________________
રહે એવી ભાવના રાખીને ભગવાનની ભક્તિ કરતા કરતા એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તના આયુષ્યવાળા જન્મ મરણ ભોગવવા પડે એવા અનુબંધ બંધાય છે. મનુષ્ય આયુષ્યના પણ એવા જ અનુબંધો બંધાયા કરે જેથી એવા જીવો મનુષ્યપણા રૂપે જન્મ પામે પણ તે યોનિમાંથી બહાર નીકળી શકે નહિ. યોનિમાંને યોનિમાં એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા ભવો કરતા જાય છે. સાત ભવ મનુષ્યના એક ભવ વિકલેન્દ્રિયનો એમ બે હજાર સાગરોપમ સુધી જન્મ મરણ કર્યા કરે છે આવા અનુબંધો જેને બાંધેલા હોય એવા જીવોનો સ્વભાવે બીજાની નિંદા કરવાનો અને આપ બડાઇ કરવાનો હોય છે.
(૧) જેમ જેમ પરિગ્રહ વધે તેમ તેમ પરિગ્રહ વગરના જીવોની નિંદા કર્યા જ કરે અમે મહેનત કરીને આગળ આવ્યા એમને મહેનત કરવી જ નથી બેઠે બેઠે ખાવું છે કોઇ આપે ? અને વગર મહેનતનો રોટલો પચે નહિ એવી રીતે પોતાના સ્નેહી સંબંધી આદિ જીવોની નવરા પડે એટલે નિંદા કર્યા જ કરે તો નિંદાનો સ્વભાવ.
(૨) આપ બડાઇ જ્યાં જાય ત્યાં પોતાના વખાણ કર્યા કરે પૈસાનો લોભ પૈસાનો મોહ જીવને આપ બડાઇનો સ્વભાવ પેદા કરાવ્યા વગર રહે નહિ.
(૩) બીજાના ગુણોને ગુણરૂપે જોવા દે નહિ.
જ્યાં સુધી જીવને અનુકૂળ પદાર્થોનો રાગ મારા આત્માને દુ:ખ આપનારો છે એવું લાગે નહિ. ખતરનાક છે એમ લાગે નહિ ત્યાં સુધી ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પેદા થાય નહિ અને એ ન થવાથી જગતમાં રહેલા બીજા જીવોના સારામાં સારા ઉંચી કોટિના ગુણો હોય તો પણ તે ગુણોને ગુણ રૂપે જોવા દે નહિ. દોષ રૂપે બનાવીને એ ગુણોને જુએ આવા જીવો એટલેકે નિંદા કરવાના સ્વભાવવાળા આપ બડાઇવાળા અને ગુણને ગુણરૂપે ન જોનારા જીવો પોતાના પાપોને છુપાવીને જીવતા હોય છે એટલે પોતાના પાપોને છુપાવવામાં આનંદ માનતા હોય છે એમાં હું ખોટું કરું છું એમ એમને લાગે નહિ. આથી અશુભ નામ કર્મોનો બંધ વિશેષ કરતા જાય અને સાથે નીચ ગોત્રનો બંધ પણ કરતા જાય છે અને જન્મ મરણની પરંપરા વધારતા જાય છે પૈસાને રાખતાં સંકુચિત વિચારણાઓ કરીને જીવે તો તેનાથી ભોગવંતરાય આદિ કર્મો બંધાય છે એટલેકે ભોગવંતરાય ઉપભોગાંતરાય કર્મો તેની સાથે વીર્યંતરાય કર્મ પણ જોરદાર રસે બાંધતા જાય છે.
અરિહંત પરમાત્માના દર્શનથી જે પુણ્ય બંધાય એ પુણ્ય વૈરાગ્ય ભાવ પેદા કરાવવામાં સહાયભૂતા થાય તો તેજ દર્શન વાસ્તવિક રીતિએ સાચું ગણાય છે.
દુનિયાના અનુકૂળ પદાર્થોને ભોગવવાથી કદી આત્મામાં તૃપ્તિ થતી નથી એતો બીજા અનેક પદાર્થોને ભોગવવા માટેની અતૃપ્તિની આગ એની વિચારણાઓ પેદા કરે છે. ભાવપૂર્વક ફળપૂજા કરતાં પોતાનો પરિગ્રહ સંસાર વર્ધક છે એમ ન લાગે તો એ ભાવપૂર્વક કરેલી ળપૂજા પાપાનુબંધિ પુણ્ય બંધાવે છે.
જેમ મદારી સાપને સાથે રાખીને એ સાપથી પોતાની આજીવિકા ચલાવે કેમકે એ સાપ સાથે રાખે છે છતાં સાપથી સાવધ હોય છે કારણકે માને છેકે સાવધ ન રહું તો મારા પ્રાણોને લઇ લે એટલે નાશ કરે એટલી શક્તિ એનામાં છે એમ તમોને પણ ખબર છેકે પરિગ્રહ કેવો ? પરિગ્રહનું મમત્વ આસક્તિ મૂચ્છ આદિ કેવા છે ? એને ઓળખો છોને ? સાપ એક ભવ મારે અને આ પરિગ્રહના મમત્વ રૂપી સાપો સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા ભવ મારે એવા છે ! માટે આનાથી સાવચેતી રાખીને જીવન જીવવું જોઇએ.
પૈસાનો સ્વભાવ જ એ છેકે મારૂં મેળવેલું હું અને મારું ગણાતું કુટુંબ જ ભોગવીએ બીજા કોઇને પણ
Page 91 of 97