SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૮૯૮ નામ તથા ગોત્રનો ઉત્કૃષ્ટ અબાધાકાળ કેટલો થાય ? ઉ.૮૯૮ નામગોત્રનો ઉત્કૃષ્ટ અબાધાકાળ બે હજાર વર્ષનો થાય છે. પ્ર.૮૯૯ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે ? ઉ.૮૯૯ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. પ્ર.૯૦૦ આયુષ્ય કર્મનો અબાધા કાળ કેટલો ? ઉ.૯૦૦ આયુષ્ય કર્મનો અબાધા કાળના ચાર ભાગો થાય છે તે આ પ્રમાણે. (૧) જઘન્ય સ્થિતિ બંધમાં જઘન્ય અબાધા કાળ,(૨) જઘન્ય સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ, (૩) ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં જઘન્ય અબાધાકાળ અને (૪) ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ. પ્ર.૯૦૧ જઘન્ય સ્થિતિ બંધમાં જઘન્ય અબાધાકાળ કઇ રીતે જાણવો ? ઉ.૯૦૧ મૃત્યુના છેલ્લા અંતમુહૂર્ત કાળમાં કોઇપણ જીવે જઘન્ય આયુષ્યનો બંધ કર્યો હોય તો તે અંતમુહૂર્ત બાદ અવશ્ય ઉદયમાં આવે છે તેનો સર્વ જઘન્ય અબાધાકાળ થયો કહેવાય. પ્ર.૯૦૨ જઘન્ય સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધાકાળ કઇ રીતે જાણવો ? | ઉ.૯૦૨ અંતમુહૂર્તનું આયુષ્ય કોઇપણ જીવે પોતાના આયુષ્યના ત્રીજા ભાગે બાંધ્યું હોય તે ઉત્કૃષ્ટ અબાધાકાળ કહેવાય છે. પૂર્વ ક્રોડ વરસનો ત્રીજો ભાગ તે ઉત્કૃષ્ટ અબાધા કહેવાય છે. પ્ર.૯૦૩ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં જઘન્ય અબાધાકાળ કઇ રીતે જાણવો ? ઉ.૯૦૩ છેલ્લા અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે તે જીવને અંતમુહૂર્ત પછી અવશ્ય ઉદયમાં આવે છે તે તેનો જઘન્ય અબાધા કહેવાય છે. પ્ર.૯૦૪ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં ઉત્કૃષ્ટ અબાધા કઇ રીતે જાણવો ? ઉ.૯૦૪ પૂર્વ ફ્રોડ વરસના આયુષ્યવાળા જીવો પોતાના ત્રીજા ભાગે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ્ય બાધે ત્યારે તે ઉત્કૃષ્ટ અબાધાકાળ પ્રાપ્ત થાય છે. વારસ મુહુત હિન્ની, વેચાણ 3નામ મોખરનું, સેસાઇia [d, Dયં વંઘ-દિ-મvi. Il૪શા ભાવાર્થ - વેદનીયની-૧૨ મુહૂર્ત નામ અને ગોત્રની ૮ મુહૂર્ત બાકીના કર્મોની અંતમુહૂર્ત જઘન્યા સ્થિતિ કહેલી છે. પ્ર.૯૦૫ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ કેટલી છે ? ઉ.૯૦૫ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે. પ્ર.૯૦૬ નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ કેટલી કહેલી છે ? ઉ.૯૦૬ નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની કહેલી છે. પ્ર.૯૦૭ બાકીના કર્મોની જઘન્ય સ્થિતિ કેટલી કહેલી છે ? ઉ.૯૦૭ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અંતરાય કર્મની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની કહેલી છે. આ રીતે બંધ તત્ત્વ પૂર્ણ થયું. હવે મોક્ષતત્વ કહેવાય છે. संत-पय-परुवणया, दव्व-पमाणंच खित्त फुसणाय, कालोअ अंतरं भाग, भावे अप्पा बहुं चव ।।४।। ભાવાર્થ :- સત્પદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ અને અલ્પા Page 94 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy