SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરા અટકે છે. એ જન્મ મરણની પરંપરા અટકાવવા વાસનાના વિચારો નાશ કરવા માટે જ નૈવેધપૂજા કહેલી છે. વિષય વાસનાના વિચારો જ્ઞાન અને દર્શનના ક્ષયોપશમ ભાવનો નાશ કરે છે. આથી જ્ઞાનના વિચારોમાં ઉપયોગમાં જેટલો કાળ પસાર કરો એટલા કાળ સુધો વાસનાના વિચારો અવશ્ય નાશ પામે છે. અનુકૂળ પદાર્થોની વિચારણા તમોને મંદિરમાં ન આવે ને ? બીજાના સારા કપડા જોઇને બીજાની સારી સામગ્રી જોઇને પરફ્યુમ છાંટેલા સુગંધવાળા કપડા જોઇને તમોને શું વિચારો આવે ? વાસનાના વિચારો ન આવે ને ? વાસનાના વિચારો મંદિરમાં જો આવે તો ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પેદા થવા દે નહિ અને એ બીજાની સારી સામગ્રી જોઇને મંદિરમાં જો વાસનાન વિચારો આવે તો તે ઇર્ષ્યા ભાવ કહેવાય છે. વાસનાના વિચારોનો સંતોષ માત્ર ભોગોને ભોગવવાથી ન થાય ભોગવવાથી તો ઉપરથી વાસનાના વિચારો વધે છે. મનુષ્યના ભોગોને તો જ્ઞાનીઓએ અતિ તુચ્છ રૂપે કહેલા છે. એ મેથુનના ભોગવટાની કિંમત કાંઇ જ નથી. અતિ તુચ્છ રૂપે છે બિભત્સ ગણાય છે. જોવા પણ ગમે એવા નથી. આથી દેવલોકમાં વૈમાનિકના એકથી ચાર દેવલોકમાં રહેલા દેવોને મનુષ્યની જેમ ભોગો હોય છે. એ દેવોના ભોગો પણ ત્યાં કચ્છ રૂપે ગણાય છે. આગળના દેવલોકોને વિષે કેટલાક દેવલોકમાં દેવીને સ્પર્શ કરવાથી વેદ શમે. કેટલાક દેવલોકમાં દેવીના શબ્દ સાંભળવાથી વેદ શમે. કેટલાક દેવલોકમાં મનથી ચિંતન કરે અને વેદ શમે એટલે તૃપ્તિ થાય અને કેટલાક દેવલોકમાં નામ યાદ કરીને સંતોષ પામે છે. આથી અનુત્તર વાસી દેવો પોતાના જ્ઞાનના સ્વાધ્યાયમાં મનનો ઉપયોગ રાખીને વેદના ઉદયનો નાશ કરે છે આથી અનુત્તર વાસી. દેવોને પ્રાયઃ અવેદી કહેલા છે તેમને વેદના વિચારો વાસના પજવતી નથી. રત્નત્રયી અને તત્વત્રયીની આરાધના કરનાર આપણને વેદના વિચારો પજવે નહિ ને ? અતિ નિકાચોત વેદનો બંધ આપણને નહિ થાય એવો વિશ્વાસ ખરો ને ? જે રીતે આપણે આરાધના કરીએ છીએ એ આરાધના કરતાં અનંતો કાળ સંસારમાં હવે રખડપટ્ટી થવાની નથી એટલો તો વિશ્વાસ ખરો ને ? અતિ નિકાચીત કર્મ પુરૂષાર્થથી નબળું પાડી શકાય છે. નેવેધપૂજા જો ભાવથી કરવામાં આવે તા. તેનાથી વેદના વાસનાના વિચારો નાશ પામતા જાય તો અનંતા જન્મ મરણની પરંપરા પણ નાશ પામતી જ જાય. આથી નેવેધપૂજા કરતાં કરતાં અંતરમાં વિચારણા કરો કે હે ભગવન્ ! વેદના વમળના વિચારોમાંથી મુક્તિ આપો અને સાથે સાથે સંકલ્પ કરો કે મારો સંસાર જરૂર ઘટતો જાય આવી પ્રત્યક્ષ અનુભૂતિ નૈવેધપૂજાથી થાય છે ? આથી જ્ઞાની ભગવંતો કહે છે કે આવા વિચારવાળાં જીવોને ધર્મની આરાધના કરતા કરતાં સંસારમાં સ્થિર થવા દેતો નથી. ભગવાનની ભક્તિમાં એકાગ્રતા પેદા થતી નથી, વીર્ષોલ્લાસ પેદા થતો નથી, સારા ભાવો પેદા થતા નથી, ટકતા નથી એનું મુખ્ય કારણ વિષય વાસનાના વિચારો છે. નિર્વેદીપણાનો આંશિક આસ્વાદ પેદા થાય એટલે અણાહારીપણાનો આંશિક આસ્વાદ આવે. માટે જ્ઞાનીઓ કહે છે કે વાસનાના વિચારો ચાલતા હોય ત્યાં સુધી નિર્વેદીપણાના વિચારો ક્યાંથી આવે ? અને એ ન આવે ત્યાં સુધી અણાહારીપણાના વિચારા ક્યાંથી આવે ? અતિ નિકાચીત બાંધેલો વેદનો ઉદય ખાવા-પીવા-પહેરવા-ઓઢવા આદિની ગમે તેટલી સારામાં સારી સામગ્રી મલે તો પણ એને વધારવાની અને એનાથી ચઢીયાતી સામગ્રી મેળવવા માટેના વિચારો અને વાસનાઓની સીમા રહેતી નથી. એ અતિ નિકાચીત વેદના ઉદયના કારણે થાય છે પણ એને પુરૂષાર્થથી એટલે નૈવેધપૂજાથી એ વિચારણાઓનો નાશ કરી શકાય છે. Page 68 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy