________________
અનુકૂળતામાં નિર્લેપ રીતે જીવે એજ પ્રતિકૂળતામાં સમાધિભાવ પૂર્વક રહી શકે.
અપરિગ્રહીની ભક્તિ કરે અને પુણ્યોદયથી પરિગ્રહ વધે એમાં દુઃખ પામવાને બદલે આનંદ માને આનંદપૂર્વક રાચે માર્ચ એ આ કલિકાલનું અચ્છેરૂં ગણાય છે. નહિ તો અપરિગ્રહીની શિવળ માટે ભક્તિ કરે અને પરિગ્રહ જ દુઃખરૂપ છે, પાપમૂલક છે એવી ભાવના આવ્યા વગર ન રહે. સમ્યજ્ઞાન મેળવવામાં પ્રમાદી બનાવે અને બેપરવાહી બનાવે અટલે નિયત રૂપે અપ્રમત્તભાવે સમ્યજ્ઞાન મેળવવા દે નહિ. મહાપુરૂષોએ મહેનત કરીને પ્રાણના ભોગે જ્ઞાનને સાચવીને-ટકાવીને-વધારીને આપણા સુધી પહોંચાડ્યું એ જ્ઞાનની આપણા અંતરમાં કાંઇ કિંમત છે એ સમ્યજ્ઞાનને જો આવી રીતે સાચવીને ટકાવીને પહોંચાડવાનો પ્રયત્ન ન કર્યો હોત તો આપનું શું થાત ? એવો કોઇ વિચાર આવે છે ? કે સમ્યજ્ઞાન પ્રત્યે ઉદાસીન પ્રમાદી અને બે પરવાહવાળા છીએ ? સમ્યજ્ઞાન ભણવામાં આળસ પેદા કરે તે પ્રમાદ અને થશે ભણશું. ભણવું જ જોઇએ એવું કાંઇ ઓછું છે. મન થશ તો સૂત્રો ભણશું નહિ તો કાંઇ નહિ કારણકે આ જ્ઞાન મહ્તમાં ભણવા મલે છે માટે આ જ્ઞાન પ્રત્યે બેદરકારી વધતી જાય છે.
આથી જ્ઞાની ભગવંતો કહે છેકે અનાદિકાળથી જીવોને પરિગ્રહના મમત્વના કારણે પરિગ્રહ મેળવવા, ભોગવવા, વધારવા, ટકાવવા, સાચવવા આદિ માટે પૈસા ખર્ચીને પણ જ્ઞાન મલતું હોય તો તે જ્ઞાન મેળવવા માટે મન પરોવીને જીવો પ્રયત્ન કરે છે પણ તે જ્ઞાન અજ્ઞાન રૂપે છે. આત્માને માટે કોઇ જ ઉપયોગી નથી જ્યારે આત્માને ઉપયોગી એવું જે સમ્યજ્ઞાન મહ્તમાં ભણવા મલતું હોય, જાણવા મલતું હોય, સમજવા મલતું હોય, વારંવાર વિચારણા કરવા મલતું હોય તો તે જ્ઞાન જીવોને મેળવવા આદિનું મન થવાને બદલે ઉદાસીન ભાવ પેદા થાય આળસ આવે પ્રમાદ પેદા થાય અને બેદરકારીપણું પેદા થયા કરે એટલે એક બે દિવસ આવે પછી ચાર-છ દિવસ ખાડા પાડે એ બેદરકારી કહેવાય છે. એના કારણે જીવો સમ્યજ્ઞાન મેળવી શકતા નથી. પાપમૂલક પરિગ્રહમાં જ મસ્ત બની ફ્ળપૂજા કરવા છતાંય પોતાનો મળેલો મનુષ્યજન્મ હારી જાય છ માટે ભાવપૂર્વક ફ્ળપૂજા કરતાં સમ્યજ્ઞાનની રૂચિ પેદા કરી સમ્યજ્ઞાનને પામો એ અભિલાષા.
(૨) દર્શનાવરણીય કર્મનો બંધ
ચક્ષુદર્શનાવરણીય અને અચક્ષુદર્શનાવરણીય આ બે દર્શનાવરણીય કર્મમાં વિશેષ બંધાય છે કારણકે મળેલી પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ અનુકૂળ પદાર્થો મેળવવા આદિમાં કરવાથી તથા પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવાથી આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. આથી એ ઇન્દ્રિયોના ક્ષયોપશમ ભાવના ઉપયોગમાં મસ્ત બનેલો આત્મા ચાલવામાં, ખાવામાં દોડધામ કરવામાં બોલવા આદિના વ્યવહારમાં બેદરકાર બનીને જીવન જીવતાં ઘણાં નાના મોટા જીવોની હિંસા કરે તો પણ તે હિંસામાં આનંદ માને છે પણ દુઃખ થતું નથી તેમજ એ બેદરકારપણાથી બીજા જીવોની ઇન્દ્રિયોનો ઘાત થાય તોય ચિંતા કે પરવા કરતો નથી પણ આનંદ માને છે અને એ આનંદના નશામાં સદા માટે ઉંઘતો રહે છે આથી હું શું કરું છું ! મારે શું કરવું જોઇએ એની દરકાર કરતો નથી. આવા બધા અનેક કારણોને આધીન થઇને જીવો દર્શનાવરણીય કર્મનો બંધ કરે છે.
જેમ ચક્ષુનો ઉપયોગ આત્મકલ્યાણ કરનારા અરિહંતના દર્શનમાં ન કરે, શાસ્ત્ર વાંચનમાં ન કરે પણ જગતના પદાર્થોને જોવામાં કરતો જાય અને એ જોતાં બીન ઉપયોગી સારા નરસાપણાના વિચારો કરીને સંસારની વૃધ્ધિ કરતા જાય છે. એજ રીતે અચક્ષુનો એટલે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોને વિષે પણ જાણવું. આ રીતે પરિગ્રહના મમત્વમાં રહેલા જીવને એ મમત્વના કારણે અપરિગ્રહીની ફ્ળપૂજા કરવા છતાંય સંસારનો નાશ થતો નથી કારણકે પરિગ્રહ એને પાપમૂલક લાગતો નથી. આથી ભાવપૂર્વક ફ્ળપૂજા
Page 89 of 97