________________
તા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૨
આત્મ સેતુ
સત્સંગી : સૌની સાથે પ્રેમપૂર્વક રહેવું તેમ આપ કહો છો. અમને લોકોને ઘરમાં એક બીજા પાસે આશા-અપેક્ષા ઘણી હોય છે. પરસ્પર અપેક્ષા પૂરી નથી થતી અને ઝગડા થાય છે. પ્રેમપૂર્વક રહેવાના પ્રયત્ન છતાં અમારો “પ્રેમ” કન્ડીશનલ-શરતી થઈ જાય છે. પ્રેમપૂર્વક રહેવું એટલે કેવી રીતે રહેવું?
બહેનશ્રી : હેતુ ગણતું હેત હોય તો તેને શું સમજશું?
આપણે હેતભાવને શરતમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરી શકીયે.
હાલની આપણી માનસિક-આત્મિક સ્થિતિમાં તરત વિચાર આવે કે એ કેમ બને? એ સહેલું નથી. પ્રેમભાવને "શરત"માંથી સાવ મુક્ત કરવાનું સહેલું નથી પણ તેને આશા-અપેક્ષા, હુંસા"નુંસીમાંથી બહાર લાવવાનો નાનો શો પ્રયત્ન કરવાનું જરાય અઘરું નથી.
કંઈક આકર્ષણ હોય ત્યાં પ્રેમ જાગે.
પ્રેમભાવ હોય ત્યાં સમર્પણ આવે. સમર્પણ હોય ત્યાં સેવાભાવ આવે. -તેની” ખુશીની ફીકર હોય. “તેની” સગવડને અગ્રતા અપાય.
અહંકારનું ચોસલું ઓગળવા ઇચ્છે.
હાલની માનસિક કક્ષામાં અહંકાર ઓગળવાનું ત્યાં સુધી બનેં જ્યાં સુધી અહંકાર બીજી રીતે પોષાતો હોય, કોઈ સાથે મિત્રતા કે સંબંધ થતાં શરૂ-શરૂમાં સહેજ સમર્પિત થવાય. પણ જેમ જીવનની વાસ્તવિકતા સામે આવતી જાય, પ્રેમભાવ ખાટો લાગે. ખોટો લાગે. આશા-અપેક્ષા, સ્વાર્થ, ઝગડા દેખા દેવા લાગે. ધીરે ધીરે મિત્રતા સંબંધ શરતી થવા લાગે.
67
એક વ્યક્તિ બીજાને કહે “તું આમ કરીશ તો હું તેમ કરીશ. નહીંતર...”
ઘણાનું કહેવું છે કે "અમારે ધર્મ કરવો છે. ધર્મ માટે ઘરમાં અનુકૂળતા નથી. અમારાથી ધર્મ થતો નથી..." ધર્મ એટલે આપણે શું સમજીશું?
ધર્મ એટલે મનને શુદ્ધ કરવું એ વાત પણ સમજતાં હોઈએ તો અન્ય સાથે પ્રેમથી રહેવાના પ્રયત્નમાં મનને શુદ્ધ થવા માટે ડગલે ને પગલે પ્રેરણા મળી શકે છે.
અન્ય પાસેથી આશા-અપેક્ષા, કામના ઓછી કરી સેવાભાવ રાખવાનો પ્રયત્ન કરતાં, અન્ય સાથે સંઘર્ષ ઓછો થવાની શક્યતા છે. બીજા સાથે કદાચ સંઘર્ષ ઓછો થાય અને સ્વ સાથે આંતરિક સંઘર્ષ વધે એમ પણ બને. આંતરિક સંઘર્ષ અને સહનશીલતાના તાપમાં તપવાનું તપ આપોઆપ થવા લાગે.
એ તપના તાપથી થીજી ગયેલા અહંકારને ગરમી લાગે ને ઓગળવાનું શરૂ થાય.
કાચો પ્રેમ પક્વ થતાં તેમાં સ્વયં મીઠાશ આવે, ચકમક અને લોઢું, ચેતના અને અશુદ્ધિ “ઘસવાથી” આજ સુધી તેમાંથી શુદ્ધભાવની સમજનો એકે ય તણખો ન ખર્યો.
ચકમક સાથે ચકમક ઘસાય, અંતર્ચેતનાની શુદ્ધિની નજીક બહિર્ચેતનાની શુદ્ધિનો પ્રયત્ન જાય, ચકમક સાથે ચકમક ઘસાય, અને ક્યારેક અપેક્ષા-ઉપેક્ષા, વગેરેની સહજ સાજ ઊંડી સમજનો તણખો ખરે!