________________
પ્ર.૨૫૮ કાળને અસ્તિકાય જોડીને કાલાસ્તિકાય કેમ ન કહેવાય ?
ઉ.૨૫૮ કાળ એક વર્તમાન સમયરૂપ હાવાથી તેના પ્રદેશો હોતા નથી, તેથી કાળાસ્તિકાય કહી શકાય નહીં, માટે કાળ એ ભેદ જુદો ગણેલો છે.
પ્ર.૨૫૯ અસ્તિકાયવાળા પદાર્થો કેટલા છે ? કયા કયા ?
ઉ.૨૫૯ અસ્તિકાયવાળા પદાર્થો પાંચ છે. તે આ પ્રમાણે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય અને (૫) પુદ્ગલાસ્તિકાય.
પ્ર.૨૬૦ પાંચે અસ્તિકાય પદાર્થો ક્યાં ક્યાં રહેલા છે ?
ઉ.૨૬૦ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ ચારે અસ્તિકાય
પદાર્થો લોકમાં રહેલા છે અને આકાશાસ્તિકાય નામનો પદાર્થ લોક અને અલોક બન્નેમાં રહેલો છે.
પ્ર.૨૬૧ અસ્તિકાયના કેટલા કેટલા ભેદો થાય છે ? કયા કયા ?
ઉ.૨૬૧ અસ્તિકાય હોય તેના ત્રણ ભેદો થઇ શકે છે. તે આ પ્રમાણે. (૧) સ્કંધ, (૨) દેશ અને (૩)
પ્રદેશ.
પ્ર.૨૬૨ સ્કંધ કેટલા પ્રકારના કહ્યા છે ? અને કયા કયા ?
ઉ.૨૬૨ સ્કંધ બે પ્રકારના કહેલ છે. (૧) સ્વાભાવિક સ્કંધ, (૨) વૈભાવિક કંધ.
પ્ર.૨૬૩ સ્વાભાવિક સ્કંધ કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ.૨૬૩ સ્વાભાવિક સ્કંધ ચાર પ્રકારે છે. (૧) જીવાસ્તિકાય, (૨) ધર્માસ્તિકાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય. આ પદાર્થોના કદી પણ વિભાગ પડતા ન હોવાથી સ્વાભાવિક સ્કંધો કહેવાય છે.
પ્ર.૨૬૪ વૈભાવિક સ્કંધના કેટલા ભેદ છે ? કયા ?
ઉ.૨૬૪ વૈભાવિક સ્કંધનો એક પ્રકાર છે. પુદ્ગલાસ્તિકાય રુપ છે, તે પુદ્ગલાસ્તિકાયના અનંતા સ્કંધો થઇ શકે છે, માટે તેને વૈભાવિક સ્કંધ કહેલો છે.
પ્ર.૨૬૫ સ્કંધ કોને કહેવાય ?
ઉ.૨૬૫ વસ્તુનો આખો ભાગ તે સ્કંધ કહેવાય છે, અથવા કોઇપણ વસ્તુને આખી કલ્પીએ તે સ્કંધ કહેવાય છ.
પ્ર.૨૬૬ દેશ કોને કહેવાય ?
ઉ.૨૬૬ સ્કંધની અપેક્ષાએ ન્યૂન અવિભાજ્ય જે ભાગ તે દેશ કહેવાય છે, અર્થાત્ જે સ્કંધ કલ્પેલો હોય છે, તેનો અમુક ભાગ કલ્પવો તેને દેશ કહેવાય છે.
પ્ર.૨૬૭ પ્રદેશ કોને કહેવાય છે ?
ઉ.૨૬૭ સ્કંધનો નાનામાં નાનો જે અંશ હોય છે, જે અંશના કેવલી ભગવંતો પણ બે ભાગ કલ્પી ન શકે, તેવો ભાગ સ્કંધની સાથે રહેલો હોય તેને પ્રદેશ કહેવાય છે.
પ્રદેશ
પ્ર.૨૬૮ ધર્માસ્તિકાયનો જે સ્કંધ છે, તે કેટલા પ્રમાણ વાળો છે ?
ઉ.૨૬૮ ધર્માસ્તિકાયનો સ્કંધ ચૌદ રાજલોક પ્રમાણ છે.
પ્ર.૨૬૯ ધર્માસ્તિકાયનો દેશ છે, તે કેટલા કેટલા પ્રમાણ વાળો છે ?
ઉ.૨૬૯ ધર્માસ્તિકાયના દેશો ઘણા થઇ શકે છે, યાવત્ અસંખ્યાતા પણ થઇ શકે છે, જેમકે એક ન્યૂન, , ત્રણ પ્રદેશ ન્યૂન યાવત્ બે પ્રદેશી જે દેશ તે પણ ધર્માસ્તિકાયનો દેશ કહેવાય
ન્યૂન,
Page 27 of 106
બે પ્રદેશ