________________
આત્મ સેતુ
આ માહિતી મળી છે. પણ મન, મોહ વગેરે સાથે મળેલું છે. હળી મળી ગયેલુ છે. તેના વગર તે રહી શકતુ નથી. તેના વગર તેનું ગાડું' ચાલતુ નથી.
...આપ માતા છો. નાના બાળકોને સાચવવાનાં છે. સંવારવાના છે. ઉશ્કેરવાના છે. વડિલોની સાર-સંભાળ લેવાની છે. સવારથી સાંજ સુધી અનેક નાના-મોટા પ્રશ્નો ઉકેલવાના છે. સૌના મન સાચવવાના છે. સૌને માટે ભોજન વગેરેની વ્યવસ્થા કરવાની છે. ઘરના અન્ય નાના-મોટા અનેક કાર્યો ઉકેલવાના છે.
આ કામ કરતાં કરતાં, વ્યવસ્થા જાળવતાં જાળવતાં, ક્યારેક ગુસ્સો આવી જાય. ચીજ-વસ્તુ, અનાજ વધારે લાવવાનો લોભ જાગે, સ્વજનો પ્રત્યે માયા-મમતા થાય. એ વગર ઘરનો વ્યવહાર ન ચાલે. તકલીફો ઊભી
થાય...
આ સઘળા સાથે મન વણાઈ ગયું છે.
મનને તેના મૂળ આધારની ખબર નથી.
તેના મૂળ સ્ત્રોતની ખબર નથી.
જ્યારે મન આત્મ-સ્વરૂપના વિચારો કરે છે, મનની ભાવ-ધારા સ્વ તરફ વહે છે ત્યારે ક્રોધ વગેરે સંયમમાં આવવાની શક્યતા વધે છે. વધતી જાય છે.
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : શરીર અને આત્મા જુદા છે તેમ સાંભળીએ છીએ. તો તે બન્નેને છૂટા કેવી રીતે પાડવા?
બહેનશ્રી : મન, વાણી, દેહ થકી જે પણ વ્યક્ત થાય છે, તે જીવના, દેહ સંયોગે, તેની - જીવની સંવેદના વ્યક્ત થાય છે.
આપને સવાલ થયો કે “દેહ અને આત્મા કઈ રીતે છૂટા પાડવા?” આ સવાલ થતાં પહેલા કંઈ કેટલાય વિચારો ચાલ્યા હશે. તે વાત સમજવાનો પણ વિચાર આવ્યો હશે.
તે વિચાર વાણી દ્વારા વ્યક્ત થયો.
તે વિચાર કરનાર તત્વ કયુ છે તે તરફ લક્ષ આપવાથી તેનો ખ્યાલ આવી શકે.
શરીર રૂપી છે. આંખોથી જોઈ શકાય છે.
આત્મા અરૂપી છે. તે ચેતનસ્વરૂપ છે.
તે જોનાર, જાણનાર, અનુભવનાર છે.
તેના તરફ લક્ષ આપી, સમજવાનો, અનુભવવાનો પ્રયત્ન કરી શકાય.
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૦૨
21
સત્સંગી : પ્રામાણિકપણે કહું તો રાગ સાથે અહં જોડાય છે.