતાને નડો નહીં. સ્વયંને સુનકારની અનુભૂતિમાં ઊતરવા દો! ચેતનમય શૂન્યનો સાક્ષાત્કાર થવા દો!
કંઈ ન કરો!!!
સત્સંગી : ... પણ માણસની કદર તો થવી જોઈએને? નહીંતર તો એવું થાય કે જે સદ્ભાવના રાખે તેણે હેરાન થયા કરવાનું?
બહેનશ્રી : સામાજિક વ્યવસ્થાની રીતે વિચારીએ તો સત્કાર્યની કદર, મહત્તા, સ્થાન વગેરે મળવા જોઈએ. પણ...
સત્સંગી : પરિવારજનો સારી રીતે વર્તે એટલી આશા તો હં રાખી શકું ને? મારા મનની શાંતિ માટે તેઓએ આટલું ન કરવું જોઈએ?
બહેનશ્રી : કરવું તો ઘણું જોઈએ,
પણ,