________________
ઉ.૯૬૨ અનેક જીવોને આશ્રયીને સિધ્ધનો કાળ અનાદિ અનંત કહેલો છે કારણ કે અનાદિ કાળથી સિધ્ધ થનારા જીવો હોવાથી, અનાદિ અને અનંતકાળ રહેવાના હોવાથી અનંતકાળ કહેવાય છે. પ્ર.૯૬૩ સિધ્ધના જીવનું આંતરૂં કેટલું છે ?
૩.૯૬૩ સિધ્ધ થયા પછી ફરીથી સંસારી થવાનો અભાવ હોવાથી તેઓનું આંતરૂં એટલે અંતર હોતું નથી કારણ કે સિધ્ધપણામાંથી પડવાનો અભાવ હોય છે.
सव्वजियाण मणंते भागे ते तेसिं दसणं नाणं, खइये भावे परिणामिए पुण होइ जीवत्तं ||४९||
ભાવાર્થ :- સિધ્ધના જીવો સંસારી જીવોના અનંતમા ભાગે છે. જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે અને જીવપણું પારિણામિક ભાવે હોય છે.
પ્ર.૯૬૪ સિધ્ધના જીવો સંસારી જીવોથી કેટલા કહેલા છે ?
ઉ.૯૬૪ સિધ્ધના જીવો સંસારી જીવોથી અનંતમા ભાગ જેટલા કહેલા છે.
પ્ર.૯૬૫ ભાવદ્વારમાં ભાવો કેટલા પ્રકારના છે ? કયા કયા ?
૩.૯૬૫ ભાવ પાંચ પ્રકારના કહ્યા છે. (૧) ઉપશમભાવ, (૨) ક્ષાયિકભાવ, (૩) ક્ષયોપશમભાવ, (૪) ઔદારિકભાવ અને (૫) પારિણામિક ભાવ.
પ્ર.૯૬૬ ઉપશમભાવના કેટલા ભેદ છે ? કયા કયા ?
૩.૯૬૬ ઉપશમ ભાવના બે ભેદ છે. (૧) ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર.
પ્ર.૯૬૭ ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ?
ઉ.૯૬૭ ક્ષાયિક ભાવના નવ ભેદ કહેલા છે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) ક્ષાયિક સમ્યક્ત્વ, (૪) ક્ષાયિક ચારિત્ર, (૫) દાનલબ્ધિ, (૬) ભાવલબ્ધિ, (૭) ભોગલબ્ધિ, (૮) ઉપભોગલબ્ધિ, (૯) વીર્યલબ્ધિ.
પ્ર.૯૬૮ ક્ષયોપશમ ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ?
ઉ.૯૬૮ ક્ષયોપશમ ભાવના ૧૮ ભેદ છે તે આ પ્રમાણે. (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) મતિઅજ્ઞાન, (૬) શ્રુતઅજ્ઞાન, (૭) વિભંગજ્ઞાન, (૮) ચક્ષુદર્શન, (૯) અચક્ષુદર્શન, (૧૦) અવધિદર્શન, (૧૧) દાનલબ્ધિ, (૧૨) લાભલબ્ધિ, (૧૩) ભોગલબ્ધિ, (૧૪) ઉપભોગલબ્ધિ, (૧૫) વીર્ય લબ્ધિ, (૧૬) ક્ષયોપશમ સમ્યક્ત્વ, (૧૭) સર્વ વિરતિ અને (૧૮) દેશ વિરતિ.
પ્ર.૯૬૯ ઔદયિક ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ?
૩.૯૬૯ ઔદયિક ભાવના ૨૧ ભેદ છે તે આ પ્રમાણે. ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, (વેદ-૩) મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું અને લેશ્યા ૬. આ ૨૧ ભેદે ઔદયિક ભાવ છે.
પ્ર.૯૭૦ પારિણામિક ભાવના કેટલા ભેદ છે ? કયા કયા ?
ઉ.૯૭૦ પારિણામિક ભાવના ત્રણ ભેદ છે. (૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ.
પ્ર.૯૭૧ ઔપશમિક ભાવ કેટલા કર્મોનો હોય છે ?
ઉ.૯૭૧ ઔપશમિક ભાવ એક જ મોહનીય કર્મનો હોય છે. બીજા કર્મનો હોતો નથી.
પ્ર.૯૭૨ ક્ષાયિક ભાવ કેટલા કર્મનો હોય છે ?
ઉ.૯૭૨ ક્ષાયિક ભાવ આઠે કમનો હોય છે. પ્ર.૯૭૩ ક્ષયોપશમભાવ કેટલા કર્મનો હોય છે ?
Page 100 of 106