________________
તરત જ પ્રાર્થના શરૂ કરી. એ પરમાત્માને રાત દિવસ પ્રાર્થવા લાગ્યા કે, પ્રભુ, આ લોકોનું હૃદય પરિવર્તન
કરાવ અથવા મને ઉપાડી લે. એમની પ્રાર્થના પરમાત્માએ સાંભળી જ.
આ હતું અનન્ય નિષ્ઠાનું પરિણામ.
અરવિદાશ્રમવાળી શ્રી માતાજી પ્રાર્થનાનાં પરમ આગ્રહી હતાં. પ્રાર્થના અને ધ્યાન વિશેનું તેમનું ફ્રેન્ચ પુસ્તક આ ક્ષેત્રમાં એક અનન્ય પ્રદાન ગણાય છે.
સરલ નામનો એક સાધક હે : મારે આત્મસાક્ષાત્કાર કરવો છે ને સખત શરદી થઇ છે. મારે શું
કરવું ?
તારા આ બેય પ્રશ્નોના જ્વાબ તને પ્રાર્થનામાંથી જ મળી જશે. અનન્યભાવથી પ્રાર્થનામાં લાગી જા. શરદી ને અજ્ઞાન બેય ટળી જશે. માતાજીએ હસીને જ્વાબ આપ્યો.
એમની વાત સો ટકા સાચી. દિવ્યતમ બળ ધરાવનારી ને ઉપયોગમાં સરળ પ્રાર્થના પ્રત્યેક સમસ્યા ઉકેલી શકે છે. આપણે તેની કળા જ જાણવાની છે.
સુંદર સમન્વય :
એવરેસ્ટવિજેતા સર લેઇ હન્ટને તેમની આ મહાન સિદ્ધિ બદલ સન્માનવાનો એક સમારંભ યોજ્વામાં આવેલો.
તમે તો મહાન સિદ્ધિ મેળવી આવ્યા. વિદેશી મહેમાને કહ્યું.
પ્રભુની કૃપા. હન્ટે વિનમ્રતાથી જ્વાબ આપ્યો. પ્રભુની કૃપા ?
હું સમજી શકું છું કે મારા મોંએ આ શબ્દો સાંભળતાં તમને આશ્ચર્ય થાય છે. પણ આ એક હકીકત છે કે પ્રભુની કૃપા વગર અમે સફળ થઇ જ ના શક્યા હોત.
આપની આસ્થા જોઇને મને આશ્ચર્ય થાય છે.
હું કોઇ બરા આધ્યાત્મિક જ્ઞાનવાળો કે પરમ આસ્તિક હોવાનો દાવો કરવા માંગતો નથી. પણ અમારા આ મહાન ગણાયેલા કાર્યમાં પ્રાર્થના ખૂબ જ ઉપયોગી થઇ હતી એ સ્પષ્ટ કહેવું જોઇએ.
આ તો એક સમાચાર હેવાય.
એ જે ગણો તે. અમે જ્બુરું આયોજન કરેલું એ બૂલ. તો અમે સફળ થઇશું જ એવો આશાવાદ પણ સતત રાખેલો. વળી અમારા આખા જુથનો સહકાર અનોખો હતો. પણ મારા મતે અમારી સિદ્ધિમાં પ્રાર્થનાનો ફાળો ખૂબ જ મહત્ત્વનો ગણાય.
નોંધ લેવી પડે એવો આ અનુભવ ને અભિપ્રાય ગણાય. આપણે હન્ટની જેમ ભલે એવરેસ્ટનાં આરોણ ના કરવાનાં હોય, જીવનમાં ડગલે-પગલે નાના-મોટા અવરોધના ડુંગરાઓ ચઢવાના તો આવે જ છે. એમાં પ્રાર્થનાનો ઉપયોગ કેમ ના કરી શકાય ?
વ્યવહારની વાડીમાં :
ડૉ રામચરણ મહેન્દ્ર નામનાં જાણીતા લેખકે મનોવિજ્ઞાનનાં નાના-મોટાં થઇને ચારસો જેટલાં પુસ્તકો લખ્યા હશે. એમનાં સ્વńપથ અને ાનંવનય નીવન નામનાં પુસ્તકો તો અદ્ભુત છે. ઉચ્ચ જીવનની પ્રેરણાઓ આપતાં આ પુસ્તકોમાં એમણે એક બાબત ઉપર ખાસ ભાર મૂક્તાં કહ્યું છે કે, પ્રાથના કરતી વખતે એ બરાબર યાદ રાખવાનું છે કે આપણે બ્રહ્માંડની મહત્તમ શક્તિ સાથે કામ કરી રહેલા છીએ. આ સ્મૃતિ ઉપકારક નીવડશે.
આ શક્તિની સાથે જ્યારે દુન્વયી સફળતાની યોગ્ય રીતિ-નીતિઓ અજ્માવવામાં આવે ત્યારે
Page 211 of 234