________________
પ્ર.૨૨૨ કરણ પર્યાપ્તિનો કાળ કેટલો ?
ઉ.૨૨૨ જીવને જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્યમાંથી કરણ અપર્યાપ્તનો એક અંતમુહૂર્તનો કાળ ન્યૂન કરીએ એટલો કાળ કરણ પર્યાપ્તા જીવનો કહેવાય છે.
પ્ર.૨૨૩ મતાંતરે કરણ શબ્દનો અર્થ શું કર્યો છે ? તેના કારણે દરેક ચારે પ્રકારના જીવો કયા કયા પ્રકારના ગણી શકાય છે ?
ઉ.૨૨૩ મતાંતરે કરણ એટલે ઇન્દ્રિય અર્થ કહેલો છે. તે અર્થ પ્રમાણે ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ કરે એટલે જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે. (અને ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે.) આ અર્થ પ્રમાણે લબ્ધિ અપર્યાપ્તા સઘળા જીવોય કરણ પર્યાપ્ત થયા પછી જ મરણ પામે છે, કોઇ પણ જીવ કરણ અપર્યાપ્ત અવસ્થા કાળમાં મરણ પામતો નથી. કારણ કે ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ દરેક જીવો મરણ પામે છે.
પ્ર.૨૨૪ લબ્ધિ અપર્યાપ્તા જીવને કરણ અપર્યાપ્ત કઇ રીતે કહી શકાય ?
ઉ.૨૨૪ લબ્ધિ અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત કહી શકાય તે આ રીતે, કરણ એટલે ઇન્દ્રિય અર્થ ગ્રહણ કરવાથી લબ્ધિ અપર્યાપ્તો જીવ આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી અને શરીર પર્યાપ્તિ બનાવવાની શરૂઆત કરતો હોય અને જ્યાં સુધી ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી તે લબ્ધિ અપર્યાપ્ત જીવ કરણ અપર્યાપ્ત કહેવાય અને આ અવસ્થા કાળમાં મરણ પામતો નથી, એમ સમજવું. અવશ્ય કરણ પર્યાપ્તો થઇને જ મરણ પામશે.
પ્ર.૨૨૫ લધિ અપયક્તિા જીવને કરણ પર્યાપ્ત જીવ કઇ રીતે કહી શકાય ?
ઉ.૨૨૫ કરણ એટલે ઇન્દ્રિય અર્થ ગ્રહણ કરીએ તો દરેક લબ્ધિ અપર્યાપ્તા જીવો ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ કર્યા વિના મરણ પામતો નથી, તે કારણથી ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થાય એટલે કરણ પર્યાપ્તો થાય છે, તેથી કરણ પર્યાપ્તો કહી શકાય છે.
પ્ર.૨૨૬ લબ્ધિ પર્યાપ્તા જીવને કરણ અપર્યાપ્ત જીવ કઇ રીતે કહી શકાય ?
ઉ.૨૨૬ પૂર્વે બાંધેલા પર્યાપ્ત નામ કર્મનો જે ઉદય તે લબ્ધિ છે, તે કારણથી જે જીવો લબ્ધિ પર્યાપ્ત હોય તે જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે પરંતુ હજી સુધી સ્વયોગ્ય પર્યાતિઓ પૂર્ણ નહી કરેલી હોવાથી તે જીવો કરણ અપર્યાપ્ત કહેવાય છે કે જે પર્યાપ્તિ પૂર્ણ કરવાના જ હોય છે.
પ્ર.૨૨૭ એકેન્દ્રિય જીવોને કેટલી પતિઓ હોય છે ? કઇ ? કઇ ?
ઉ.૨૨૭ એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ અને (૪) શ્વાસોચ્છવાસ આમ ચાર પર્યાપ્તિઓ હોય છે.
પ્ર.૨૨૮ બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને કેટલી કેટલી પર્યાતિઓ હોય છે ? કઇ કઇ ?
ઉ.૨૨૮ બેઇન્દ્રિય આદિ ચાર પ્રકારના જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ.
પ્ર.૨૨૯ સન્ની પંચેન્દ્રિય જીવોને કેટલી પર્યાદ્ધિઓ હોય છે ? કઇ કઇ ?
ઉ.૨૨૯ સન્ની પંચેન્દ્રિય જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પયાતિ, (3) ઇન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ કહેલી છે.
પ્ર.૨૩૦ એકેન્દ્રિય જીવો લબ્ધિ અપર્યાપ્ત ક્યારે કહી શકાય છે ?
*
0
1
Page 23 of 106