________________
પણ કર્મ ૫૨ કાયમી છાપ નથી મારેલી કે તે પુણ્યકર્મ કે પાપકર્મ જ છે. પરિસ્થિતિ તેને આ કે તે વર્ગમાં મૂકશે અને એ કર્મ સાચે જ પુણ્ય છે કે પાપ ને એનો નિર્ણય એકદમ તીક્ષણ અને શુદ્ધ બુદ્ધિ જ કરી શકશે. એક વ્યક્તિ સજ્જન છે કે દુર્જન એવી કાયમી છાપ તેના પર મારી નથી હોતી. એક વસ્તુ સારી છે કે ખરાબ એવો કાયમ ફેંસલો નથી હોતો. એક વખતે એક કૃત્ય પુણ્યમાં ગણાયું એટલે બીજે વખતે પણ તેવું કર્મ પુણ્યર્મ જ ગણાશે તેવો જડબેસલાક નિયમ નથી કરી શકાતો.
તો આ બધી પરિસ્થિતિમાં વ્યક્તિને નિર્ણય કરવો પડશે. નિશ્ચય કરવો પડશે. એવો નિર્ણય કરવામાં તેને બુદ્ધિ જ સહાયતા કરી શકે.
જીવન એટલે પ્રત્યેક પળે ને પ્રત્યેક ડગલે કોઇ ને કોઇ નિર્ણય કરતા રહેવો પડે એવી પરિસ્થિતિ. સવારથી સાંજ સુધીમાં આપણે સેંકડો, હજારો નિર્ણયો કરવા પડે છે. તેમાં જ્યાં જ્યાં થાપ ખાઇશું ત્યાં માર પડવાનો. મવા બેઠો છું. શરીર બે દિવસથી જરા નરમ છે. સામે થાળીમાં દસ વાનગી છે. મારે કઇ ખાવી ને કેટલી ખાવી -એ નિર્ણય કોણ કરી આપશે ? પીરસનારો તો આગ્રહ કરીને આપશે, મારે માટે તે યોગ્ય છે કે અયોગ્ય તે નિર્ણય તો મારે જ કરવો પડશે.
આવા નિશ્ચય, સ્થિર, વિવેકપૂર્વક્નો નિશ્ચય એટલે ‘વ્યવસાય.’ જે બુદ્ધિમાં આવો ‘વ્યવસાય’ કરવાની સજ્જતા હોય તેવી બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે જીવનની ગાડીની આંખ કે સર્ચલાઇટ. એવી આંખના અભાવમાં અંધાપો જ. આંખની ક્યાશની સ્થિતિમાં મહાહાનિ જ. આવા અધાપાવાળો મોત કે મોત સમાન આપત્તિઓમાં સપડાતો રહે. ગાડીના એન્જિનની આગળ અત્યંત તેજ સર્ચલાઇટ હોય છે એ ન હોય તો અંધારામાં ગાડીમાં બેસનારાના જે હાલ થાય એ કરતાંય ભૂંડા હાલ વ્યવસાયાત્મિકા બુદ્ધિની ઊણપ કે ગેરહાજરીમાં માનવીના થાય.
મનુષ્ય શરીરના સર્વ અંગોમાં રાજા સ્થાને છે મગજ. હૃદયનું સ્થાન મહત્વનું, પણ તેની કામગીરી પુરવઠામંત્રીની. નિર્ણયો લેવાની સત્તા તો મગજ પાસે જ. એ મગની ભીતર જે ઇશ્વરદત્ત મહાન વરદાન સ્વરૂપ ઉત્તમ બુદ્ધિ તે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. મગજ તો માંસનો લોચો છે. પણ ચૈતન્યની સત્તાથી તે કામ કરે છે. એ ચૈતન્યશક્તિનો મણો હાથ કે મંત્રી તે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, મગજ વગરના કે મગજ હોવા છતાં બુદ્ધિ વગરના માનવીના જેવા હાલ થાય તેવા જ હાલ, જો બુદ્ધિ યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ન ધરાવતી હોય તો થઇ શકે.
ગીતાએ આ બુદ્ધિ વિશે બહુ લાંબી વાત નથી કરી. તેમ છતાં આટલી ટોટીની પળે પણ ગીતાએ બુદ્ધિ વિશે હેવા જેવું મહત્વનું ઘણું હી દીધું છે તે જોઇ આશ્ચર્ય થાય છે.
ગીતામાં બુદ્ધિ અને તેની સાથે સંબંધિત શબ્દોનો ઉલ્લેખ ૬૦ થી વધુ વખત થયેલો છે. ગીતામાં ઉલ્લેખ પામેલાં બુદ્ધિનાં આ વિવિધ રૂપો કે સ્થિતિઓને આપણે મુખ્ય રૂપે બે વિભાગમાં વહેંચી શકીએ : (૧) અધોગતિ તરફ લઇ જતાં રૂપો અને (૨) ઊર્ધ્વ ગતિ કરાવી સર્વોચ્ચ આત્મબુદ્ધિ (આત્માને વિશમ કરનાર)માં એક રૂપ બનવાની દિશામાં લઇ જતાં રૂપો. એ બે વિભાગમાં ગીતામાં કહેલાં વિવિધ ભેદો કે રૂપોને આપણે આ રીતે ગોઠવી શકીએ. (જુઓ ચાર્ટ નં-૧ તથા નં-૨) આત્માની યાત્રામાં બુદ્ધિની ભૂમિકા
એષા બ્રાહ્મી સ્થિતિ: પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુાતિ. ૨/૭૨
બ્રહ્મનિર્વાણું ઋચ્છતિ ૨/૭૨
સર્વોચ્ચ સ્થિતિ, આત્મજ્ઞાન, મુક્તિ, આનંદનો પ્રદેશ
Page 197 of 234