SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વેદીપણાના ભાવ પેદા થાય એટલે અંતરમાં થાય કે આના સિવાય બીજું સુખ જરૂર છે અને તે મારા પોતાના આત્મામાં છે અને તે સંયોગ વગરનું છે અને એ સુખ જ ખરેખરૂં સુખ છે અને એ સુખ પેદા થયા પછી સાદિ અનંત કાળ સુધી રહેવાવાળું છે એ સુખના અંશની અંતરમાં ઝાંખી થાય તોય આસવેદીનું સુખ તુચ્છ લાગે સવેદીપણાના સુખ પ્રત્યે નફરત જાગે અને એ સવેદીપણાનું સુખ એ સુખ નથી પણ અનેક પ્રકારના દુઃખથી ભરેલું છે એવું જણાયા વગર રહેતું નથી આથી જ જ્ઞાની ભગવંતો નૈવેધપૂજા કરતા કરતા એ નિર્વેદી અથવા અવેદીપણાના સુખની આંશિક અનુભૂતિ પેદા કરવાનો પ્રયત્ન કરવાનું લક્ષ્ય રાખવાનું કહે છે અને એ સુખની આંશિક અનુભૂતિ આ જન્મમાં થાય તોજ મનુષ્ય જન્મ સફ્ળ થાય. આ મૈથુન કર્મને જ્ઞાની ભગવંતોએ ચાર ઉપમાઓ આપીને ઓળખાવેલું છે. (૧) પંક, (૨) પનક (સેવાળ), (૩) પાશ (બંધન), (૪) જાળ. ૧. પંક સમાન અબ્રહ્મ અથવા મૈથુન છે. એ પંક એટલે મહાન્ કર્દમ = કદર્ય = કાદવ. કાદવમાં ચાલવાવાળા મનુષ્યો ગમે તેટલા સાવધાન રહે, હોંશિયાર હશે તો પણ પ્રમાદવશ પગ લપસી પડતાં શરીર બગડે અને વસ્ત્રો પણ બગડ્યા વિના રહેતા નથી. કદાચ કાદવમાં ખૂંપી જાય તો તેમાંથી કેટલીકવાર બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. એવી જ રીતે મૈથુન કર્મ પણ મહાન કદર્મ જેવું કહેલું છે. એકવાર મૈથુનને વિષે પગ પડી ગયા પછી એટલે એમાં ફ્સાઇ ગયા પછી તેમાંથી છૂટકારો મેળવવો બહુ દુષ્કર કહેલું છે. એટલે કે એમાંથી બહાર નીકળવું એ કષ્ટ સાધ્ય છે અથવા અસાધ્ય પણ બની જાય છે. મૈથુન કર્મરૂપી મહા કાદવમાં પડ્યા પછી પોતાના અંતરની લાલસાઓ આતશના પરિણામોથી પાછા ફરવું બહુ જ કષ્ટ સાધ્ય રૂપે જ્ઞાનીઓએ કહેલું છે અને જો કદાચ બહાર નીકળાય એવું ન હોય અને આતશના પરિણામો વધતા જ જતાં હોય તો એ મૈથુન નામના પાપને ઝીરવવું એટલે એ વિચારોને સહન કરવાની તાકાત ન હોય તો એ પાપ અસાધ્ય રૂપે બનીને મૃત્યુ સુધી પહોંચાડે છે એટલે કે જીવોને આપઘાત સુધી પહોંચાડે છે આથી આત્માને કલંકિ કરનાર કહેલું છે અથવા બુધ્ધિને કલંકિત કરનાર કહેલું છે અથવા જ્ઞાન-વિજ્ઞાનને કલંકિત કરનાર કહેલું છે અથવા ખાનદાન કુળની ખાનદાનીને કલંકિત કરનાર કહેલું છે માટે મહાન્ કર્દમ સમાન મૈથુન રૂપી પાપ કહેલું છે એ પાપથી છૂટકારો મેળવવા માટે જ નૈવેધપૂજાનું વિધાન કહેલું છે. ૨. ૫નક સમાન મૈથુન પાપ પાણીમાં થતી સેવાળ તેમાં કદાચ કોઇ ફ્સાઇ જાય તો તેમાંથી પણ છૂટકારો મેળવવામાં સરલતા નથી. બહુ જ કષ્ટ પડે છે તેવી જ રીતે મૈથુન પાપ રૂપ સેવાળમાં જીવ ફ્સાઇ જાય તો તેમાંથી બહાર નીકળવું કોક અપવાદ સિવાય બહુ જ કઠીન કહેલું છે. દરિયા કિનારે કે નદી કિનારે અથવા તળાવના કિનારે એટલે એ કિનારા પાસે ચારે બાજુ લીલી વનસ્પતિ નાની નાની ઉગેલી રહેલી હોય છે. એમાં એ વનસ્પતિની સાથે રહેલી માટી એટલી પોચી થઇ ગયેલી હોય છે કે પગ મુકતાની સાથે પગ જમીનમાં અંદર ઉતરતો જાય છે અને સાથે સાથે માટીની પોચાશની સાથે માટી ચીકણી બની જાય છે. એ ચીકાશના પ્રતાપે જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કરે તેમ તેમ અંદર ઉતરતો જાય છે એ સેવાળ રૂપ ગણાય છે એમ આ મૈથુન પાપ રૂપ સેવાળ એવી જોરદાર હોય છે કે એ પાપના સેવાળવમાં સેલો જીવ એની લાલસાના વિચારોમાં ફ્સાયેલો હોય પછી વાસનાના વિચારોમાં Page 63 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy