________________
તેનંતા-તી દ્વા, અળાનયદ્વા અનંત મુળા ||૭૪||
ભાવાર્થ :- અનંતઉત્સર્પિણી તથા અનંતઅવસર્પિણીનો એક પુદ્ગલ પરાવર્તકાળ જાણવો. એવા અનંત પુદ્ગલ પરાવર્તનો અતીતકાળ અને તેથી અનંતગુણો, અનાગતકાળ (ભવિષ્યકાળ)
છે.
||૫૪||
?
પ્ર.૯૮૮ એક પુદ્ગલ પરાવર્તકાળ એટલે કેટલો કાળ ?
૩.૯૮૮ એક પુદ્ગલ પરાવર્તમાં અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણી જેટલો કાળ થાય છે. પ્ર.૯૮૯ ભૂતકાળમાં કેટલા પુદ્ગલ પરાવર્ત જેટલો કાળ ગયો ? ભવિષ્યકાળ કેટલો બાકી છે
ઉ.૯૮૯ અનંત પુદ્ગલ પરાવર્ત જેટલો ભૂતકાળ પસાર થયો છે અને ભૂતકાળ કરતાં અનંતગુણો ભવિષ્ય કાળ બાકી છે.
जिण अजिण तित्थ तित्था, गिहि अन्न सलिंगथी नरनपूंसा,
पत्तेय समं बुद्धा बुद्ध बोहिय इक्क- णिक्काय ||१५||
ભાવાર્થ :- જિન, અજિન, તીર્થ, અતીર્થ, ગૃહસ્થ, અન્યલિંગ, સ્વલિંગ, સ્ત્રી, પુરૂષ, નપુંસક, પ્રત્યેક બુધ્ધ, સ્વયંબુધ્ધ, બોધિત સિધ્ધ એક અને અનેક એમ ૧૫ પ્રકારના સિધ્ધ છે.
પ્ર.૯૯૦ જિન સિધ્ધ કોને કહેવાય ?
૩.૯૯૦ તીર્થંકર પદવી પામીને જે જીવો મોક્ષે જાય એટલે કે તીર્થંકર થઇને જે મોક્ષે જાય તે જિન સિધ્ધ કહેવાય છે.
પ્ર.૯૯૧ અજિન સિધ્ધ કોને કહેવાય ?
ઉ.૯૯૧ તીર્થંકર પદવી પામ્યા વિના સામાન્ય કેવલિ થઇને મોક્ષે જાય તે અજિન સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૨ તીર્થ સિધ્ધ કોને કહેવાય છે ?
ઉ.૯૯૨ તીર્થંકર ભગવંતો વળજ્ઞાન પેદા થયા પછી ચર્તુવિધ સંઘની સ્થાપના કરે છે તે તીર્થ કહેવાય છે. એવા તીર્થની સ્થાપના થયા પછી જે જીવો મોક્ષે જાય તે તીર્થસિધ્ધ કહેવાય છે.
પ્ર.૯૯૩ અતીર્થ સિધ્ધ કોને કહેવાય ?
ઉ.૯૯૩ તીર્થની સ્થાપના થયા પહેલા અને તીર્થનો વિચ્છેદ થયા પછી જે મોક્ષે જાય તે અતીર્થ સિધ્ધ કહેવાય છે.
પ્ર.૯૯૪ અન્ય લિંગ સિધ્ધ કોને કહેવાય ?
ઉ.૯૯૪ અન્ય દર્શનીઓના સાધુ વેશમાં એટલે તાપસ પરિવ્રાજક આદિ વેષમાં રહ્યા છતાં ભાવથી સાધુપણું પ્રાપ્ત કરીને મોક્ષે જાય તે અન્ય લિંગ સિધ્ધ કહેવાય છે.
પ્ર.૯૯૫ પ્રત્યેક બુધ્ધ સિધ્ધ કોને કહેવાય ?
ઉ.૯૯૫ સંધ્યાના પલટાતા ક્ષણિકરંગ આદિ નિમિત્તથી વૈરાગ્ય પામીને મોક્ષે જાય તે પ્રત્યેક બુધ્ધ સિધ્ધ કહેવાય છે.
પ્ર.૯૯૬ સ્વયં બુધ્ધ સિધ્ધ કોને કહેવાય ?
૩.૯૯૬ કોઇપણ નિમિત્ત વિના અને ગુરુના ઉપદેશ વિના સ્વયં વૈરાગ્ય પામી મોક્ષે જાય તે સ્વયં બુધ્ધ સિધ્ધ કહેવાય છે.
પ્ર.૯૯૭ બુધ્ધ બોધિત સિધ્ધ કોને કહેવાય ?
Page 103 of 106