________________
કોઇ બે વસ્તુ સરખી નથી હોતી. શાસ્ત્રો ભલેને વ્હેતા હોય, નેહ નાનાસ્તિક ક્ચિન -ભઇલા આ સંસારમાં બધુ જુદું જુદું એક્મથી સાવ ઊલટું દેખાતું હોવા છતાં એમા જુદાપણું નથી. એ બધું એક જ છે. પણ આ જીવની ભેદબુદ્ધિ (બુદ્ધિભેદ) એમાં વિશ્વાસ નહિ રાખી શકે. ગત્ તેને હજારો લાખો ટુકડાઓમાં વહેંચાયેલું લાગશે, જેમાંથી પોતે પણ એક ટુકડો છે. જે સાવ ન ગણ્ય, તુચ્છ છે. આવું આ ભેદબુદ્ધિ અનુભવવા લાગશે. અહીં જેને સ્વન, સજ્જન, વડીલ, મિત્ર, માર્ગદર્શક, ગુરૂ.. ક્હી શકું એવું કોઇ નથી. હું સાવ એક્લો જ છું. અસહાય છું આપત્તિઓથી ઘેરાયેલો છું, આમાંથી હું બચી શકું તેમ લાગતું નથી નક્કી મારો વિનાશ થશે. આવી ક્લ્પનાઓથી આ જીવ પોતાને તુચ્છાતિ તુચ્છ જંતુ સમાન
માની સાવ અસહાય સમજ્વા લાગે છે.
એટલે એની ભેદબુદ્ધિ વધુ જોર પકડે છે. અને અંતે તેને કોઇ ઊંડી ખાઇમાં ફેંકી દે છે કે નિર્જન પ્રદેશમાં ફેંકે છે. આ અનંત વિશ્વમાં તે હવે પોતાને સાવ એકાકી, અસહાય, અત્યંત દુર્બળ, અભાગી અને મોતના મોંમાં ફસાયેલો સમજ્વા લાગે છે. બુદ્ધિભેદ પછી બુદ્વિનાશને આવતાં શી વાર ? અહીં બુદ્વિનાશ એટલે સાચી સમક્ષ્ણ, પરિસ્થિતિના સાચા અંદાજ વિશેનું અજ્ઞાન, પોતાની શક્તિ વિશે સાવ અપરિચિતતા, અને હવે પોતાનો નાશ જ થવાનો છે એવા ભયના બોજ નીચે જાણે ભીંસાતો હોય એવી પરિસ્થિતિનો અનુભવ થવો એમ સમજ્યું.
વાસ્તવમાં તો જીવનો નાશ થતો નથી. આત્મતત્ત્વનો કદી પણ નાશ ન થઇ શકે. પણ એ વાતનું વિસ્મરણ થયું છે, તેથી જીવ અત્યંત ભયભીત થઇ, પોતે મરી ગયો એમ જ સમજવા લાગે છે. આવી સ્થિતિ આવે ત્યારે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધાં જ ઠપ્પ થઇ જાય છે, પરિણામે જીવતો પોતાની છાતી પર કરોડો મણ કે ટ્રેનનો બોજા અનુભવતો, મરી ગયો રે ! એવી વેદનાપૂર્ણ મૂંગી ચીસો પાડતો રહે છે.
પણ તેને કોણ બચાવે ? કેવી રીતે બચાવે ? જેને કોઇએ પકડ્યો નથી જે ભયમાં જ નથી, છતાં જે માને છે કે પોતે મોતના મોમાં છે ને હું નહિ બચી શકું એને એના પોતાના સિવાય બીજો કોણ બચાવી શવાના છે ? જ્યાં સુધી તેને પોતાના સ્વરૂપનું, શક્તિનું, વાસ્તવિકતાનું જ્ઞાન નહિ થાયત્યાં સુધી તે જાણે મોતના મોમાં ઝડપાઇ મર્યો કે મરશે ની દશામાં હોય તેવો કારમો અનુભવ સતત કરતો રહેશે. તેને પ્રકાશ આપતી સર્ચલાઇટ બુઝાઇ ગઇ છે, તે તેણે પાછી ચાલુ કરવી પડશે. તો જ તેને આસપાસ શું છે અને પોતાની વાસ્તવિક હાલત કેવી છે તેની જાણ થઇ શકશે. પતનનું આ જાણે કે છેલ્લું બિંદુ છે પતનની ઊંડી ખાઇને છેક તળિયે એક વખતનો પરમ આદરણીય, તેત્સ્વી જીવ સડતો ને ક્લપતો રહેશે, બચવાનો ઉપાય એક જ બત્તી ચાલુ કર બુદ્ધિનો દીપ પેટાવ અને એના પ્રકાશમાં તને કંઇ નથી થયું તે જાણ. તેમ તે નહિ કરે ત્યાં સુધી આ જ સ્થિતિમાં તેણે રહેવાનું.
તેણે એક ઝટકે ઊભા થઇ જઇ. બુદ્વિનાશ, બુદ્ધિભેદ. વગેરે પગથિયાઓની નીચેથી ઊંધા ક્ર્મમાં, પણ વાસ્તવમાં ઊર્ધ્વયાત્રા શરૂ કરવી રહે છે. જો એ સ્મિત રાખીને સાત પગથિયા ચઢી સાતમા પર પગ મૂકશે, તો તે પ્રકાશમાં આવી ગયો અને હવે ઊર્ધ્વગતિ કરવાની તક મેળવી શકશે એવી આશા રહે. બુદ્વિનાશ થી બુદ્ધિમાન ની સ્થિતિમાં આવ્યા પછી જ તે પ્રકાશનો, જીવનનો, ગતિનો આનંદનો અનુભવ કરવા પામશે. બુદ્ધિ સાથે એણે છેડો ફાડી નાંખ્યો હતો, તે ફરથી બુદ્ધિ સાથે સુલેહ કરી. તેને અપનાવી, પોતે હવે બુદ્ધિમાન છે એમ પોતાના અંતર આગળ પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી બુદ્ધિ દ્વારા મળી શકતા લાભ તે કેવી રીતે પામી શક્યાનો ?
પણ જો તેણે તેવો મક્મ નિર્ધાર ર્યો અને તેને વળગી રહી. બુદ્ધિ નો હાથ પકડી લીધો, તો સમજી
Page 201 of 234