________________
દુ:ખની ચીજ કઇ છે દુ:ખ પેદા કરનારું મૂળ કર્યું છે. એની ઓળખાણ પેદા થઇ જેના પ્રતાપે તે સામગ્રીમાં ભયભીતતાના વિચારોથી જીવન જીવતો હતો તે ભયભીતતા દૂર થઇને નિર્ભયતા આવી. એવા ઉપકારીનાં દર્શન-પૂજન આદિ ક્રિયાના અનુષ્ઠાનો અખેદ ભાવથી એટલે ઉલ્લાસપૂર્વક કર્તવ્યરૂપે માનીને કરતો જાયા છે. આ રીતે અખેદ રીતે ક્રિયાના અનુષ્ઠાનોનું સેવન કરવાથી આત્મામાં નિર્મળતા પેદા થતી જાય છે. આ નિર્મળતાના કારણે સંસારના અનુકૂળ પદાર્થોમાં જે આકળ વિકળતા થતી હતી તે બંધ થઇ જાય અને પ્રતિકૂળ પદાર્થોમાં હાય વોય થતી હતી તે સમાધિથી વેઠવાની શક્તિ પેદા થતી જાય છે એટલે અનુકૂળ-પ્રતિકૂળમાં જીવન કેમ જીવવું એ જીવવાની કલાનું બીજ પેદા થતું જાય છે.
- આ એક બીજા ગુણો એક બીજાની સાથે સાંકળની જેમ સંકળાયેલા છે. આ બધાય ગુણો ઓતપ્રોતા થઇને આત્મિક ગુણો પ્રગટાવવામાં સહાયભૂત બનતા જાય છે. આ બધું પહેલા ગુણસ્થાનકે બનતું જાય છે. આથી જ જૈન શાસનનો વૈરાગ્ય ભાવ ખૂબ જ ઉચ્ચ કોટિનો છે એમ કહેવાય છે. ઇતર દર્શનોમાં આવો વેરાગ્ય હોતો નથી. કદાચ ઇતર દર્શનનાં દુ:ખ ગર્ભિત વેરાગ્ય વાળાજીવોને જૈન દર્શનના વિચારો ધ્યાનમાં આવી જાય એની સ્થિરતામાં એકાકાર થવાય તેવા સગુરૂનો યોગ પણ મળી જાય તો એને જ્ઞાન ગર્ભિત વેરાગ્ય ભાવ આવવાની એટલે પેદા થવાની શક્યતા ખરી. આવી અનુભૂતિ થાય એટલે શ્રી જિનેશ્વર દેવને ઉપકારી માનીને તેની વિધિવત દર્શન-પૂજા કરવામાં એને એટલો બધો આનંદ આવે કે તેનાથી તેનામાં નિર્ભયતાનો ગુણ પ્રગટે. આથી જ જે ક્રિયા ખેદ પૂર્વક થતી હતી તે હવે અખેદ રીતે કરતો જ જાય છે.
આ રીતે અભય ગુણ અને અખેદ ગુણ પેદા થયા પછી અદ્વેષ ગુણ પેદા થાય છે. અષ ગુણ એટલે અત્યાર સુધી બીજાનો નાનો દોષ મોટો કરીને જોતો હતો. પોતાનો મોટો દોષ ઢાંકવા પ્રયત્ન કરતો હતો. બીજાનો મોટો ગુણ ગૌણ કરતો હતો અને તે ગુણમાં પણ દોષ શોધતો હતો. પોતાનામાં ગુણ ન હોવા છતાં, ગુણોને આગળ ધરીને બીજાની પાસે ગાતો હતો, બોલતો હતો. આના કારણે બીજા ગુણીયલ જીવો પ્રત્યે દ્વેષ ભાવ પેદા થતો હતો તે હવે રહેતો નથી. આવો સ્વભાવ બને એટલે અદ્વેષભાવ પેદા થયો કહેવાય. અનાદિ કાળનો સ્વભાવ બીજાના દોષો જોવાનો જે પડેલો છે તેના કારણે હવે દોષો જોવાનું મન થશે તો પોતાના જ દોષો જોશે. બીજાના નાના ગુણોને જોઇને પોતાનામાં આ ગુણ નથી. આ દોષો રહેલા છે માટે એ ગુણ પેદા થતો નથી માટે એ દોષોને ઓળખીને દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરી બીજાના જેવા ગુણો પેદા કરવાનો પ્રયત્ન કરતો જશ.
એવી ઇચ્છા પેદા કરતો જાય છે. તથા કદાચ બીજાના દોષો દેખાઇ જશે તો વિચારશે કે એ અજ્ઞાના છે માટે એનામાં દોષો હોય. હું અજ્ઞાન હતો તો મારામાં પણ આવા દોષો અને એનાથી અધિક દોષો હતા તો. એનામાં હોય તેમાં શું નવાઇ ? આવી વિચાર ધારાઓથી એના પ્રત્યે દ્વેષભાવ પેદા થતો હતો તે હવે થશે. નહિ. અજ્ઞાન જાણીને એની ઉપેક્ષા કરવાની ભાવના થશે. આવી વિચારધારાઓથી જીવ પુણ્યાનુબંધી પુણ્ય બાંધતો જાય છે. આવા વિચારધારાની સ્થિરતાવાળા જીવોને પહેલું ગુણસ્થાનક હોય. આશ્રવની ક્રિયા જીવનમાં ચાલુ હોય છતાં તે ક્રિયા સંવરનું કારણ બનતી જાય છે. ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા, ટકાની પ્રવૃત્તિ કરવા છતાં એ ક્રિયાને આશ્રવની ક્રિયા રૂપે ઓળખી એટલે પાપની ક્રિયા રૂપે ઓળખી આત્મા કલ્યાણ કેમ કરવું એ વિચાર હોવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરે છે.
આત્મામાં કર્મોનું આવવું તે આશ્રવ. આત્મામાં આવતાં કર્મોન રોકવા તે સંવર કહેવાય છે.
ઇતર દર્શનોમાં આશ્રવનું રોકાણ કરવાની તાકાત નથી માટે જ જૈન દર્શનની-જૈન શાસનની. કિંમત મહાપુરુષોએ મૂકી છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવના પરિણામ પેદા થાય તો અશુભ ક્રિયાઓ જીવનમાં ચાલુ હોવા છતાં પાપરૂપ કર્મો આવતાં અટકી જાય છે. અભય, અખેદ, અદ્વષ ગુણના બીજની શરૂઆત થવા માંડે એટલે જીવ નિર્ભય બનતો જાય. તેનામાં નિર્ભયતા વધતી જાય છે. આ ગુણોના પ્રતાપે ધર્મની પ્રવૃત્તિઓ જે ખેદ પૂર્વક થતી હતી તે અખેદ રીતે ચાલુ થઇ જાય છે અને સંસારની પ્રવૃત્તિઓ જે
Page 12 of 64