________________
પ્ર.૯૨૮ કષાયમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૨૮ કષાય માર્ગણાના ચાર ભેદ છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. પ્ર.૯૨૯ જ્ઞાનમાર્ગણાના કેટલા ભેદ છે ?
ઉ.૯૨૯ જ્ઞાનમાર્ગણાના આઠ ભેદ છે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવલજ્ઞાન, (૬) મતિઅજ્ઞાન, (૭) શ્રતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન.
પ્ર.૯૩૦ સંયમમાર્ગણાના કેટલા ભેદ છે ?
ઉ.૯૩૦ સંયમમાર્ગણાના સાત ભેદ છે. (૧) સામાયિક સંયમ, (૨) છેદોસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધ, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, (૫) યથાખ્યાત ચારિત્ર, (૬) દેશવિરતિ ચારિત્ર અને (૭) અવિરતિ ચારિત્ર.
પ્ર.૯૩૧ દર્શનમાર્ગણાના કેટલા ભેદ કહેલા છે ?
ઉ.૯૩૧ દર્શન માર્ગણાના ચાર ભેદ કહ્યા છે. (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન.
પ્ર.૯૩૨ લેશ્યામાર્ગણાના કેટલા ભેદ છે ?
ઉ.૯૩૨ લેશ્યામાર્ગણાના છ ભેદો કહ્યા છે. (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપોતલેશ્યા, (૪) તેજલેશ્યા, (૫) પદ્મલેશ્યા, (૬) શુક્લલેશ્યા.
પ્ર.૯૩૩ ભવ્યમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૩ ભવ્યમાર્ગણાના બે ભેદ છે. (૧) ભવ્ય માર્ગણા, (૨) અભવ્ય માર્ગણા. પ્ર.૯૩૪ સમ્યકત્વમાર્ગણાના કેટલા ભેદ છે ?
ઉ.૯૩૪ સમ્યકત્વ માર્ગણાના છ ભેદ છે. (૧) ઉપશમ સમ્યકત્વ, (૨) ક્ષયોપશમ સમ્યકત્વ, (3) ક્ષાયિક સમ્યકત્વ, (૪) મિશ્ર સમ્યકત્વ, (૫) સાસ્વાદન અને (૬) મિથ્યાત્વ.
પ્ર.૯૩૫ સન્નીમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૫ સન્નીમાર્ગણાના બે ભેદ છે. (૧) સન્નીમાર્ગણા, (૨) અસન્નીમાર્ગણા. પ્ર.૯૩૬ આહારીમાર્ગણાના કેટલા ભેદ છે ? ઉ.૯૩૬ આહારીમાર્ગણાના બે ભેદ છે. (૧) આહારીમાર્ગણા, (૨) અણાહારી માર્ગણા. પ્ર.૯૩૭ ચૌદ માર્ગણાના ૬૨ ભેદ શી રીતે થાય છે ?
ઉ.૯૩૭ ચોદ મુલમાર્ગણાના ૬૨ ભેદ આ પ્રમાણે છે. ગતિ ૪, જાતિ ૫, કાય ૬, યોગ ૩, વેદ ૩, કષાય ૪, જ્ઞાન ૮, સંયમ ૭, દર્શન ૪, વેશ્યા ૬, સમ્યકત્વ ૬, સન્ની ૨, ભવ્ય ૨ અને આહારી ૨ એમ કુલા ૬૨ ભેદો થાય છે.
नरगइ पणिदि तस भव, सन्नि अहखाय खइय-सम्मते,
मुक्खो -णाहार केवल, दंसण नाणेन सेसेसु ।।४।। ભાવાર્થ :- મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સંજ્ઞિ, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહાર, કેવલદર્શન અને કેવલજ્ઞાનમાં મોક્ષ છે બાકીમાં નથી.
પ્ર.૯૩૮ મૂળ ચૌદ માર્ગણામાંથી કેટલી માર્ગણામાં મોક્ષપદ થઇ શકે છે ?
ઉ.૯૩૮ મૂળ ચોદ માર્ગણામાંથી દશ માર્ગણામાં મોક્ષ થઇ શકે છે. (૧) ગતિમાર્ગણા, (૨) ઇન્દ્રિયમાર્ગણા, (૩) કાયમાર્ગણા, (૪) જ્ઞાનમાર્ગણા, (૫) સંયમમાર્ગણા, (૬) દર્શનમાર્ગણા, (૭)
Page 97 of 106