SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ એ વખતે તું કયાં હતો ? નાટકની ટિકિટ ખરીદનારાઓની લાઇનમાં ઊભો હતો. હા પ્રાર્થના માટે ગા તો સરસ પસંદ કરી. મારી ધારણા પ્રમાણે તારે ટિકિટ જોઇતી હતી એટલે જ ને ? હા, પણ મારો નંબર આવ્યો ને બારી બંધ થઇ ગઇ. ભગવાન છે જ નહીં. આવી મુદ્ર બાબતો ઉપરથી ભગવાનને એના સિંહાસનેથી રૂખસદ આપી દેનારાઓની સંખ્યા ઘણી મોટી છે. એમને એ પણ ખબર નથી હોતી કે પ્રાર્થના શાને માટે કરવી, કયાં કરવી, પ્રાર્થનાનું પણ કોઇ સ્તર છે, પ્રભુનો પણ કોઇ મહિમા છે. પ્રાર્થના માટે કોઇક સ્થળ તો હોવું જોઇએ. આનો અર્થ એવો નથી થતો કે માત્ર મંદિરમાં મૂર્તિ સામે, પ્રતીકો સામે, ભવ્ય સ્થળમાં કે ખાસ તૈયાર કરેલી જગાએ પ્રાર્થના કરી શકાય, જાહેરમાં બસમાં, ગાડીમાં, ટોળાની વચ્ચે, ગંભીર જરૂર પડે તો ગમે ત્યાં ગમે ત્યારે પ્રાર્થના થઇ શકે. પણ એ વખતે પ્રાર્થના માટેની આંતરિક ભૂમિકા આપણે તૈયાર કરી શકીશું ખરા ? જે શાંતિ અને સમતા જોઇએ એ મનમાં પ્રગટાવી શકાશે ખરી ? એટલા માટે જ પ્રાર્થનામાં એકાંત સ્થળનું મહત્વ બતાવવામાં આવ્યું છે. બીજું કંઇ નહીં તો એક એવો ખૂણો પણ હોય જ્યાં અવરજવર નહીવત હોય. ત્યાં બેસીને પણ પ્રાર્થના કરવાથી ચિત્તવૃત્તિને એકાગ્ર કરવાનું વધારે સરળ બને છે, પરમાત્મા અંદર બેઠેલો છે. અને આપણે બહાર રઝળતા મનથી પ્રાર્થના કરવા લાગીએ તેનો શો અર્થ ? - પ્રાર્થના માટે બહાર એકાંત ગા કે એલખૂણો મળે એના કરતાં પણ પોતાના અંતરના એકાંતે પ્રવેશી શકાય એ વધારે જરૂરી છે. દરેક માનવીના હૃદયમાં આવીસુંદર જગા હોય છે જ. માણસ જ્યારે આ ગા પ્રતિની અંર્તયાત્રા કરવાનું શરૂ કરે અને ક્રમશ: એમાં નિષ્ણત થાય ત્યારે એને આ એકાન્ત નિવાસનો આનંદ માણવાનું વધુ ફાવે છે. પ્રાર્થનાનો શ્રેષ્ઠતમ લાભ તો જ એ લઇ શકે. આ ના ફાવતું હોય તો શીખી લેવું રહ્યું. પ્રાર્થનાનો વિચાર કરીએ ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. અનેક સ્પષ્ટતાઓ જરૂરી બની જાય છે. એમાં સહુથી મોટો પ્રશ્ન આવે છે પ્રાર્થનાની નિષ્ફળતાનો. હું એ પ્રશ્નને જુદી રીતે જોઉં છું. એક જાણીતી વાત. એક ભાઇને ત્યાં આગ લાગી. એટલે એ કૂવો ખોદાવવા નીકળી પડ્યા. લોકોએ એમને મૂર્ખશિરોમણિ નો ઇલ્કાબ આપ્યો. કંઇક આવી જ ભૂલ આપણે કરીએ છીએ. પાણીનું મૂલ્ય અને અગ્નિનું જોખમ જાણનારાએ પાણીની વ્યવસ્થા પહેલી કરવી જોઇએ. પ્રાર્થના દ્વારા પ્રશ્નો ઉકેલવા હોય તો પ્રશ્નોનો ઢગલો થાય અને સમસ્યા એકદમ જલદ બને પછી જ પ્રાર્થના શરૂ કરવાની કેટલાકની રસમ હોય છે. એ વખતે મન કેટલું વ્યગ્ર હોય ! જો કે એક અનુભવીના જણાવ્યા મુજબ આ સમય પ્રાર્થના શીખવા માટેનો ઉત્તમ સમય હોય છે. કેવી રીતે ? માણસને ભગવાનની સહાયની તાતી જરૂર હોય છે. એટલે આસમાની-સુલતાની વખતે એ વધારે ઊંડાણથી પ્રાર્થના કરશે. પરીક્ષાને સમયે વિદ્યાર્થીઓ વધારે એકાગ્રતાપૂર્વક વાંચે છે એમ ? હાં કંઇક એવું જ. Page 219 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy