________________
શક્યા. વિચારો, સંયમના રાગ પૂર્વક સંયમીને વંદન ભાવથી કરતાં નરકની વેદનાના દુ:ખોનો પણ નાશ. થઇ શકે છે માટે એમ કહી શકાય કે આવા જીવોનો રાગ સંસારમાં રહેવા છતાંય એવો હોતો નથી કે જે સંસારમાં દુ:ખોની પરંપરા સર્જી શકે !
આથી એમ નજ કહેવાય કે પુયથી મળેલી સામગ્રી સુખ-ધન-વૈભવનો ભોગવટો ન જ કરે પણ એવી સાવધાનીપૂર્વક ભોગવટો કરે કે જેથી આત્મા દુર્ગતિમાં જાય જ નહિ પણ સગતિમાં જ જાય માટે ધર્મ પામ્યા પછી આત્માને દુર્ગતિમાં લઇ જાય એવો રાગ અનુકૂળ પદાર્થો પ્રત્યે થતો નથી તેથી આવા જીવો માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એ ધર્મ પામેલા જીવો સંસારમાં વસે ખરા પણ રમે નહિ પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળા જીવોને માટે આ વિશેષણ છે. માટે જો રાગની રમણતા આવે તો દુ:ખની પરંપરા શરૂ થાય એવું કર્મ બંધાતું જાય અને સદ્ગતિની પરંપરા અટકી જાય. આવું પુણ્ય કાંઇક આવું છે એવો અનુભવ આપણને પેદા થાય છે ખરો ? આટલા વર્ષોમાં જીવન જીવતાં જીવતાં એક દિવસ પણ એવું જીવન જીવ્યા છોકે જેના પ્રતાપે દુર્ગતિમાં લઇ જાય એવો રાગ થયો નથી ? પાપાનુબંધિ પુણ્ય અને પુણ્યાનુબંધિ પુણ્ય બન્ને કોઇપણ કાળે જીવને સાથે ન હોય કારણ કે પ્રતિપક્ષી છે. આપણું જીવન જ એવું છે કે આટલી મજૂરી કરીએ ત્યારે લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અને સામગ્રી મલે તો પછી એ સામગ્રીમાં રાગ કરવાની જરૂર ખરી ? એને ઓળખીને એમાં રાગ ન થાય એવો પુરૂષાર્થ કરવાનો છે એ માટે જ દેવ, ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનોની ક્રિયાનું વિધાન છે. એ ધ્યેયથી ક્રિયાઓ કરીએ તોજ પાપાનુબંધિ પુણ્ય પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે ભોગવવા મલે.
શ્રીપાલ રાજા ઉંબર રાણા તરીકે હતા ત્યારે મયણા સુંદરી સાથે લગ્ન કર્યા પણ મનથી ઇચ્છા નથી. તેના સહવાસથી નવપદ મલ્યા-તેનું જ્ઞાન મળ્યું-જ્ઞાન મેળવીને નવપદને અંતરમાં સ્થિર કરીને એવી રીતે આરાધના કરી કે પુણ્યાનુબંધિ પુણ્ય બાંધતા ગયા. તત્કાલ ઉદયમાં લાવતા ગયા અને ભોગવતા ગયા કે જેથી રાગના પદાર્થો મલે-વધે છતાં રાગ સંયમીત થતો ગયો. પોતે અલીપ્ત બનતા ગયા અને સુંદર આરાધના કરતાં અનેક રાજકન્યાઓની સાથે લગ્ન કર્યા-સંપત્તિ પામ્યા અને ઉત્તરોત્તર શાસન પ્રભાવના કરતાં મુક્તિને નજીક બનાવી શક્યા. શાથી ? કારણકે આટલી સુખની સામગ્રી મલવા છતાં એમાં એવો રાગ પેદા થવા દેતાં જ નથી કે જેથી દુર્ગતિમાં દુ:ખ ભોગવવા જવું પડે.
ચોથા આરામાં ભગવાન મહાવીરના કાળમાં ભગવાન રાજગૃહી નગરીમાં વિચરતા હતા તે વખતે મમ્મણ શેઠનો જીવ પણ ત્યાં જ રહેતો હતો એ આત્માએ પૂર્વભવમાં પુણ્યાનુબંધી પુણ્ય બાંધીને પાપાનુબંધિ કરી નાખ્યું કે જેના પ્રતાપે એ સામગ્રી મોક્ષ તરફ જે લઇ જનારી મળેલી તે સાતમી નારકીમાં લઇ ગઇ. પૂર્વભવમાં લ્હાણીમાં લાડવા આવેલા તે ડબ્બામાં મુકેલા તેમાં મહાત્મા વહોરવા પધાર્યા તે લાડવા સારા ભાવથી વહોરાવી દીધા. એ વહોરાવવાના ભાવથી ચોથા આરામાં જન્મ. ભગવાન જે નગરીમાં વિચરે તે નગરીમાં જન્મ. ત્યાંના રાજા કરતાં અધિક સંપત્તિ પ્રાપ્ત થાય એવું પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કર્યું અને પછી મહાત્માના ગયા પછી પડોશમાં રહેતા ભાઇએ આવીને કહ્યું કે લાડવો ખાધો કેવો લાગ્યો ? ત્યારે કહ્યું કે મ તો મહાત્માને વહોરાવી દીધા. પડોશીએ કહ્યું કે અરે ભલા માણસ કેવો સરસ લાડવો હતો એનો સ્વાદ કેટલો સુંદર હતો ? બસ આ સાંભળીને રસનેન્દ્રિયની તીવ્રતા પેદા થઇ. ડબ્બામાં કણીયા પડેલ તે લઇને ચાખ્યા અને સ્વાદ વધ્યો અને મનમાં વિચાર આવ્યો કે હું મહાત્મા પાસેથી લાડવા પાછા લઇ આવું એમ વિચારી લાડવા પાછા લેવા મહાત્માની પાછળ દોડ્યો અને કહ્યું, મારા લાડવા પાછા આપો મારે આપવા નથી. મહાત્માએ વિચાર્યું આ માનશે નહિ અને જોર કરી લઇ લેશે માટે લાડવા ધૂળમાં નાંખીને રગદોળી નાંખ્યા તેમાં મહાત્માની નિંદા કરી એના કારણે બંધાયેલું પુણ્યાનુબંધિ પુણ્ય વીને પાપાનુબંધિ પુણ્ય કરી નાખ્યું અને મમ્મણના ભાવમાં સામગ્રી પામીને અનેક પ્રકારના પાપો કર્યા. કયા પાપ ? અતિ લોભ.
Page 17 of 64