________________
દલીલ નથી, પણ છતાં જોકે એવી ઘાંચ નથી, પ્રભુ તમારી ઇચ્છા પ્રમાણે કરીશ એવો સીધોસાદો સમર્પણભાવ છે. ગીતાએ પ્રબોધ્યું છે તેમ, આવા કલ્યાણપથના પ્રવાસીનું કદી અમંગલ થાય ખરું કે
પ્રાર્થના એ ભીખ નથી. એ તો છે આપણો અનન્ય અધિકાર. એના દ્વારા આપણે સર્વેશ્વરનો સહારો મેળવી શકીએ. ઠીંગણો, માણસ પર્વતના શિખર ઉપર ચડી જાય ત્યારે એની ઊંચાઇ વધી ગઇ છે એમ ના સ્વીકારીએ તો પણ એની દ્રષ્ટિનો વ્યાપ અનેક ગણો વધી ગયો છે એમ તો સ્વીકારવું જ પડે.
કાકાસાહેબ કાલેલકર એક યુવન્ને કહે : તારી મર્યાદા ઓગાળવાનું તું મને પૂછતો હતો ને ? હા, એ મારો ગંભીર પ્રશ્ન છે.
તો એ પ્રશ્નના ઉકેલ માટે તું પ્રાર્થનાનો ઉપયોગ કર. તારી તમામ સીમાઓ ઓગળી જશે ને તું સાચા જીવનનો ભોગવનાર બનીશ.
પ્રાર્થનામાં આ અને બીજી અનેક શકિતઓ ભરેલી છે. યોગ્ય ઉપયોગ કરતાં એનાથી મુસીબતો જાય ને રાહત મળે એવો અનુભવ થાય ને થાય જ. આજ સુધીમાં અનેક લોકોએ આ અનુભવ કર્યો છે,
તો આપણે પણ એ પ્રાર્થનાનું બળ કેમ ના અજમાવીએ ? દર્શનીય દીપ :
સતત ઝઘડતાં જ રહેતાં સુશીલાબેનને પ્રાર્થનાનો રસ્તો મળ્યો ત્યારે એ તો ધન્યતાનો જ અનુભવ કરી રહ્યાં. એમની એકની એક પુત્રી વંદના કહે :
મમ્મી, તે પ્રાર્થના શરૂ કરી ને લાભ મને મળ્યો. કેમ ના મળે? પ્રાર્થનાનો દીવો તો આપણા ઘરમાં થયો ગણાય ને ?
બસ, પ્રાર્થનાનો દીવો કરવાની જ વાત છે ને ! એ જ્યારે પણ થાય ત્યારે અજવાળાં આપે જ આપે. પ્રાર્થના આત્માનીબારી છે એ એક એવું માધ્યમ છે કે જે અંધકારને હઠાવે છે પ્રકાશને પ્રગટાવે છે. એ આત્માને ઉજ્જવળ કરે છે ને જીવનને જ્યોતિર્મય બનાવે છે. અંતરની આરત :
મારે પ્રાર્થના કેવી રીતે કરવી જોઇએ ? સ્વામી ચિન્મયાનંદને એક જર્મન શિષ્ય પૂછયું. પૂરા હૃદયથી, સાચા ભાવથી. એ સાચું પણ પ્રાર્થના કેમ બેસીને કરવી જોઇએ. એ પૂછું છું.
ફાવે તે રીતે બેસવું. વ્યવસ્થિત આસન અને એકાન્ત હોય તો સારી વાત છે. પણ એ અનિવાર્ય નથી જ. તમારા અંતરમાં પ્રાર્થના માટેનો ઊંડો ઉન્મેશ જાગે એ જ મહત્વનું છે.
આ ઉન્મેષ એટલે અંતરની આરત. મીરાં કહેતી તેમ, ઐસી લગન લગાઓ, કાં તું જાસી ઐસી લગન લગાઓ. રોમરોમમાં આ રણકાર જાગે ત્યારે પ્રાર્થનાની ઉચ્ચતમ અવધિ આવી ગઈ ગણાય. ઇચ્છાની અભિવ્યક્તિ :
કેટલાક લોકોને આવી આરત ઊગતાં વાર લાગે છે. એ પ્રાર્થનામાં સરળ ભાવે પોતાની ઇચ્છાઓ જ રજૂ કરે તો પણ ચાલે.
ઇમર્સન કહેતો : પોતાની નવી નવી ઇચ્છાઓની જાહેરાત કરતાં પહેલાં માણસે પરમાત્માએ અગાઉ કઇ કઇ ઇચ્છાઓ પૂરી કરેલી તે માટે ખૂબ આભાર માનવાનું રાખવું જોઇએ.
Page 214 of 234