SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જિનનામ કર્મ કહેવાય છે. આ કર્મનો બંધ સમકીતની હાજરીમાં જ થઇ શકે છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમ સમકીત પામે છે તે ઉપશમ સમકીતના કાળમાં બંધ થતો નથી. બાકીના ક્ષયોપશમ સમકીત-ક્ષાયિક સમકીતના કાળમાં તથા ઉપશમ શ્રેણિના ઉપશમ સમકીતના કાળમા આ જિનનામ બાંધી શકે છે. ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં બંધ થઇ શકે છે. જિનનામ કર્મનો નવો બંધ ચાલુ કરવા માટે મનુષ્ય જન્મ જ જોઇએ છે. તિર્યંચ ગતિમાં આ પ્રકૃતિનો બંધ થતો જ નથી. નરકમાં રહેલી ત્રણ નરકમાં રહેલા જીવો અહીંથી બંધ કરતાં કરતાં નરકમાં રહેલા હોય તે જીવો બાંધી શકે છે અને એજ રીતે દેવલોકમાં વૈમાનિક દેવોમાં જિનનામ બાંધતા બાંધતા ગયા હોય તો ત્યાં બાંધી શકે છે. પૂર્વે આયુષ્ય બાંધેલ ન હોય અને ક્ષયોપશમ સમકીતના કાળમાં જિનનામ નિકાચીત કરેલ હોય પછી તેજ ભવમાં ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરે તેવા જીવો તે ભવે મોક્ષ જતાં જ નથી. ત્રીજા ભવે જ મોક્ષે જાય પછી ત્યાંથી દેવનું આયુ બાંધી દેવલોકમાં જઇ મનુષ્ય જન્મ પામી પછી મોક્ષે જઇ શકે છે. જિનનામની નિકાચના પણ ક્ષપકશ્રેણીમાં આ રીતે પ્રતિબંધક થાય છે. જિનનામની નિકાચના એટલે શું ? આ જિનનામ કર્મની નિકાચના તીર્થંકરોના કાળમાં પહેલા સંઘયણવાળા જીવો કરી શકે છે. બીજે થાય નહિ. જ્યારે જિનનામ બાંધતા બાંધતા નિકાચીત કરતાં જાય તો તેમાં બંધાતી બધી સ્થિતિની નિકાચના થતી નથી કારણકે ત્યારે અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ જિનનામ કર્મની સમયે સમયે બંધાય છે અને બધી જ જો નિકાચીત થાય તો તીર્થંકરના આત્માઓ ત્રીજા ભવે મોક્ષે જઇ શકે નહિ માટે ત્રીજા ભવે તીર્થંકર નામકર્મનો ઉદય પેદા થાય છે. ત્યાંથી પોતાનું ભોગવાતું આયુષ્ય જે બાકી રહેલું હોય છે તેટલા આયુષ્ય જેટલું જ જિનનામ નિકાચીત થાય છે. એટલે મહાવિદેહ ક્ષેત્રમા જે વીશ તીર્થંકર પરમાત્માઓ જઘન્યથી થાય છે અને ઉત્કૃષ્ટથી ૧૬૦ તીર્થંકરો થાય છે તે દરેકનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય છે અને એ દરેક તીર્થંકરો ત્ર્યાશી લાખ પૂર્વ સુધી સંસારી અવસ્થામાં રહે છે. પછી સંયમનો સ્વીકાર કરે છે. એક હજાર વરસ સુધી સંયમ પર્યાય છદ્મસ્થપણાનો હોય છે અને પછી જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારથી તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે. આથી તે તીર્થંકર પરમાત્માઓનું નિકાચીત થયેલું જિનનામ કર્મ એક લાખ પૂર્વ વરસમાં એક હજાર વરસ ન્યૂન રૂપે ગણાય છે. જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં દશ કોટાકોટી સાગરોપમ રૂપ એક એક ઉત્સરપીણી અને અવસરપીણી કાળમાં ચોવીશ-ચોવીશ તીર્થંકર પરમાત્માઓ થાય છે તે દરેકનું જિનનામ નિકાચીત કરેલ ભિન્ન ભિન્ન સ્થિતિવાળું હોય છે. દા.ત. આ અવસરપીણી કાળમાં પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થયા તેઓનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હતું. તેમાં ત્ર્યાશી લાખ પૂર્વ સંસારમાં રહેલા પછી સંયમનો સ્વીકાર કરી એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાય પાળી કેવલજ્ઞાન પામ્યા તે કેવલી પર્યાયનો એક લાખ પૂર્વમાં એક હજાર વરસ ન્યૂન એટલો જિનનામ નિકાચીતનો કાળ હતો અને છેલ્લા તીર્થંકર પરમાત્માનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. બાકી બધું બંધાતુ જિનનામ અનિકાચીત રૂપે હોય છે (બંધાય) છે. આ જિનનામની વિશેષતા એ છે કે એનો બંધ ચાલુ કર્યા પછી જ્યાં સુધી સમકીત રહે ત્યાં સુધી બંધાયા કરે છે. એક માત્ર તે જીવો ચોથીથી સાતમી નરકમાં-ભવનપતિ-વ્યંતર-જ્યોતિષમાં કે તિર્યંચમાં ગયેલા હોય તો બંધ કરતા નથી. બાકી બંધ સતત ચાલુ રહે છે. આ વિશેષ પ્રકારની પુણ્ય પ્રકૃતિ કહેલી છે. આના ઉદયકાળમાં જીવોને કોઇપણ પ્રકારનો ખરાબ વિચાર પેદા થાય જ નહિ. આ પ્રકૃતિનો બંધ પણ ત્યારે જ થઇ શકે કે કોઇપણ પ્રકારનો ખરાબ વિચાર પેદા Page 50 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy