________________
ત્યાગ કરો. સાધનાને માર્ગે શાંતિથી આગળ વધ્યે જાઓ. તેમાં નિયમિત બનો. એક પણ દિવસના અંતરાય વગર તમારા આધ્યાત્મિક અભ્યાસમાં આગળ ધપ્યું જાઓ. ધીરે ધીરે શકિતનો સંચય થશે અને તેની વૃદ્ધિ થતી જશે. અંતે, સાધનાના પથમાં કરેલા સતત પ્રયત્નોથી તથા ધીરજ અને ખંતના પરિપાકરૂપે જીવનના લાંબા ગાળે એક ધન્ય પળે આ સાધના પરમ આનંદના સાક્ષાત્કાર સ્વરૂપે ફળદાયી બનશે.
સાધના નિયમિત, સતત, અતૂટ અને સાચા દિલની હોવી જોઇએ. જો તમારે આત્મસાક્ષાત્કાર ઝડપથી પ્રાપ્ત કરવો હોય તો એકલી નિયમિતતા જ નહીં પરંતુ સાધના અને ધ્યાનનું સાતત્ય પણ નિતાંત આવશ્યક છે. એક વખત આધ્યાત્મિક ઝરણું વહેતું થયા પછી તે કદાપિ સુકાતું નથી, સિવાય કે આગળના માર્ગમાં વિન આવે અથવા બંધિયાર બની જાય. વાસનાના આંતર-પ્રવાહનો નાશ કરો ને નિયમિત ધ્યાન ધરો. આધ્યાત્મિક પ્રગતિનાં વિઘ્નો :
ઘણી વાર સાધક આગળ વધી શકતો નથી. ઘણી વાર સિદ્ધિની લાલચે તે બીજા રસ્તા ઉપર ચઢી જાય છે. અને પોતાનો રસ્તો છોડી દે છે. આથી તે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે. ઘણી વખત તે ખોટો સંતોષ માની બેસે છે.
ઘણી વખત એ એમ માને છે કે પોતે અંતિમ લક્ષ્ય પહોંચી ગયો છે અને તેથી સાધના બંધ કરે છે. કોઇ વાર તે કાળજી વિનાનો અને આળસુ બની જાય છે તેથી સાધના કરી શકતો નથી. માટે વહાણના કમાનની માફક, ઓપરેશન કરતા સર્જનની માફક સદા ખૂબ જ સાવચેત રહો.
આધ્યાત્મિક પથ વિઘ્નોની ભરપૂર છે. જેવા તમે એક વિઘ્ન પાર કરો કે તરત જ બીજું વિઘ્ન તૈયાર જ હોય છે. તમે સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ મેળવો કે તરત જ બીજી ઇન્દ્રિય બમણા વેગથી તમને હરાવવા તત્પર જ હોય છે. તમે લોભ દૂર કરો કે તરત જ ક્રોધ તમને હેરાન કરવા તૈયાર જ હોય છે. અહંકારને એક બારણેથી બહાર કાઢો તો બીજા બારણેથી હાર ! માટે અખૂટ ધીરજ, ખંત અને અતૂટ તાકાત આવશ્યક છે.
દ્રઢ મનોબળવાળા બનો. લોકો તમારી મશ્કરી કરશે. છતાં પણ શાંત રહો. લોકો તમાઅપમાન કરશે. લોકો તમારા માટે ખોટી અફવા ફેલાવશે, છતાં પણ શાંત રહો ને આધ્યાત્મિક પથને પકડી રાખો. સત્ય જ્યાં લઇ જાય ત્યાં જાઓ અને તેની ગમે તેટલી કિમંત ચૂક્વવી પડે તો ચૂક્યો. હમણાં જ સાધના શરૂ કરો :
હમણાં જ કાર્ય કરો. હમણાં જ જીવન શરૂ કરો. હમણાં જ જ્ઞાન પ્રાપ્ત કરો. અત્યારે જ સુખી બનો.
પ્રત્યેક મૃત્યુ ચેતવણી રૂપ છે. ઘંટનો પ્રત્યેક રણકાર ‘તમારો અંત નજીક છે' તેનું સ્મરણ કરાવે છે. જીવનનો પ્રત્યેક દિવસ તમારી કીમતી જિદંગીને લૂંટે છે. તેથી સતત સાધનામાં નિમગ્ન રહેવામાં તમારે દિલથી લાગી જવું જોઇએ.
નિષ્ફળ શોના શિકાર ન બનો. આજનો દિવસ શુભ છે. આજનો દિન તમારા નવા જન્મનો દિવસ છે. અત્યારે જ સાધના શરૂ કરો. ભૂતકાળની ભૂલોને અત્યારે જ છેલ્લી સલામ પાઠવો. તમે તમારા પાઠ શીખી ગયા છો. નવી આશા, નવો ઉત્સાહ અને નવા નિશ્ચય સાથે આગળ ધપો.
ગભરાશો નહીં. શંકા ન લાવો. તમારા સમયનો દુર્વ્યય કરવાને બદલે સાધનાના રસ્તે આગળ વધવા કમર કસો. તમારામાં અખૂટ શકિત પડી છે. તમારામાં અખૂટ શકિતસંચયનો ખજાનો છે, તેથી
Page 229 of 234