SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પગ વગેરે સ્થિર રૂપે હોય તે આ નામકર્મના ઉદયથી. જે શરીરને વિષે હાડકા હોતા નથી તેના શરીરને વિષે નસ, નાડી વગેરેની પ્રાપ્તિ થવી તે સ્થિર નામકર્મ (એકેન્દ્રિય જીવોને વિષે). દેવતા નારકીના શરીરોને વિષે નસ નાડી વગેરે હોતા નથી પણ વૈક્રીય શરીરના પુદગલોથી દાંત વગેરે જે હોય છે તે સ્થિર નામકર્મ, મૂળ શરીર દેખી શકાતું નથી. તે તો શય્યામાં જ પડ્યું રહે છે. ઉત્તર વૈક્રીય શરીરથી જ્યાં જવું હોય ત્યાં દેવતાઓ જાય છે. દેવતાઓને જ્યારે દેશનિકાલની સજા થાય અને વિમાનમાંથી નીકળવું પડે ત્યારે મૂળ શરીરથી નીકળી જાય છે. આ સ્થિર નામકર્મ આઠમાં ગુણસ્થાનક સુધી બંધાય છે અને તેરમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. આ કર્મ ઉયમાં ધ્રુવોદયી રૂપે છે. શુભનામ દમ મનુષ્યના શરીરને વિષે નાભિની નીચેના અવયવો અશુભ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે અને નાભિની ઉપરના અવયવો શુભ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. માટે જ કોઇનો હાથ અડે તો ગુસ્સ. આવતો નથી અને પગ અડે કે તરત જ ગુસ્સો આવે છે. જીવે શુભનામકર્મ જેવા રસે બાંધેલું હોય તે રસ પ્રમાણે ઉદયમાં આવે છે તે રીતે જ અંગોપાંગ વગેરેની પ્રાપ્તિ થઇ શકે છે. આઠમાં ગુણસ્થાનક સુધી બંધાય છે અને ધ્રુવોદયી પ્રકૃતિ હોવાથી એટલે સતત ઉદયમાં રહેવાવાળી પ્રકૃતિ હોવાથી તેરમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. ચોદમે ગુણસ્થાનકે આનો ઉદય હોતો નથી. સુભગ નામદમ જે કર્મના ઉદયથી કોઇ જીવ કાળો, કુબડો ગમે તેવો દેખાતો હોય તો પણ તેને બોલાવવાનું મન થાય, રમાડવાનું, માન આપવાનું મન થાય તે તે જીવનો સુભગ નામકર્મનો ઉદય કહેવાય છે. તીર્થંકર પરમાત્માઓ આ પ્રકૃતિ એવા ઉત્કૃષ્ટ જોરદાર રસે બાંધે છે કે જેના કારણે ત્રણ ચોવીશી સુધી લોકો તેમના નામને યાદ કરે છે. ચક્રવર્તીઓનું પણ એજ રીતે. તેઓ હયાત હોય કે ન હોય તો પણ માણસોના મનમાં તેમના પ્રત્યેનો અહોભાવ આ કર્મના ઉદયથી ચાલું જ રહે છે. અંતરમાં અહોભાવ રૂપે માન વાચક શબ્દોની વિચારણા પેદા કરાવે તે સુભગ નામકર્મનો ઉદય કહેવાય છે. મા, બાપ પોતાનો દિકરો ગમે તેવો હોય તો પણ રાગના કારણે એમજ કહે કે એ તો બહુ સરસ છે. તે તો તે મોહનીય કર્મના ઉદયથી છે. માટે મોહનીયનો ઉદય અને સુભગ નામકર્મ ભેગું ન થઇ જાય એની કાળજી રાખવાની. આઠે કર્મનો ઉધ્ય તો દરેક જીવોને એક સાથે ચાલુ જ હોય છે માટે આ કર્મના ઉદયને બરાબર ઓળખવો હોય તો ક્રોધાદિ કષાયોને-રાગાદિ પરિણામોને દૂર મુકીને વિચાર કરવાનો, તો સુભગ નામકર્મ ઓળખાશે. આ કર્મનો બંધ આઠમાં ગુણસ્થાનક સુધી હોય છે અને ઉદય ચૌદમાં ગુણસ્થાનક સુધી હોય છે. ચૌદમાં ગુણસ્થાનકની અપેક્ષાએ સિધ્ધ પરમાત્માઓને વારંવાર યાદ કરવાની ઇચ્છા અહોભાવથી થયા કરે છે. સરસ્વર નામમ જે જીવોનો અવાજ એકદમ સુંદર હોય, સારી રીતે ગાઇ શકે એવો હોય, સાંભળવો ગમે એવો હોય. તેને સુસ્વર નામકર્મ કહેવાય છે. મળેલા સુસ્વરનો સદુપયોગ કરતાં આવડે તો પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જના કરીને આત્મ કલ્યાણ સાધી શકે અને જો દુરૂપયોગ કરે તો પાપાનુબંધિ પાપ બાંધીને અનેક દુર્ગતિઓમાં ભટકવા ચાલ્યો જાય. જે જીવોને સારું સાંભળવું ખુબજ ગમતું હોય અને એમાંજ રસ રાખીને જીવે તો એટલું ચીકણું કર્મ બાંધે કે જેથી ભવાંતરમાં જલ્દી પંચેન્દ્રિયપણું મળે નહિ. શ્રવણેન્દ્રિય મલી શકે નહિ એવું કર્મ બંધાતું જાય. Page 58 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy