________________
પ્ર.૩૭૦ આકાશાસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેદવાળા કહેલા છે ?
ઉ.૩૭૦ આકાશાસ્તિકાય દ્રવ્ય અપરિણામી, અરૂપી, સપ્રદેશી, ક્ષેત્ર, એક, સક્રિય, નિત્ય, કારણ અકર્તા, સર્વવ્યાપી અને અપ્રવેશી છે.
પ્ર.૩૭૧ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કયા કયા ભેદવાળા છે ?
ઉ.૩૭૧ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય પરિણામી, અજીવ, રૂપી, સપ્રદેશી, અનેક, ક્ષેત્રી, ક્રિયાવંત, અનિત્ય, કારણ, અકર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી છે.
પ્ર.૩૭૨ જીવાસ્તિકાય દ્રવ્ય પરિણામી વગેરે કેટલા કેટલા ભેદવાળા કહ્યા છે ?
ઉ.૩૭૨ જીવાસ્તિકાય દ્રવ્ય પરિણામી છે, જીવ , અરૂપી, સપ્રદેશી અને ક્ષેત્રી, ક્રિયાવંત, અનિત્ય, અકારણ, કર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી કહેવાય છે.
પ્ર.393 કાળ દ્રવ્ય પરિણામી, વગેરે કયા કયા ભેદવાળામાં ગણાય છે ?
ઉ.૩૭૩ કાળ દ્રવ્ય અપરિણામી, અજીવ, અરૂપી, અપ્રદેશી, એક, ક્ષેત્રી અક્રિયાવંત, અનિત્ય, કારણ, અકર્તા, દેશવ્યાપી અને અપ્રવેશી ગણાય છે.
પ્ર.૩૭૪ ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો શું વાંધો આવે ?
ઉ.૩૭૪ ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોય તો જીવ અને પુદ્ગલો ગતિ કરી શકે નહિ, અથવા ગતિ કરી શકે એમ માનીએ તો અલકોમાં પણ ગતિ થાય જ્યારે અલોકમાં એક તણખલા જેટલી ચીજ પણ જઇ શકતી
નથી.
પ્ર.૩૭૫ અધર્માસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય એમ માનીએ તો શું વાંધો આવે ?
ઉ.૩૭૫ અધર્માસ્તિકાય દ્રવ્ય જો જગતમા ન હોય તો જીવ અને પુદ્ગલો ગતિ જ કર્યા કરે અને સ્થિર ન રહી શકે.
પ્ર.૩૭૬ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બન્ને દ્રવ્યો ન હોય તો શું વાંધો આવે ?
ઉ.૩૭૬ જો બન્ને દ્રવ્યો ન હોય તો લોક અને અલોકની વ્યવસ્થા ન થઇ શકે અને પછી કોઇને કોઇ રુપમાં વ્યવસ્થા કરવી તો પડે જ.
પ્ર.399 આકાશાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો શું વાંધો આવે ?
ઉ.399 જો આકાશાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો અનંતા જીવો, અનંતા પરમાણુઓ અને અનંતા સ્કંધો અમુક જગ્યામાં રહી ન શકે, એ દ્રવ્ય છે માટે રહી શકે છે.
પ્ર.૩૭૮ જીવાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો શું વાંધો આવે ?
ઉ.૩૭૮ જીવાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો જે રીતે જગત દેખાય છે, તે રીતે ન દેખાય અને અજીવ દ્રવ્ય જ રહે અને જીવ દ્રવ્ય ન હોય તો જીવ સિવાય કોણ દેખી શકે ? એ પ્રશ્ન છે.
પ્ર.૩૭૯ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય જગતમાં ન હોય તો શું વાંધો આવે ?
ઉ.૩૭૯ જો આ દ્રવ્ય ન હોય તો ત્રણ જગત જે રીતે દેખાય છે તે રીતે દેખાય નહિ, કારણ કે જે કાંઇ દેખાય છે, તે પુદ્ગલ જ દેખાય છે.
પ્ર.૩૮૦ કાળ દ્રવ્ય જગતમાં ન હોય તો શું થાય ?
ઉ.૩૮૦ કાળ દ્રવ્ય જગતમાં ન હોય તો દરેક કામ જે ક્રમવર્તી થાય છે. તે ન થાય અને દરેક કામો એકી સાથે કરવાં પડે.
આ રીતે અજીવ તત્ત્વ પૂર્ણ થયું, હવે પુણ્ય તત્ત્વનું વર્ણન કરાય છે.
Page 38 of 106