________________
પરિશિષ્ટ-૩
જ્ઞાનનાં અમોધ સાધન
જ્ઞાન નિર્મળ છે, પવિત્ર કરનાર છે, અશુભમાંથી બચાવનાર છે, તારનાર છે, પણ તે આચરાય તો જ. ગતમાં જ્ઞાન થનારાની ખોટ નથી. સૌ જ્ઞાનનો ઉપદેશ ઓછો વધતો બીજાને આપી શકે છે, પણ જે જ્ઞાન ત કહે છે તે પોતે આચરી શક્તો નથી. જેમ જમ્યા વગર ભૂખ-મટતી નથી, તેમ જ્ઞાનનું આચરણ ર્યા વિના ફળ મળતું નથી. તેથી જ્ઞાનને આચરણમાં મૂક્યું. જેટલું જ્ઞાનનું આચરણ ને જેટલો ભોગનો ત્યાગ, તેટલું સુખ. જે જ્ઞાન થાય છે તેનો ક્લેનાર તે જ્ઞાનથી આચરણહીન હોય તો વ્હેલું જ્ઞાન સાંભળનાર પર અસર કરતું નથી. જ્ઞાનને આચારમાં ઉતારવાનો અભ્યાસ કરવા નીચે લખેલા કોઇ ને કોઇ સુગમ લાગે તે નિયમ પ્રથમ લેવા ને તેને આગ્રહપૂર્વક પાળવા. એક આગ્રહપૂર્વક પળાયેલો નિયમ બીજા અનેક નિયમ પાળવાનું બળ આપે છે. એક સદ્ગુણ અનેક સદ્ગુણો લાવે છે. એક દુર્ગુણ અનેક દુર્ગુણ લાવે છે. નિયમો નીચે પ્રમાણે છે. (૧) સત્ય બોલવું :
જે જાણતા હોઇએ તે બોલવું. બરાબર જાણીને સમજીને બોલવું. અન્યથા કદી કોઇ સંજોગોમાં ન જ બોલવું. કેટલાક કહે છે કે, કોઇનો પ્રાણ બચાવવા, આજીવિકાના નાશના પ્રસંગે, વિવાહ પ્રસંગે, ઉપહાસમાં, ને સ્ત્રીના પ્રસંગમાં અસત્ય બોલવામાં વાંધો નથી. આ વાત વહેવારકુશળતાની નીતિ માટે છે, ધર્મ માટે નથી જ, સત્યના વ્રતવાળા માટે નથી જ. સત્યના વ્રતવાળો કોઇ પણ સંજોગોમાં ગમે તેના ભોગે અસત્ય ન જ બોલે. આખા બ્રહ્માંડના નાશ કરતાં સત્યનો નાશ વિશેષ મિંતી છે. સત્યનું તપોબળ, સત્યનું તેજ અપરિમિત છે. તેના તેથી અનેક વિઘ્નોનો નાશ થાય છે. સત્યવાદીનું રક્ષણ સત્ય જ કરે છે. માટે આ નિયમવાળાએ સત્ય ન જ તજ્યું.
(૨) પ્રિય બોલવું -
આ એક સુંદર વશીકરણ છે. પ્રિયવાદી સૌને પ્રિય લાગે છે. પ્રિય બોલવું એટલે ખોટી ખુશામત કરવી, એમ નહીં. પ્રિયવાદીથી અસત્ય ન જ બોલાય. પ્રિયવાદી જે બોલે તે કોમળ મીઠી વાણીમાં બોલે. સામાને આઘાત ન પહોંચે તેવી વાણી બોલે. પ્રથમના ઇતિહાસોમાં કોઇક રાજાને પ્રિયવાદી કહેલા છે. કોઇ સત્યવાદી હતા, કોઇ મિથ્યાવાદી હતા, આ એકેક નિયમના બળે તેમનામાં અનેક સામર્થ્ય હતાં. ઠગ પ્રિય વાણીથી ઠગે છે. વેપારી મીઠું બોલી છેતરે છે. પ્રિય વચનમાં એટલું બધું સામર્થ્ય છે કે તેથી સામો પોતાનું હિત-અહિત શામાં છે તે માપી શકતો નથી,ત્યારે સૌનું હિત ઇચ્છતો સત્યયુક્ત પ્રિય બોલતો હોય, તેનો કેટલો પ્રતાપ હોય ? અપ્રિય કોઇને ગમતું નથી. તિરસ્કાર, કઠણ વચન, ગાળ વગેરે પશુને પણ ગમતાં નથી, પશુ પણ પ્રિય વાણીથી આનંદમાં આવે છે. તો પ્રિય બોલવાનો નિયમ રાખવાથી અનેક શુભ થાય છે.
(૩) હિત બોલવું :
સામાનું અહિત થાય, તેવું ન જ બોલવું. તો સત્ય, પ્રિય ને હિતકર ને તે ન બને તો મૌન રહેવુ. સાચાનું જુઠું થાય તેવું ન ઇચ્છાય, ન વદાય ને ન આચરાય. સત્ય, પ્રિય ને હિતકર વચન વદવાનું તપ
Page 231 of 234