________________
લોભ વધે મળેલી ચીજ લેવાની ઇચ્છા થાય એટલે બંધાયેલું પુણ્ય નાશ થાય. (ખતમ થાય.) મળેલી ચીજનો ભોગવટો કરતાં સુખરૂપે ભોગવવા ન દે કારણકે અસંતોષના કારણે એની સાથે બીજા પદાર્થોને મેળવવાની ઇરછાઓના કારણે મળેલા પદાર્થોને સુખરૂપે ભોગવવામાં સહાયભૂત થતા નથી એટલે સુખરૂપે ભોગવવા. દેતા નથી. પરિગ્રહને અનંત એટલા માટે કહેલો છે કે જે પદાર્થ મલે તેમાં સંતોષ થવાને બદલે અસંતોષની આગ પેદા કરાવી જે મલે એનાથી ડબલ મલે તો સારૂં ચારગણું મલે તો સારૂં આઠ ગણું-સોળ ગણું એમ કરતા કરતા ચૌોદરાજલોક રૂપ જગતના બધા પદાર્થો મળી જાય તોય જીવને અસંતોષની આગ બુઝાતી નથી અને સંતોષ ગુણ પેદા થતો નથી આથી જગતમાં રહેલા અનંતા પદાર્થો પરિગ્રહ રૂપે જીવને મલી જાય તો પણ જીવની આશાઓ અને ઇચ્છાઓ અનંત રૂપે ઉભીને ઉભી જ રહે છે પણ એ ઇચ્છાઓકે આશાઓ નાશ પામતી નથી માટે પરિગ્રહને જ્ઞાની ભગવંતોએ અનંત કહેલો છે.
પરિગ્રહની ત્રિપદી જ્ઞાનીઓએ આ પ્રમાણે કહેલી છે.
(૧) અસંતોષ પેદા કરાવે, (૨) મળેલ પદાર્થને સંતોષ પૂર્વક કે સુખપૂર્વક ભોગવવા ન દે, (૩) પુણ્યથી મળેલ પદાથે લેવાથી પુણ્ય ખતમ થઇ જાય છે. આ ત્રણને પરિગ્રહની ત્રિપદી કહેવાય છે.
આ રીતે પરિગ્રહને અનંત રૂપે ઓળખીને ળપૂજા ભાવથી કરતાં અપરિગ્રહી બનવાની શક્તિ આપો એ ભાવના ભાવવાની છે અને અપરિગ્રહી અથવા નિષ્પરિગ્રહી બનવા માટે પરીગ્રહની ઓળખાણ પેદા કરાવી જીવન જીવવાની શક્તિ આપા તોજ અનંત તરીકે ગણાતા એવા પરિગ્રહથી છૂટવાનું મન થશે એની ઇરછાઓ અને આશાઓને નાશ કરવાની ભાવના થશે તો આવી ભાવના પેદા કરવાનો પુરૂષાર્થ કરતાં કરતાં ળપૂજા કરી આત્મકલ્યાણમાં આગળ વધો એ અભિલાષા.
(૨) પરિગ્રહ અશરણ રૂપ છે :- પરિગ્રહ જગતમાં રહેલા કોઇપણ જીવોને શરણ આપવા માટે સમર્થ થતો નથી. પરિગ્રહ અત્યાર સુધીમાં કોઇપણ જીવને શરણ આપી શક્યો નથી, વર્તમાનમાં શરણ આપતો નથી અને ભવિષ્યમાં કોઇને પણ શરણ આપશે નહિ માટે અશરણ રૂપે કહેલો છે. જેને પોતાના માનીએ છીએ એ પણ શરણ રૂપ બનવાના નથી એટલેકે એ પણ શરણ આપવાના નથી. સ્વાર્થ માટેનાં સગા કોઇ દિ કોઇને શરણ રૂપ બને ખરા ? - રાગવાળો રાગી જીવ મરવાના વાંકે જીવી રહેલો છે એમ કહેવાય છે
રાગના પદાર્થોમાં રાગપૂર્વક જીવે એ ધર્મ માટે બાયલો છે એવા જીવો ધર્મક્રિયા કરવા છતાં ધર્મની પ્રાપ્તિ કરી શકે નહિ. રાગવાળા પદાર્થોને શરણરૂપ માનીને જીવે એ પરિગ્રહનો સેવક ગણાય ભગવાનનો સેવક નહિ. સગા વહાલા બધા શરીરની કાળજી રાખવાવાળા છે પણ આત્માની ચિંતા કરનાર કોઇ નથી માટે એ બધા શરણરૂપ નથી પણ અશરણરૂપ છે.
અરિહંતને શરણરૂપ સ્વીક્રાય પછી આ ભવમાં સુખનો રાગ પેદા થવા દે નહિ એવી શક્તિ એમાં રહેલી છે. વૈરાગ્ય ભાવ જળહળતો રાખે અને મરતી વખતે જરૂર સમાધિ અપાવે. અરિહંતનું શરણ સ્થિર કરેલું હોય એવા આત્માઓને સુખમાં લીન ન થવા દે અને દુ:ખમાં દીન ન થવા દે.
અરિહંતાદિ ચારેનું શરણ ચૌદ રાજલોકના અસંખ્યાતમા ભાગે રહેલી સિધ્ધ શીલા ઉપર સિધ્ધ રૂપે સદા માટે રહેવાની માલિકી અપાવે અને સંસારમાં રખડપટ્ટી કરાવનાર અનાદિકાળથી અંતરમાં રહેલા. ચાર શરણ કેજે ઘર શરણ, પેઢી શરણ, કુટુંબ શરણ અને પેસો શરણ એ સંસારમાં ચોદે રાજલોકમાં રખડપટ્ટી કરાવ્યા જ કરે કોઇ એક સ્થાને જીવને સ્થિર રહેવા દે નહિ. મારે એ પેસો શરણ રૂપ નથી જ. જે ચીજ કોઇ કાળે મારી થઇ નથી, મારી થતી નથી અને કોઇ કાળે મારી થવાની નથી એવી ચીજો માટે
Page 83 of 97