________________
कायकिलेसो संलीणयाय, बज्जो तवो होड़ ||३५| પાષ્ઠિત વિળજ્ઞો, વેયાવ ં તદેવ સન્તાશો, झाणं उस्सग्गो वि अ, अभिंतरओ तवो होइ ||३६||
ભાવાર્થ :- બાર પ્રકારનો તપ તે નિર્જરા તત્ત્વનાં ભેદ છે અને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે બંધ તત્ત્વ કહેલો છે. ।।૩૪।।
અણસણ, ઉર્ણાદરિ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા. એ છ પ્રકારે બાહ્ય તપ કહેલો છે. ૩૫)
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અન કાયોત્સર્ગ એ છ પ્રકારનો અત્યંતર તપ કહેલો છે. ૩૬॥
પ્ર.૭૫૫ નિર્જરા તત્ત્વના બાર ભેદો કયા કયા કહેલા છે ?
ઉ.૭૫૫ નિર્જરા તત્ત્વના ૧૨ ભેદો આ પ્રમાણે છે. (૧) અનશન, (૨) ઉણોદરિ, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) કાયકલેશ, (૫) રસત્યાગ, (૬) સંલીનતા, (૭) પ્રાયશ્ચિત, (૮) વિનય, (૯) વૈયાવચ્ચ, (૧૦) સ્વાધ્યાય, (૧૧) ધ્યાન, (૧૨) કાર્યોત્સર્ગ. આ બાર પ્રકારનો તપ એ નિર્જરા તત્ત્વના ભેદો ગણાય છે કારણ કે આ તપથી નિર્જરા થાય છે.
૫.૫, અનશન તપ કોને કહેવાય ?
ઉ.૭૫૬ સિધ્ધાંતમાં એટલે આગમમાં કહેલી વિધિ પ્રમાણે ચારે પ્રકારના આહારનો (એટલે અનશન ખાવાની સામગ્રી, પાન પીવાની સામગ્રી ખાદિમ સુંઠ વિ. સ્વાદિમ મુખવાસ વગેરે) ત્યાગ કરવો તે અનશન નામનો તપ કહેવાય છે.
તપ.
પ્ર.૭૫૭ અનશન તપના કેટલા ભેદ છે ? કયા કયા ?
ઉ.૭૫૭ અનશન તપના બે ભેદો કહેલા છે. (૧) યાવજ્જીવ અનશન, (૨) ઇત્વરકથિક અનશન
પ્ર.૭૫૮ યાવજ્જીવ અનશનના કેટલા ભેદ છે ?
ઉ,કપટયાવાવ અનશનના બે ભેદો કહેલા છે. (૧) નિહારૅિમ યાવાવ અનશન તપ અને અનિહારિમ યાવજ્જીવ અનશન તપ.
૫.૩૫૯ નિહારીમ યાવાવ અનશન તપ કોને કહેવાય ?
ઉ,૩૫૯ અનશન અંગીકાર કર્યા પછી શરીરને નિયત સ્થાનથી બહાર કાઢવું તે નિહાીમ અનશન કહેવાય છે.
પ્ર.૭૬૦ અનિહારીમ યાવજ્જીવ અનશન કર્તાને કહેવાય ?
ઉ.૭૬૦ અનશન કર્યા પછી જે સ્થાને જેવી રીતે કાયા પડી હોય તે રીતે જ રાખવી, પણ જરાય ચલાયમાન કરવી નહિં તે અનિહારીમ અનશન કહેવાય છે.
પ્ર.૭૬૧ ઇત્તરકથિક અનશનના કેટલા પ્રકારો કહ્યા છે ? કયા કયા ?
૩.૬૧ ઇત્તરકથિક અનશન બે પ્રકારના કહ્યા છે. (૧) સર્વથી ઇત્તરકર્થિક અનશન અને (૨) દેશથી ઇત્તર કથિક અનશન.
ઉં ૭૬૨ સર્વથી ઇત્તરિક અનશન કોને કહેવાય ?
ઉ,૬૨ - ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવારૂપ ઉપવાસ, બ્લ્ડ, અઠ્ઠમ વગેરે કરવું તે
Page 80 of 106