________________
શું કામ છે ? અમે બધા પ્રાર્થના કરવા માટે બેઠા છીએ. તું આવ્યો ને પાછો કામ બતાવવા લાગ્યો. તારા બાપા કેમ નથી આવ્યા ?
એ વાડીએ નવા કૂવાનું કામ કરાવી રહ્યા છે. પણ એમણે ગાડું ભરીને પોતાની પ્રાર્થનાઓ મોક્લી છે તે તમે બધા એમને મંદિરમાં લાવવામાં મને મદદ કરો.
ગાડું ભરીને પ્રાર્થનાઓ ? ચકિત થયેલા પૂજારીએ પૂછયું.
હા, મારા પિતાજીએ ગરીબો માટે ઘઉં, બાજરી, ચોખા અને કઠોળના કોથળા તેમ જ બટાટા વગેરે મોક્લી આપીને કહ્યું છે કે મારે કામ છે એટલે હું પ્રાર્થનામાં નથી આવી શકતો, પણ મારી પ્રાર્થનાઓ મોકલી આપું છું.
ઘણું કહેવું છે ને કંઇ કહેવું નથી. ના હું તો અસંતોષ રહેશે. કહીશ તો મજા મારી જશે. ના ભઇ ના, મૌન રહી જાઉ આ વાત ઉપર. ગાડું ભરેલી પ્રાર્થનાઓની વાતના સ્મરણે જબરો કેફ ચડાવી દીધો છે. ભગવાન, તારી બલિહારી ! જીભની પ્રાર્થના સારી છે. પણ હૈયું ને હાથ એ પ્રાર્થનામાં જોડાય તો...ભયોભયો !
ભગવાન તમારી પ્રાર્થનાનો જવાબ આપવા માટે એના વિશ્રામભવનમાંથી સીધી જ ઊતરી આવશે એમ માનતા નહીં. એ ખદ તમારો ઉપયોગ પણ કરે. એ તમને તૈયાર કરવા માગે. આ માટે તમારે તૈયાર રહેવું જોઇએ. ભગવાન જો તમારી ભૂમિકાને ઊંચી લેવા માંગતો હોય ને તમારા દ્વારા તમારી પ્રાર્થનાનો જવાબ આપવા ઇચ્છતો હોય તો તમારે એને પૂરો સહકાર આપવો જોઇએ. જોજો પાછા આનો ભાર રાખતા ! એનો પણ આનંદ માનજો ને પ્રેમાળ જ્વાબદારી માટે તૈયાર રહેજો.
ધ્યાન, દુરિતનો નાર, યોગ્ય આત્મસંકેત અને પ્રશાન્ત શ્રવણ એ પ્રાર્થનાના ચાર પગથિયાં છે. પણ લંબાણભયે એ સુંદર પાસાનું પૃથક્કરણ અહીં નહીં કરીએ. આપણે તો આટલું જ યાદ રાખવાનું કે પ્રાર્થનામાં આપણું અંતર રેડી નાખવાનું છે. પ્રભુ જવાબ આપે છે જ એ શ્રદ્વા છોડવાની નથી. એના માર્ગદર્શનને ઝીલવાનું છે. જ્વાબમાં વાર થાય તો અકળાવાનું નથી. પ્રાર્થનામાં જીભની સાથે હાથ અને હૈયાનો સહકાર પણ આપવાનો છે. આપણામાં જે કોઇ અવરોધ લાગતા હોય એમને કાઢવાના છે. ને એક મહાનું રહસ્ય ક્યારેય ભૂલવાનું નથી કે જગતમાં ત્રણ જ શકિતઓ શ્રેષ્ઠ છે : ભગવાનની, પ્રાર્થનાની અને શ્રદ્ધાની. એમનો ઉપયોગ કરો અને જે જોઇએ તે પામો. પરમાત્માને પરમ કલ્યાણની બધી ખબર છે. એ તમારું મંગલ જ કરશે. પ્રાર્થના કરો ને સુખી થાઓ તે મારી પ્રાર્થના !
Page 223 of 234