________________
(૧૮) આ રીતે ગભારા પાસેથી જો પ્રદક્ષિણા દેવાનું સ્થાન હોય તો એ પૂજાની સામગ્રી સાથે ત્રણ પ્રદક્ષિણા આપવી.
' (૧૯) ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી પૂજાની સામગ્રીમાંથી એક વાટકીમાં બરાસ અને એક વાટકીમાં કેશર કાઢીને કેશર ઘસવાની રૂમમાં જાય ત્યાં ઓરીસાને ઉપયોગ પૂર્વક દ્રષ્ટિ પડિલેહણ કરીને પાણીથી સાફ કરી સુખડનો ટુકડો પાણીથી સાફ કરીને પછી પહેલા બરાસ ઘસવાની શરૂઆત કરે પછી બરાસને નખ ન અડે એ રીતે વાટકીમાં લઇ પછી કેશર ઘસવાની શરૂઆત કરે એ પણ નખ ન અડે એ રીતે વાટકીમાં લે.
(૨૦) કેશર જાડું ઘસાયું હોય તો એક સોનાની, ચાંદીની અથવા તાંબાની સળી રાખેલી હોય એ સળીથી થોડું થોડું પાણી નાંખીને હલાવીને પાતળું બનાવે પણ આંગળી નાંખીને પાતળું બનાવાય નહીં. કારણ કે નખ અડવાથી એ કેશર પ્રભુજીના અંગને અડાડાય નહિ એટલે પૂજા થાય નહિં.
(૨૧) આ રીતે બરાસ-કેશરની વાટકી તેયાર કર્યા પછી એક થાળી ધોઇ એ થાળીમાં વાટકીઓ મૂકીને ફ્લ લાવ્યા હોય તે ફૂલ થાળીમાં મૂકવા.
(૨૨) જો પોતાને ત્યાં બગીચો હોય તો અથવા ફૂલ ઉગાડવાના કુંડા હોય તો સ્નાન કર્યા પછી પૂજાના કપડા પહેરીને પછી ફ્લે ચૂંટવા જોઇએ એમાં જો ડાળી કડક હોય કે જેથી ક્લ ચૂંટતા મરોડવી પડે એમ હોય તો એક અંગુઠાની ચાંદીની અથવા તાંબાની અંગૂઠી કરાવી એ પહેરીને પછી ફ્લ ચૂંટવાથી ડાળને કિલામણા ઓછી થશે કારણકે અંગૂઠો અને આંગળી બન્ને નો ભાગ પોચો હોવાથી ચૂંટવામાં કિલામણા વધુ થાય જ્યારે એક ભાગ કઠણ અંગૂઠીવાળો અને એક ભાગ પોચો એમ રહેવાથી ચૂંટવામાં જલ્દી ચૂંટી શકાય તથા ડાળીને કિલામણા ઓછી થાય.
(૨૩) આ રીતે ચૂંટેલા ફ્લ લાવેલા હોય તો તેને પાણીથી ધોવાની જરૂર રહેતી નથી.
(૨૪) માળી પાસેથી ફ્લ લીધેલા હોય તો તે અશુધ્ધ રૂપે રહેલા હોવાથી પાણીથી ધોઇને શુધ્ધ કરવા જોઇએ પછી ભગવાનને ચઢાવવાના ઉપયોગમાં લઇ શકાય.
(૨૫) આ રીતે થાળીમાં ફ્લ-બરાસની વાટકી, કેશરની વાટકી લઇને કપડા બરાબર કરીને હાથ ધોઇ ધૂપથી પીને પછી થાળી પણ ધૂપીને પોતાના પહેરેલા કપડાને, કપડાના છેડાને હાથ ન લાગે એ રીતે લઇ ગભારામાં જવું જોઇએ.
(૨૬) ગભારાના બહારમાં રહીને એટલે બહારના ભાગમાં રહીને મુખકોશ આઠ પડથી બાંધીને હાથ પાણીથી ધોઇ-ધૂપથી ધૂપીને થાળી હાથમાં લઇ ગભારા પાસે નિસીહી બોલીને ગભારામાં પ્રવેશ કરવા જોઇએ.
૨૭) ગભારાના બહારના ભાગમાં નિસીહી બોલવાનું કારણ એ છે કે રંગમંડપમાં જે ચીજે રહેલી હોય તેની વિચારણાઓનો ત્યાગ કરવાનો હોય છે તથા ગભારાની બહાર રંગ મંડપમાં રહેલા જીવો સાથે વાતો ચીતોનો ત્યાગ કરવાનો હોય છે.
(૨૮) નિસીહી બોલી ગભારામાં પ્રવેશ બાદ ગભારામાં જે કોઇ ચીજ જોઇતી કરતી હોય તેની વિચારણા કરવાની છૂટ હોય છે.
(૨૯) આ રીતે પૂજાની થાળી અંદર લઇને જતાં ધૂપ ગભારામાં લઇ જવાનો તથા સળગાવવાનો નિષેધ કહેલો છે. પૂજાની થાળી નાભિની ઉપરના ભાગમાં રાખીને ડાબા હાથે પકડીને જમણા હાથે ત્રીજી આંગળીથી પૂજા કરવાની હોય છે.
Page 9 of 97