SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૭૭૪ કાળથી વૃત્તિસંક્ષેપ કોને કહેવાય ? ઉ.99૪ અમુક કાળમાં એટલે કે દિવસના કાળમાં, રાતના કાળમાં, નહિ દિવસના કાળમાં પણ પૂર્વાન્હ કાળમાં, મધ્યાન્હ કાળમાં, સાયંકાળમાં ઇત્યાદિ અભિગ્રહો કરવા તે કાળથી વૃત્તિસંક્ષેપ કહેવાય છે. પ્ર.૭૭૫ ભાવથી વૃત્તિસંક્ષેપ કોને કહેવાય ? ઉ.૭૭૫ અમુક દ્રવ્યો ઉપર ઘણો રાગ થતો હોય તે રાગવાળા પદાર્થોનો ત્યાગ કરવો. મનને ગમ નહિ તેવા પદાર્થો આવે તો સારી રીતે ઉપયોગ કરવો ઇત્યાદિ મનોવૃત્તિ સુધારવા રુપ ભાવવૃત્તિ સંક્ષેપ કહેલો છે. પ્ર.૭૭૬ રસત્યાગ તપ કોને કહેવાય ? ઉ.૭૭૬ શાસ્ત્રોમાં દશ પ્રકારની વિગઇ કહી છે. તેમાંથી ચાર પ્રકારની વિગઇનો સર્વથા ત્યાગ કરવો અને બાકીની છ વિગઇઓમાંથી અમુક અમુક વિગઇઓનો ત્યાગ કરવો તે રસત્યાગ કહેવાય છે. પ્ર.૭૭૭ વિગઇઓ કેટલી છે ? કઇ કઇ ? ઉ.૭૭૭ વિગઇઓ દશ પ્રકારની કહી છે તે આ પ્રમાણે. (૧) દુધ વિગઇ, (૨) દહીં વિગઇ, (૩) ઘી વિગઇ, (૪) તેલ વિગઇ, (૫) ગોળ વિગઇ, (૬) તળેલી વસ્તુ, (૭) મદિરા વિગઇ, (૮) માંસભક્ષણ વિગઇ, (૯) માખણ વિગઇ અને (૧૦) મધ વિગઇ. આ દશ વિગઇઓ કહી છે. પ્ર.૭૭૮ આ દશ વિગઇઓમાંથી મહાવિગઇઓ કેટલી કેટલી છે ? કઇ કઇ ? ઉ.૭૭૮ દશ વિગઇઓમાંથી ચાર વિગઇઓ મહાવિગઇઓ કહેલી છે. તે આ પ્રમાણે છે. (૧) મદિરા, (૨) માંસ, (૩) માખણ અને (૪) મધ. આ ચાર મહાવિગઇઓ છે. જેનો શ્રાવકોને સર્વથા ત્યાગજ હોય. પ્ર.૭૭૯ કાયકલેશ તપ કોને કહેવાય ? ઉ.૭૭૯ કાયાનો ત્યાગ કરવો એટલે કે કાયોત્સર્ગ કરવો, આસનો કરવા, કેશનો લોચ કરવો અને જેટલો કાયા પાસેથી સારા કાર્યમાં ઉપયોગ થાય તેટલો યથાશક્તિ કરી લેવો તે કાયકલેશ નામનો તપ કહેવાય છે. પ્ર.૭૮૦ સંલીનતા તપ કોને કહેવાય ? ઉ.૭૮૦ સંલીનતા એટલે સંવરવું, સંકોચવું, કાયાનું સંપરણ કરવું, સંકોચ કરવો, અંગોપાંગ સંકોચી રાખવા તે સંલીનતા નામનો તપ કહેવાય છે. આ છ પ્રકારનો બાહ્ય તપ કહેવાય છે. પ્ર.૭૮૧ સંલીનતા તપ કેટલા પ્રકારનો છે ? ઉ.૭૮૧ સંલીનતા તપ ચાર પ્રકારનો કહેલો છે. (૧) ઇન્દ્રિયસંલીનતા, (૨) કષાયસંલીનતા (૩) યોગસંલીનતા અને (૪) વિવિક્ત ચર્યા સંલીનતા. પ્ર.૭૮૨ ઇન્દ્રિયસંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૨ ખરાબ માર્ગમાં એટલે પોતપોતાના વિષયોમાં જતી ઇન્દ્રિયોને રોકવી તે ઇન્દ્રિય સંલીનતા તપ કહેવાય છે. પ્ર.૭૮૩ કષાય સંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૩ અશુભ માર્ગમાં જતા કષાયોને રોકવા તે કષાય સંલીનતા કહેવાય છે. પ્ર.૭૮૪ યોગ સંલીનતા કોને કહેવાય ? ઉ.૭૮૪ અશુભ માર્ગમાં જતા યોગને પાછા ફેરવવા, શુભ માર્ગમાં યોગને જોડવા તેનું નામ યોગ Page 82 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy