________________
પ્ર.૮૪૬ શુક્લ યાનનો છેલ્લો ભેદ ક્યા ગુણઠાણે હોય છે ? ઉ.૮૪૬ શુક્લ ધ્યાનનો ચોથો ભેદ ચૌદમાં ગુણઠાણે હોય છે. પ્ર.૮૪૭ કાયોત્સર્ગ તપ કોને કહેવાય ? ઉ.૮૪૭ કાયાના વ્યાપારનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ તપ કહેવાય છે. પ્ર૭/૧ કાયોત્સર્ગ તપ કેટલા પ્રકારે છે ? ઉ૮૭૧ કાયોત્સર્ગ તપ બે પ્રકારે છે. (૧) દ્રવ્યોત્સગ, (૨) ભાવોત્સર્ગ. પ્ર.૮૪૮ દ્રવ્યોત્સર્ગ કેટલા પ્રકારે છે ?
ઉ.૮૪૮ દ્રવ્યોત્સર્ગ ચાર પ્રકારે કહ્યો છે. (૧) ગુણોત્સર્ગ, (૨) કાયોત્સર્ગ, (૩) ઉપધિ ઉત્સર્ગ અને (૪) અશુદ્ધ ભક્ત પાનોત્સર્ગ આ ચાર કહેવાય છે.
પ્ર.૮૪૯ દ્રવ્ય કાયોત્સર્ગના ભેદો સમજાવો.
પ્ર.૮૪૯ ગચ્છનો ત્યાગ કરી જિનકલ્પ આદિનો સ્વીકાર કરવો તે ગુણોત્સર્ગ કહેવાય છે. અનશનાદિક વ્રત લઇને કાયાનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ કહેવાય છે. કલ્પ વિશેષ સામાચારી પ્રમાણે ઉપધિનો ત્યાગ કરવો તે ઉપધિ ઉત્સર્ગ કહેવાય છે અને અશુદ્ધ આહારનો ત્યાગ કરવોતે ચોથો કહેવાય છે.
પ્ર.૮૫૦ ભાવોત્સર્ગ કેટલા પ્રકારનો છે ? ઉ.૮૫૦ ભાવોત્સર્ગ ત્રણ પ્રકારનો છે. (૧) કષાયોત્સર્ગ, (૨) ભવોત્સર્ગ અને (૩) કર્મોત્સર્ગ. પ્ર.૮૫૧ ભાવોત્સર્ગના ભેદો સમજાવો ?
ઉ.૮૫૧ કષાયોનો ત્યાગ કરવો તે કષાયોત્સર્ગ. ભવના કારણભુત મિથ્યાત્વાદિ હેતુઓ તેનો ત્યાગ કરવો તે ભાવોત્સર્ગ કહેવાય છે અને જ્ઞાનાવરણીયનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ કહેવાય છે.
આ રીતે નિર્જરાતત્ત્વ પૂર્ણ થયું.
- હવે બંધ તત્ત્વ કહેવાય છે. पयइ सहावोवुत्तो, ठिइ काला वहारणं,
अणुभागो रसोणेओ, पाएसो दल-संचओ ||३७|| ભાવાર્થ :- પ્રકૃતિ સ્વભાવે કહ્યો છે. કાળનો નિશ્વય તે સ્થિતિ કહેવાય છે. અનુભાગ તે રસ અને કર્મ દલિયાનો સમુદાય તે પ્રદેશ કહેવાય છે.
પ્ર.૮૫૨ પ્રકૃતિ બંધ કોને કહેવાય ?
ઉ.૮૫૨ પ્રકૃતિ એટલે સ્વભાવ, કામણ વર્ગણાના પુદ્ગલોનો આત્માની સાથે સંબંધ થવો તે બંધ કહેવાય છે. અને તે પુદ્ગલોમાંથી કેટલાક પુદ્ગલો જ્ઞાનને આવરે છે, કેટલાક પુદ્ગલો દર્શનને આવરે છે ઇત્યાદિ જુદા જુદા ભેદવાળા બંધાય છે તે તેનો સ્વભાવ કહેવાય છે.
પ્ર.૮૫૩ સ્થિતિ બંધ કોને કહેવાય ?
ઉ.૮૫૩ જે સમયે કર્મ બંધાય છે. તે જ સમયે અમૂક કાળ સુધી આત્મ પ્રદેશોની સાથે રહેશે. આ કર્મ અમુક કાળ સુધી રહેશે ઇત્યાદિ જે કાળનું નિયમન તે સ્થિતિબંધ.
પ્ર.૮૫૪ અનુભાગ બંધ કોને કહેવાય છે ?
ઉ.૮૫૪ જે સમયે જે કર્મ બંધાય છે તે કર્મનું ફળ જીવને શુભ અથવા અશુભપણાએ શું પ્રાપ્ત થશે ? તે શુભાશુભપરાએ નિયત કરવું તે રસ બંધ કહેવાય છે.
Page 89 of 106