________________
35
આત્મ સેતુ જે સંતોષથી તૃપ્ત રહે છે. જે વિચારે છે. દયા, અનુકંપા, શાંતિ, સ્નેહ, ક્રોધ, માન વગેરે ભાવો આવશે ને જશે. પણ તે તત્વ તો હશે જ. બાળપણ, યુવાની આવશે ને જશે. પણ તે તત્વ તો હશે જ. એક પણ ભાવ નહીં હોય, કંઈ વિચાર નહીં હોય ત્યારે પણ તે તત્વ તો હશે જ. આ, “હું” તરીકે કયુ તત્વ સંચરી રહ્યું છે? જે સઘળું જુએ છે, જાણે છે, અનુભવે છે પણ તે દેખાતું નથી. પણ તેના થકી સઘળું દેખાય છે! આ “હું” તરીકે શાનો સંચાર છે?
સત્સંગી : ....
બહેનશ્રી : આ શરીર હાલે છે, ચાલે છે, રમે છે, દોડે છે, કામ કરે છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે, જાગે છે કોની પ્રેરણાથી? આંખ દૃશ્ય નિહાળે છે. નાક સૂંઘે છે. શ્વાસ લે છે. કોની પ્રેરણાથી? જીભ સ્વાદ લે છે. વાણી ઉચ્ચારે છે. ત્વચા સ્પર્શ અનુભવે છે. કોની પ્રેરણાથી? શરીર ખોરાક લે છે. પચાવે છે. લોહી બને છે. શરીરમાં રૂધિરનું અભિસરણ થાય છે. શરીર શક્તિ મેળવે છે. હૃદય અવિરત ધબકે છે. શરીરને બળ મળે છે. કામકાજ કરે, નોકરી ધંધે જાય. હરે ફરે, કુટુંબ પરિવારનું પોષણ કરે છે. વાત્સલ્યમય બની હૂંફ મમતા આપે છે. સત્તા, સંપત્તિ ને સંતતિ માટે દોડાદોડ કરે, મહેનત કરે, યુક્તિ કરે છે. પ્રપંચ કરે છે. દયામય, સમતામય, ક્ષમામય બને, અર્પણ-સમર્પણ કરે, ભક્તિ કરેપ્રાર્થી ઊઠે. વૃત્તિને અંતર તરફ વાળી, આ “હું” તત્વ સાથે, અનુસંધાન કરવાનો પ્રયત્ન કર્યો હોય તો? “સ્વ” નો વિચાર આવતાં, “સ્વ” નો વિચાર કરતાં, “સ્વ” લક્ષે દૃષ્ટિ કરતાં, કામ, ક્રોધ, લોભ, મોહનું જોર ઓછું થવા લાગે છે. એ તત્વ તરફ ધ્યાન આપીએ તો? તો સંભવ છે ખ્યાલ આવે, કે આવા ભાવો આવે છે ને જાય છે. સ્વયં કંઈક અલગ છે, તેની સમજ આવવી શરૂ થાય છે. સમજ વધતી જણાય છે, અને કામ, ક્રોધ, લોભ, મોહ સંયમમાં રહેતા જણાય!
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : ઘણીય વાર એવું થાય કે આ બધુ સમજીએ છીએ અને સમજાય પણ છે કે આવું બધું છે. આપણું
સ્વરૂપ આ છે. પણ રોજની પ્રવૃત્તિઓમાં એકદમ ઉલટું જ અનુભવાય છે. તેથી ક્યારેક મને એમ લાગે છે કે હું દંભ કરુ છું. આ બધું ખબર પણ છે, મને ખબર છે કે સાચુ શું છે. પુરી શ્રદ્ધા છે કે નહીં એ ખબર નથી. કારણ કે