SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ શિકાર કરવાવાળા શિકારીઓ પશુ અને પંખીના શિકાર માટે જંગલમાં જાય છે અને જે જંગલમાં જાય ત્યાં જાળ પાથરીને દાણા વગેરે નાંખે છે અને ખોરાક વગેરે નાંખે છે એ ખોરાકની અને દાણાની લાલચે ત્યાં આવી પોતાનું પેટ ભરવા માંડે છે તેમાં એ જીવોને ખબર ન હોવાથી પેટ ભરી લોધા પછી જ્યાં બહાર નીકળવા જાય કે પક્ષીઓ ઉડવા પ્રયત્ન કરે તો તે બહાર નીકળી શકતા નથી અને ઉડી શકતા નથી અને ફ્લાઇ જાય છે તેમજ શિકારીને હાથે મરણને શરણ થાય છે એવી રીતે અનાદિ કાળથી. સંસારને વિષે મોહરાજાએ અનુકૂળ પદાર્થોના રાગની અને પ્રતિકૂળ પદાર્થોના દ્વેષની મોટો જાળ પાથરેલી છે તેમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતા એકેન્દ્રિય જીવો થી પંચેન્દ્રિય સુધીનાં જીવો એ ઇન્દ્રિયોની. ગુલામીને આધીન થઇને એની રંગીલી માયાને વિષે ફ્લાઇને પોતાનું જીવન હર હંમેશ ધૂળ ધાણી કરતા જાય છે એટલે પરિભ્રમણ કરતા જ જાય છે અને એ મેથુન રૂપી જાળમાં ફ્લાયા પછી મોટે ભાગે જીવ નીકળી. શકતો નથી અને મરણને શરણ થાય છે. એ જાળમાંથી નીકળવા માટેનો જ્ઞાની ભગવંતોએ એજ રસ્તો કહેલો છે કે નેવેધપૂજા ભાવપૂર્વક કરવાની સવેદીની જાળમાંથી નીકળી શકાય છે. વેદ કર્મનો ઉદય જીવોને જ્યાં સુધી એની લાલસાના-વાસનાના વિચારો ચાલુ હોય ત્યાં સુધી એની આતશ અંતરમાં ચાલુને ચાલું હોય છે. આથી એ જીવોને ચંચળતા પેદા થતી જાય છે. ચિત્તની વ્યામોહતા એટલે વ્યાકુળતા પેદા થતી જાય છે અને વારંવાર એ વિચારોની લીનતા થતી જાય તેમ તેમ એ જીવો મૂઢ બનતા જાય છે એટલે મૂઢતા પેદા થતી જાય છે. આથી નિશ્ચિત થાય છે કે જ્યારે મનમાં ચંચળતા ચાલતી હોય વ્યામોહતા પેદા થતી જાય અને મૂઢતા વધતી જાય તો સમજવું કે મનમાં વિષયના પદાર્થોની લાલસાના વિચારો વાસનાઓના વિચારો તેમજ તેની આતશના વિચારો પેદા થતા જાય છે એની લીનતા. થતી જાય છે અને જીવ એમાં પરોવાયેલો છે એમ કહેવાય છે. એક બીજા એક બીજા વિજાયતીયનું આકર્ષણ પેદા થતું જાય એને તથા સજાતીય સજાતીયનું આકર્ષણ પેદા થતું જાય અને વેદનો ઉદય કહેવાયા છે. જ્યાં સુધી જીવના જીવનના અણુમાં વિષય વાસનાના સંસ્કાર રહેલા હશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ઘટવાના જ નથી. જેટલા અંશોમાં અંતરમાંથી મેથુન પાપનો ત્યાગ કરાશે એટલે વિષય વાસનાના પદાર્થોનો સર્વથા. ત્યાગ કરાશે ત્યાં સુધી તેટલા અંશોમાં જન્મ મરણ અવશ્ય ઓછા થશે અને તેટલા કાળ સુધી એ જીવોનું મગજ ઠંડુ થતું જશે આંખોમાં નિર્વિકારતા પેદા થતી જશે તેમજ અંતરમાં દયાભાવ-પ્રેમભાવ પેદા થતો જશે. અને એમાંથી સમતા ભાવ પેદા થતો જાય છે અને એ સમતા ભાવના પ્રતાપે જન્મ મરણની પરંપરા ઓછી થશે અને ધર્મની પ્રાપ્તિ થશે એટલે આત્મામાં રહેલો ધર્મ ક્ષયોપશમ ભાવે પ્રગટ થતો જશે. આજ ખરેખર નેવેધપૂજાનું ળ કહેલું છે. નારકીમાં એક બીજાને મારવાથી સંખ્યાતો કે અસંખ્યાતો કાળ પસાર કરેલો હોય એ સંસ્કારના પ્રતાપે અંતરમાં રહેલા પાપનો પાપ ભાવનાનો વેર-વિરોધનો મરવા તથા મારવાનો એટલે મારવાના વિચારોનો ત્યાગ અતીવ દુષ્કર લાગે છે એવી જ રીતે અનુકૂળ પદાર્થોના વિષયો જીવ ને ગમે તેટલા દુ:ખો પેદા કરાવે દુ:ખનું ફ્લ આપ્યા કરે અને દુઃખની પરંપરા વધાર્યા કરે તો પણ જીવોને એ અનુકૂળ પદાર્થો રૂપા વિષયોની લાલસાઓનો ત્યાગ અતીવ કષ્ટકારી દુ:ખદાયી લાગે છે આથી એ અનાદિના સંસ્કારોનો નાશ કરવા એમાં ઘસારો પાડવા માટે આ નૈવેધ નિર્વિકારી અથવા નિર્વેદીની કરવાની કહેલી છે એનાથી એ તાકાત અને શક્તિ જરૂર આવશે. મેથુનના વધારે પડતા સેવનથી મનુષ્યોના શરીરમાં એક પછી એક Page 65 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy