________________
વિચારી યથાશક્તિ જ્ઞાન ભણવાનો ઉદ્યમ કરવો તે અજ્ઞાન પરિષહ કહેવાય છે.
પ્ર.૭૦૨ સમ્યકત્વ પરિષહ કોને કહેવાય ?
ઉ.૭૦૨ ભગવાનના માર્ગમાંથી ચલાયમાન કરવા માટે ગમે તેટલા ઉપસર્ગો આવે તો પણ જરાય ચલાયમાન ન થાય, પરંતુ વિચાર કરે કે સર્વજ્ઞ ભગવાને કહેલો જે ધર્મ છે તેજ સત્ય છે એમ વિચારી જરાય ખોટું આચરણ ન કરે તે સભ્યત્વ પરિષહ કહેવાય છે.
__खंतीमद्दव अज्जव मुत्ती तव संजमे अ बोधब्वे
सच्चं ओझं आकिंचणंच बंभंच जइ धम्मो ||२९|| ભાવાર્થ :- ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચશ્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો યતિ ધર્મ છે.
પ્ર.૭૦૩ ક્ષમા ધર્મ કોને કહેવાય ?
ઉ.૭૦૩ કોઇપણ વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો કરે, ગાળો દે, ખરાબ બોલે તો પણ જરાય ક્રોધ ન કરે તે ક્ષમા કહેવાય છે.
પ્ર.૭૦૪ ક્ષમા કેટલા પ્રકારની છે ?
ઉ.૭૦૪ ક્ષમા ધર્મ પાંચ પ્રકારે કહ્યા છે. (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા, (૫) ધર્મ માં.
પ્ર.૭૦૫ ઉપકાર ક્ષમા કોને કહેવાય ?
ઉ.૭૦૫ કોઇએ આપણું ખરાબ કર્યું હોય અને તે ભવિષ્યમાં મારો ઉપકારી છે એમ લાગે અને તે જાણ્યા પછી તેના પ્રત્યે ક્રોધ ન કરે તે ઉપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા આત્મીક ગુણ પેદા કરનારી હોતી નથી પણ સ્વાર્થ માટે હોય છે માટે ગુણકારી કહેવાતી નથી,
પ્ર.૭૦૬ અપકાર ક્ષમા કોને કહેવાય ?
ઉ.૭૦૬ કોઇ ગુસ્સો કરે અથવા કાંઇપણ બગાડે તે વખતે ગુસ્સો કરતાં પહેલા વિચાર કરે કે જો અત્યારે ગુસ્સો કરીશ તો તે મારું બગાડશે અને તે બળવાન લાગે એમ જાણીને ક્ષમાને ધારણ કરે તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમાં પણ આત્મીક ગુણ પેદા કરનાર ન હોવાથી અને સ્વાર્થવૃત્તિવાળી હોવાથી લાભદાયક નથી પણ સંસાર વધારનારી છે.
પ્ર.૭૦૭ વિપાક ક્ષમા કોને કહેવાય ?
ઉ.૭૦૭ કોઇ કાંઇ બગાડે અથવા ગુસ્સો કરે ત્યારે વિચાર કરે કે જો હું ગુસ્સો કરીશ તો મારા કર્મ વધી જશે એમ માનીને ક્ષમાને ધારણ કરે, સહનશીલતા રાખે તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમા કર્મનો વિપાક ખરાબ છે એમ જાણીને ધારણ કરતો હોવાથી તે આત્મીક ગુણ પેદા કરવામાં સહાયભૂત થતી. હોવાથી ધર્મરૂપ કહેવાય છે.
પ્ર.૭૦૮ વચન ક્ષમા કોને કહેવાય ?
ઉ.૭૦૮ ગમે તે ગુસ્સો કરે અને કોઇ ગમે તેટલું બગાડે અને કોઇ તે વખતે જણાવે કે ભગવાને ગુસ્સો કરવાની ના પાડી છે અને કોઇનું બગાડવાની ના પાડી છે એ વચન સાંભળીને ક્ષમાને ધારણ કર તે વચન ક્ષમા કહેવાય છે. આ ક્ષમા ધારણ કરવાથી પણ કાંઇ આત્મીક ગુણ પેદા થાય છે. માટે તે ધર્મરૂપ ગણાય છે.
પ્ર.૭૦૯ ધર્મ ક્ષમા કોને કહેવાય છે ?
Page 69 of 106