SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા છે : Man is a rational animal પાંચમાં દાયકામાં જ્યારે ભારતમાં બધાં ક્ષેત્રોમાં અંકુશોની બોલબાલા હતી ત્યારે અનેક વસ્તુઓનું રેશનિંગ હતું. આથી અમારા એક શિક્ષક મજાકમાં કહેતા : Man is a rational animal મનુષ્ય એ એવું પ્રાણી છે, જેને પોતાના જીવનમાં ડગલે ને પગલે રેશનિંગનો અનુભવ થતો રહે છે ! ગમ્મત છોડીને ગંભીર બનીએ તો રેશનલ એટલે બુદ્ધિવાળું, વિચાર કરવાની શકિતવાળું Reason એટલે બુદ્ધિ. સંસારમાં કદાચ મનુષ્ય જ એક એવું પ્રાણી છે, જેને Rational animal કહી શકાય, મનુષ્ય સિવાયનાં કેટલાંક પ્રાણીઓમાં બુદ્ધિના ચમકારા જોવા મળે છે ખરા, પણ એ તો કેવળ પ્રસાદી સમા કે નમૂના રૂપના. બુદ્ધિનું વિપુલ માત્રામાં વરદાન મેળવનારું તો એક મનુષ્ય પ્રાણી જ. એને જીવનની આંખ કહો કે સંસારનો પ્રકાશ કહો, પણ એના અભાવમાં જીવનમાં અંધારું ધોર જ રહેવાનું. કંઇક અંધ અને મંદબુદ્ધિ લોકોને આપણે જોઇએ છીએ અને જોતાં અરેરાટી નીકળી જાય છે. આનાથી વધુ લાચાર કોણ ? છતે જીવને મર્યા બરાબરનું એ જીવન. તો એવી સેંકડો સ્થળ આંખોથી અને સંસારમાં વિવિધ સ્વરૂપોને માત્રામાં દેખાતા પ્રકાશથી સેંકડો, હજારો ગણા પ્રકાશથી પણ અનેકગણું ચઢિયાતું વરદાન તે બુદ્ધિનું. બુદ્ધિની આપણે પ્રશંસા કે નિદા કરતા રહીએ છીએ તે પણ બુદ્ધિને જ પ્રતાપે ! બુદ્ધિની સહાયતાથી આપણે ઇશ્વરનો ઇન્કાર અને ઇશ્વરનું મૃત્યુ જાહેર કરતા હોઇએ તેમાં પણ મદદ તો બુદ્ધિની જ. ટૂંકમાં કહીએ તો સંસારની કોઇપણ ક્ષેત્રની સર્વોચ્ચ પ્રતિભા સંપન્ન વ્યકિતની બુદ્ધિ કામ કરતી અટકી જાય એટલે તે વ્યકિતની કિમંત હાડમાંસના લોચાથી વધુ નહિ રહેવાની. બુદ્ધિની મદદથી આપણે બુદ્ધિને ગાળો દઇ શકીએ છીએ અને પાછા બુદ્ધિમાન હોવાનું પ્રમાણપત્ર એવા ગાલિપ્રદાનના યજ્ઞકર્મને કારણે મેળવી હરખાતા પણ રહેએ છીએ ! બુદ્ધિ આપણને કેટલા બુધ્ધ બનાવી રહી છે એ સમજવા જેટલી બુદ્ધિ આપણામાં ન રહે ત્યારે બુદ્ધિ હોય કે ન હોય તેનું કશું મહત્વ રહેતું નથી. આ જ બુદ્ધિને કારણે તો ગૌતમ બુદ્ધ નામ મળ્યું. અને એ બુદ્ધે બૌદ્ધ ધર્મ સંસારને આપ્યો. બહને અને બૌદ્ધધર્મને આપણે કેટલા પ્રમાણમાં સમજી શકીએ છીએ એ વાત બાજુ પર રાખીએ, પણ એક ધર્મ અને એક ધર્મસ્થાનક સાથે બુદ્ધિનો નાતો માત્ર નામનો જ ન રહેતાં ઘણો મહત્વપૂર્ણ છે, એ મુદી જ બુદ્ધિની શ્રેષ્ઠતા સિદ્ધ કરતો રહે છે. એ બુદ્ધિ મને, તમને અને લગભગ સૌને મળી છે. પણ આપણને ક્યારેય વિચાર નથી આવતો કે મને કેટલું મહાન વરદાન મળ્યું છે. જાણે બહિ પણ એક મામલી વસ્તુ હોય, લગભગ એવો જ વ્યવહાર આપણે એના પ્રત્યેના અભિગમ ને આદરમાં કરતા રહીએ છીએ. આ બુદ્ધિ વિશે ગીતા અત્યંત સંક્ષેપમાં ને માત્ર મુદા જ સૂચવતા ઉલ્લેખ કરી, બાકીનું આપણા જેવા “બુદ્ધિમાન અને બુદ્ધિવાદીઓ પર છોડી દે છે ! બુદ્ધિને સમજવામાં જ આપણી બુદ્ધિનું પાણી મપાઇ જાય તેમ છે, ત્યાં આટલા અત્યંત સંક્ષિપ્ત ઉલ્લેખથી તો કેટલુંક સમજી શકવાના? તેમ છતાં બુદ્ધિનો થોડોક ઉપયોગ તો કરીએ. બદ્રિના ત્રણ ભેદો બતાવી તેમાંના સાત્ત્વિક ભેદ વિશે કહે છે : પ્રવૃત્તિ શું. નિવૃત્તિ શું. કાર્યાકાય, ભયાભય. બંધ શું, મોક્ષ શું જાણો, ગણી ને બુદ્ધિ સાત્ત્વિક. સાત્ત્વિક બુદ્ધિ જાણે છે. સમજે છે શું? ભેદ કોની વચ્ચે ? પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે-કાર્ય અને અકાર્ય વચ્ચે-ભય અને અભય વચ્ચે તથા બંધને મોક્ષ વચ્ચે અને એમ જ આવાં અનેક જોડકાંના બે ઘટકો Page 195 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy