________________
જીવન વ્યતિત કરે છે અને પરિગ્રહ વધારીને સંસારમાં પરિભ્રમણ કરતા જાય છે.
આજે મોટા ભાગે ભગવાનની પૂજા કરનારા જીવોને પૂજા ભક્તિ કરતા કરતા પોતાનો પરિગ્રહ વધે છે, ટકે છે માટે ભગવાનની પૂજા ગમે છે અને કરે છે પણ જો પરિગ્રહ વધતો ન હોય, ટકતો ન હોય તો પૂજા ભક્તિ ગમે ખરી ? અપરિગ્રહિની પૂજા કરતાં પરિગ્રહ ખટકે તોજ અપરિગ્રહપણું પ્રાપ્ત કરવાનું મન થાય. આજે એ મન છે ? શાથી પરિગ્રહ જેટલો ગમે છે એટલું અપરિગ્રહપણું ગમતું નથી. આથી ફળપૂજા કરવા છતાય આત્મિક વિકાસમાં આગળ વધવાનું મન થતું નથી. પરિગ્રહની સળતાના કારણે એના આનંદમાં પોતાનો કાળ સળ કરતા જાય છે. આજે પરિગ્રહને પાપરૂપ માનવામાં ક્રોધાદિ સહાયભૂત થાય છેકે પરિગ્રહ વધારવામાં ક્રોધાદિ સહાયભૂત થાય છે ?
પરિગ્રહ જેમ જેમ વધતો જાય તેમ તેમ તેના સંરક્ષણની તથા તે પરિગ્રહ વધારવાની ચિંતાઓ, વિચારણાઓ સમુદ્રના તરંગોની જેમ વધતી જાય છે એટલે ચોવીસે કલાક આત્માને એની વિચારણામાં સ્થિર રાખે છે. પરિગ્રહની મસ્તીમાં ચઢેલા માનવ જ્યારે જુઓ ત્યારે અદ્ધિ ગારવ-શાતા ગારવ અને રસ ગારવા આ ત્રણેય ગારવાથી યુક્ત હોય છે.
ધૂળી ઘર જાણો છોને ? નાના બાળકો રેતીમાં ઘર ઘરની રમત કરે છે એ ઘર-ઘરની રમત કરતા. કરતા પોતે જે ઘર બનાવેલું હોય તેમાં એક દરવાજો બે દરવાજા ત્રણ ત્રણ દરવાજાવાળા પણ બનાવે છે એ બનાવતા બનાવતા જો કોઇ છોકરો એના રેતીવાળા ઘરને તોડી નાંખે તો ગુસ્સો થાય છે રોવા બેસે છે મારામારી પણ કરે છે કલાકો સુધી એક બીજા બોલે નહિ એમ પણ બને છે. રેતીવાળા રમતના ઘરમાં પણ જીવોને નાનપણમાં આટલું મમત્વ હોય તો મોટા થયા પછી જેમ જેમ સમજણ આવે કે એ ઘરમાં રહેવાય નહિ. અંદર પણ પેસાય નહિ તો તે વખતે મમત્વ રહેછે કે નાશ પામ છે એટલેકે જેમ જેમ ઉંમર વધે જ્ઞાન પ્રાપ્ત થાય તેમ તેમ એ રેતીવાળા ઘરનું મમત્વ નાશ પામે તેમજ પોતે આવા ઘરમાં આટલો રાગ કરી દુ:ખી થતો હતો, ઝઘડો કરતો હતો એમ પોતાના અજ્ઞાન ઉપર ભારોભાર તિરસ્કાર પેદા થતો જાય છતાય જ્ઞાનીઓ કહેછેકે એ ધૂળી ઘરના રાગથી જો આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિનું આયુષ્ય જીવો બાંધી શકે છે.
એવી જ રીતે ભણી ગણીને તૈયાર થયેલા હોય એ જીવો જ્યાં સુધી સમજણના ઘરમાં ન આવે ત્યાં સુધી એ જીવોને આવા ફ્લેટના મકાનમાં, બંગલાના, મકાનમાં અથવા પાંચ પચ્ચીસ વર્ષ રહેવા લાયક કોઇપણ મકાનમાં મમત્વ બુધ્ધિ પેદા કરીને જીવન જીવતા કોઇ એ મકાનને તોડી નાંખે, ભાંગી નાંખે અને કાંઇપણ નુક્શાન કરે તો એ નુક્શાન ખમાતું નથી એની સાથે ઝઘડા કરે, મારામારી કરે, કોર્ટે જાય અને અંતે એક બીજા પ્રત્યે વેરઝેર રાખીને જીવન જીવે અને જન્મ મરણની પરંપરા વધારતા જાય છે. જો એ જીવો. સમજણના ઘરમાં આવે તો શાસ્ત્ર કહે છેકે જેમ નાના બાળક રૂપે ધળી ઘરની વિચારણા મોટા થયા પછી કરતાં અજ્ઞાનતા ઉપર હસવું આવે તેમ આ સમજણના ઘરમાં દાખલ થાય એટલે જે પદાર્થો પોતાના નથી. એના ઉપર અજ્ઞાનના કારણે મમત્વ બુદ્ધિથી જે વિચારણાઓ કરેલી હોય તે જોતા વિચારતા હસવું આવ્યા વિના રહેતું નથી અને જીવ એ અજ્ઞાનતા રૂપે મમત્વ કર્યું એનો એને સંકોચ અને લજ્જા પેદા થતી જાય છે.
એટલે જ જ્ઞાની ભગવંતો કહે છેકે સંસારના બધા પદાર્થો ધૂળી ઘર જેવા સમજીને જીવન જીવતા શીખવાનું છે એ જીવન જીવવાની શક્તિ અપરિગ્રહીની ફળપૂજા કરતા કરતા પેદા થતી જાય છે કે અપરિગ્રહી બનવાની ભાવનાના કારણે પોતાનો પરિગ્રહ પોતાના પરિગ્રહના મમત્વ ઉપર ધૂળી ઘર જેવી બુદ્ધિ પેદા થતી જાય છે. આ રીતે શક્તિ પેદા કરવા માટે જ રોજ ફળપૂજા કરવાનુંવિધાન છે.
Page 80 of 97