________________
64
આત્મ સેતુ
તા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : આપણે આપણા જ કર્મોનો વિચાર કરીએ તે એક જાતનો સ્વાર્થ નથી?
બહેનશ્રી : કર્મનો વિચાર સ્વ-અર્થે તો છે. પૂરેપૂરો સ્વાર્થ છે. બૂર કરવાના ભાવ, એ ભાવ કરનારના સ્વ પરની અશુદ્ધિ છે. ભલું કરવાના ભાવ એ ભાવ કરનારની શુદ્ધિની પ્રક્રિયા છે. અન્યની ભલાઈમાં પોતાની ભલાઈ છે. અન્યના સુખનો વિચાર કરી “સુખી કરવાનો” પરમાર્થ એ સ્વાર્થ છે. કર્મશુદ્ધિના સ્વાર્થમાં પરમાર્થ સમાયેલો છે.
તા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : હું સહું સાથે પ્રેમથી રહેવા ઇચ્છું છું. પ્રયત્ન પણ કરું છું. ઘણી વખત બીજા તરફથી ઉલટો પ્રતિભાવ મળે છે, ત્યારે મૂંઝવણમાં મૂકાઈ જવાય છે. શું મારે એ પ્રતિભાવનો તેવો જ જવાબ દેવો?
બહેનશ્રી : શું પ્રેમભાવ શરત મૂકે છે કે, જો બીજા પ્રેમથી રહે તો હું પ્રેમથી રહું. નહીંતર.. શું પ્રેમભાવ અન્યનો ઓશિયાળો છે? તેનું પોતાનું કંઈ સ્વત્વ હશે કે નહીં? આપણે યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે, તમે સારી રીતે પ્રેમથી વર્યા. બીજા સારી રીતે ન વર્યાં. તે બરાબર ન રહ્યાં. તેથી તમે સારી રીતે ન રહ્યાં. તમે સારી રીતે ન વત્યું, એટલે તે વધારે ખરાબ રીતે વર્યાં. તે વધારે ખરાબ રીતે વર્યા એટલે તમે... બે વચ્ચે એકબીજાથી ખરાબ વર્તનનું મોટું વર્તળ બનાવવાની અદય સ્પર્ધા જામે. આ ચક્રનો અંત ક્યાં? “જેવા ને તેવો” પ્રતિભાવ અપાયા કરે, તો, વ્યક્તિના મનની વર્તના, વધુ ને વધુ ખરાબ થવા તરફ જતાં જવાનો સંભવ છે.