________________
ઉ.૧૨૮ સંસારી સઘળા જીવોમાં થોડા ભાગના જીવો પુરુષ વેદના ઉદયવાળા હોવાથી પુરુષ વેદવાળા કહેવાય છે, તેનાથી ઘણા પ્રમાણમાં સ્ત્રીવેદના ઉદયવાળા સંસારી જીવો હોવાથી તે જીવો સ્ત્રીવેદવાળા કહેવાય છે અને તેના કરતાં ઘણાં મોટા પ્રમાણમાં સંસારી જીવો નપુંસક વેદના ઉદયવાળા હોવાથી નપુંસક કહેવાય છે. આ રીતે ત્રણ વેદની અપેક્ષાએ વિચારીએ તો સંસારી જીવો ત્રણ પ્રકારના હોય છે.
પ્ર.૧૨૯ ચાર પ્રકારના સંસારી જીવોની વિવક્ષા કઇ રીતે થાય છે ?
ઉ.૧૨૯ સઘળા સંસારી જીવોમાં થોડા જીવો મનુષ્યગતિના ઉદયવાળા હોવાથી મનુષ્યો કહેવાય છે. ઘણાં જીવો નરક ગતિના ઉદયવાળા હોવાથી નારકીના જીવો કહેવાય છે. ઘણાં દેવ ગતિનાં ઉદયવાળા હોવાથી તેઓ દેવપણાએ ઓળખાય છે, તથા ઘણાં જીવો તિર્યંચ ગતિના ઉદયવાળા હોવાથી તિર્યચપણાએ કહેવાય છે, માટે ચાર ગતિની અપેક્ષાએ સંસારી સઘળા જીવો ચાર પ્રકારના કહેવાય છે.
પ્ર.૧૩૦ સંસારી જીવો પાંચ પ્રકારે હોય છે, તે કઇ રીતે જાણી શકાય ?
ઉ.૧૩૦ કેટલાક સંસારી જીવો એકેન્દ્રિયવાળા હોય છે, કેટલાક સંસારી જીવો બેઇન્દ્રિયવાળા હોય છે, કેટલાક સંસારી જીવો ત્રણ ઇન્દ્રિયવાળા હોય તે તેઇન્દ્રિય કહેવાય છે, કેટલાક સંસારી જીવો ચાર ઇન્દ્રિયવાળા હોય છે તે ચઉરીન્દ્રિય કહેવાય છે અને કેટલાક પાંચ ઇન્દ્રિયવાળા હોવાથી પંચેન્દ્રિય જીવો. કહેવાય છે. આ રીતે સર્વ સંસારી જીવોનો પાંચ ઇન્દ્રિયના ભેદમાં સમાવેશ થવાથી સંસારી જીવો પાંચા પ્રકારના પણ કહી શકાય છે.
પ્ર.૧૩૧ સંસારી જીવો છ પ્રકારના કઇ રીતે જાણી શકાય છે ?
ઉ.૧૩૧ છ પ્રકારના સંસારી જીવોની વિચારણા કરીએ તો કેટલાક સંસારી જીવો પૃથ્વીકાય છે. કેટલાક સંસારી જીવો અપકાય છે, કેટલાક તેઉકાય છે, કેટલાક વાઉકાય છે, કેટલાક વનસ્પતિકાય રૂપ છે અને કેટલાક સંસારી જીવો ત્રસકાય રૂપ હોવાથી સઘળા સંસારી જીવોનો આ છએ પ્રકારમાં સમાવેશ થતો હોવાથી છ પ્રકારના પણ કહેવાય છે.
પ્ર.૧૩૨ ત્રસ જીવો ત્રણ વેદમાંથી કયા વેદવાળા હોય છે ? ચાર ગતિમાંથી કેટલી ગતિવાળા હોય છે ? પાંચ ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયવાળા હોય છે તથા છ કાયમાંથી કેટલી કાયવાળા હોય છે ?
ઉ.૧૩૨ ત્રસ જીવો ત્રણેય વેદવાળા હોય છે ચારેય ગતિવાળા હોય છે, પાંચેય ઇન્દ્રિયવાળા હોય છે, તથા છ કાયમાંથી એક ત્રસકાયવાળા જ હોય છે.
પ્ર.૧૩૩ સ્થાવર જીવો ત્રણ વેદ, ચાર ગતિ, પાંચ ઇન્દ્રિય તથા છ કાય આટલા ભેદોમાંથી કયા કયા ભેદોમાં હોય છે ?
ઉ.૧૩૩ સ્થાવર જીવો નપુંસક વેદ એમ એક જ વેદવાળા હોય છે. તિર્યંચ ગતિવાળા હોય છે, એક ઇન્દ્રિયવાળા હોય છે. તથા પૃથ્વીકાયાદિ પાંચ કાયવાળા હોય છે.
પ્ર.૧૩૪ નપુંસક વેદવાળા જીવો, સંસારી જીવોમાં બે પ્રકા-ત્રણ-ચાર-પાંચ અને છા પ્રકારમાંથી કયા કયા પ્રકારમાં આવેલા છે ?
ઉ.૧૩૪ નપુંસક વેદવાળા જીવો બે પ્રકારના જીવોમાં બંને પ્રકારમાં આવેલા છે. ત્રણ પ્રકારમાંથી નપુંસક વેદમાં જ આવે છે. ચાર પ્રકારમાંથી નરક-તિર્યંચ અને મનુષ્ય ત્રણ ગતિના ભેદોમાં જ હોય છે. પાંચ પ્રકારમાંથી પાંચેય પ્રકારમાં તથા છ પ્રકારના જીવોમાંથી છ એ છ પ્રકારમાં આવે છે.
પ્ર.૧૩૫ પુરુષ વેદવાળા જીવો કયા કયા પ્રકારમાં ઘટી શકે છે ?
Page 13 of 106