________________
પ્ર.૩૫૦ જીવના ગતિ આદિ ૧૦ પરિણામોના ઉત્તર ભેદો કેટલા થાય છે ? કયા કયા?
ઉ.૩૫૦ જીવના ગતિ આદિ પરિણામોના ભેદો પર થાય છે તે આ પ્રમાણે. ગતિ ૪- દેવગતિ, મનુષ્ય, તિર્યંચ, નરક. ઇન્દ્રિય પરિણામ પ- સ્પર્શેન્દ્રિય, રસના-ધ્રાણ-ચક્ષ-શ્રોત્ર. કષાય પરિણામ - ક્રોધ, માન, માયા અને લોભ. વેશ્યા પરિણામ ૬- કૃષ્ણ વેશ્યા, નીલ, કાપોત, તેજો વેશ્યા, પદ્મ લેશ્યા, અને શુકલ લેશ્યા. યોગ પરિણામ ૩- મનયોગ, વચનયોગ, કાયયોગ. ઉપયોગ પરિણામ ૧૨- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન , મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન , મતિ અજ્ઞાન, શ્રત એજ્ઞાન, વિભંગ જ્ઞાન , ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. જ્ઞાન પરિણામ ૮- પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાનરૂપ. દર્શન પરિણામ -૩ મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ. ચારિત્ર પરિણામ ૫- સામાયિક ચારિત્ર, છેદો પસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય અને યશાખ્યાત ચારિત્ર, વેદ પરિણામના ૩ ભેદ- પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ આ રીતે કુલ ૫૩ ભેદો થાય છે. આ બધા ભેદોનું વિશેષ વર્ણન આગળ આવશે.
પ્ર.૩૫૧ પુદ્ગલના પરિણામ કેટલા પ્રકારે કહેલા છે ? કયા કયા ?
ઉ.૩૫૧ પુદગલ પરિણામો દશ પ્રકારના કહ્યા છે. (૧) બંધ પરિણામ, (૨) ગતિ પરિણામ, (૩) સંસ્થાન પરિણામ, (૪) ભેદ પરિણામ, (૫) વર્ણ પરિણામ, (૬) રસ પરિણામ, (૭) ગંધ પરિણામ, (૮) સ્પર્શ પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પીર
પરિણામ, (૯) અગુરુલઘુ પરિણામ અને (૧૦) શબ્દ પરિણામ. તે દશના ઉત્તરભેદ ૪૦ થાય છે. તેનું વર્ણન આગળ આવશે.
પ્ર.૩૫૨ છ દ્રવ્યમાં જીવપણાએ કેટલા દ્રવ્યો છે અને અજીવપણાએ કેટલા છે ?
ઉ.૩૫૨ છ દ્રવ્યમાં એક જીવાસ્તિકાય દ્રવ્ય એ જીવ રૂપે છે અને બાકીના પાંચ કે જે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) કાળ, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) આકાશાસ્તિકાય. આ પાંચેય અજીવ છે.
પ્ર.૩૫૩ છ દ્રવ્યમાં રૂપી દ્રવ્યો કેટલા તથા અરૂપી દ્રવ્યો કેટલાં છે ? અને કયા કયા ?
ઉ.૩૫૩ છ દ્રવ્યમાં એક દ્રવ્ય રૂપી છે અને પાંચ દ્રવ્યો અરૂપી છે. રૂપી દ્રવ્ય પગલાસ્તિકાય અને અરુપી દ્રવ્યો. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) કાળ.
પ્ર.૩૫૪ છ દ્રવ્યમાં જે દ્રવ્યો પ્રદેશોના સમુદાયવાળાં હોય તેવાં કેટલાં છે ? અને અપ્રદેશી એટલે પ્રદેશના સમુદાય વગરના દ્રવ્યો કેટલાં છે ?
ઉ.૩૫૪ છ દ્રવ્યોમાં પાંચ સપ્રદશી છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય અને એક કાળ દ્રવ્ય અમદેશી છે.
પ્ર.૩૫૫ છ દ્રવ્યોમાં એક તથા અનેક જે દ્રવ્યોમાં હોય તેવા દ્રવ્યો કેટલા કેટલા છે ? કયા કયા ?
ઉ.૩૫૫ છ દ્રવ્યોમાં ચાર દ્રવ્યો એક છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય અને (૪) કાળ. આ ચાર એક છે અને જીવાસ્તિકાય તથા પુદ્ગલાસ્તિકાય આ બે દ્રવ્યો. અનેક છે.
પ્ર.૩પ૬ ક્ષેત્ર અને ક્ષેત્રી કોને કહેવાય ? ઉ.૩૫૬ જેમાં વસ્તુ રહે તે ક્ષેત્ર કહેવાય છે અને જે વસ્તુઓ રહેવાની હોય તે ક્ષેત્રી કહેવાય. પ્ર.૩૫૭ છ દ્રવ્યામાં ક્ષેત્ર દ્રવ્ય તથા ક્ષેત્રી દ્રવ્યો કેટલાં છે ? કયા કયા ?
Page 36 of 106