SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તે જગ્યા, ચીજ પુંજી પ્રમાર્જીને પછીથી લેવી મુકવી તે આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ કહેવાય છે. પ્ર.૬૬૨ પારિષ્ઠાપનિકા સમિતિ કોને કહેવાય ? ઉ.૬૬૨ - કોઇપણ ચીજ પરઠવવી હોય તો પરઠવતાં પહેલા જ્યાં પરઠવવાનું હોય તે જગ્યા જોઇ પુંજી પ્રમાર્જીને પછીથી તે ચીજ પરઠવવી તે પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. પ્ર.૬૬૩ ત્રણ ગુપ્તિ કઇ કઇ છે ? ૩.૬૬૩ ત્રણ ગુપ્તિઓના નામ આ પ્રમાણે છે ? મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૪ મનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૬૪ મનને સાવધ માર્ગમાંથી દૂર કરીને નિરવધ માર્ગમાં જોડવું એટલે સાવધ ક્રિયાના વિચારો દૂર કરીને નિરવધ વિચારો કરવા તે મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૫ મનગુપ્તિ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૬૫ મનગુપ્તિ ત્રણ પ્રકારની કહેલો છે. (૧) અકુશલ નિવૃત્તિરૂપ, (૨) કુશલપ્રવૃત્તિ રૂપ અને (૩) યોગ નિરોધ રૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૬ અકુશલ નિવૃત્તિરૂપ મનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૬૬ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ વિચારો તે વિચારોનો ત્યાગ કરવો તે અકુશલ નિવૃત્તિ રૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૬ અકુશલ નિવૃત્તિ રૂપ મનગુપ્તિ કયા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે ? ૩.૬૬૭ અકુશલ નિવૃત્તિરૂપ મનગુપ્તિ પહેલા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય, ચોથા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થાય, પાંચમા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થાય અને આગળના ગુણસ્થાનકમાં નિયમા પ્રાપ્ત થાય છે. પ્ર.૬૬૮ કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ કોને કહેવાય ? ૩.૬૬૮ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના વિચારોમાં મનને પ્રવર્તાવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૬૯-કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ કેટલા ગુણઠાણામાં હોય છે ? ૩.૬૬૯ કુશલ પ્રવૃત્તિરૂપ મનગુપ્તિ બારમા ગુણસ્થાનક સુધી હોય છે. પ્ર.૬૭૦ યોગનિરોધરૂપ મનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૦ મનના વ્યાપારને કુશળ કે અકુશળ સઘળી પ્રવૃત્તિ નિવૃત્તિથી રોકાણ કરવું તે યોગનિરોધ રૂપ મનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૧ યોગનિરોધ રૂપ મનગુપ્તિ કયા ગુણઠાણે હોય છે ? ઉ.૬૭૧ યોગનિરોધરૂપ મનગુપ્તિ એક ૧૪મા ગુણસ્થાનકમાંજ પ્રાપ્ત થાય છે. પ્ર.૬૭૨ વચનગુપ્તિ કોને કહેવાય ? ઉ.૬૭૨ સાવધ વચનનો ત્યાગ કરો બોલવું હોય ત્યારે હિતકારી અને નિરવધ વચન બોલવું તે વચનગુપ્તિ કહેવાય છે. પ્ર.૬૭૩ વચનગુપ્તિ કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૭૩ વચનગુપ્તિ બે પ્રકારની છે.(૧) મૌનાવલંબિની અને વાંગનિયમિની વચનગુપ્તિ. પ્ર.૬૭૪ મૌનાવલંબિની વચનગુપ્તિ કોને કહેવાય ? Page 65 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy