SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આથી નિશ્ચિંત થાય છેકે જ્યાં સુધી જીવ મોક્ષમાં ન જાય ત્યાં સુધી સન્ની પર્યાપ્તપણાના ભવોની પ્રાપ્તિ જોઇતી હોય અને વચમાં અસન્નીપણાના ભવને પ્રાપ્ત ન કરવા હોય તો સુખની લીનતા અને દુઃખની દીનતાનો નાશ કરવો જોઇએ. એટલે સુખની સામગ્રોમાં વૈરાગ્ય ભાવ અને દુ:ખની સામગ્રીમાં સમાધિ ભાવ પેદા કરવો જોઇએ અને એ રીતે જીવન જીવાય તોજ એ જીવન સમાધિમય ગણાય છે અને એવું જીવન જીવવાથી મરણ પણ સમાધિપૂર્વકનું પ્રાપ્ત થાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે એકવાર સમાધિમરણ જીવને પ્રાપ્ત થાય અને કોઇ નિકાચીત કર્મો પૂર્વે બાંધેલા સત્તામાં રહેલા ન હોય તો નિયમા સંખ્યાતા ભવોમાં જીવની મુક્તિ થાય છે. તો અક્ષત પૂજા કરવામાં શુધ્ધ અક્ષત તથા અખંડ ગ્રહણ કરીને કરવા માટે જ્ઞાનીઓ વિધાન કરે છે એ અક્ષતને થાળીમાં ગ્રહણ કરી થાળી બે હાથે ઝાલી અક્ષતપૂજાનો દુહો બોલી ભગવાનની સામે થાળી ત્રણવાર ઉતારી પછી એ થાળીના ચોખાથી પાટલા ઉપર પાંચ ઢગલી કરવાનું વિધાન કહેલ છે. તેમાં પહેલી ઢગલી નીચેની પછી વચલી ત્રણ ઢગલી અને પછી પાંચમી ઢગલી ઉપરના ભાગમાં કરવાનું વિધાન છે. નીચેની જે ઢગલી પાટલા ઉપર કરેલી છે તેનો સાથીયો કરે. સાથીયાના ચાર પાંખીયા થાય છે એ ચારે પાંખીયા કરતાં મનમાં વિચાર કરે છે કે અનાદિ કાલથી આ જીવ આ ચારેય ગતિરૂપ સંસારમાં એટલે નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિ રૂપ જે સંસાર એમાં ભટક્યા જ કરે છે, ર્ડા જ કરે છે. આ ચારેય ગતિરૂપ સંસારમાં સુખ કોઇગતિમાં નથી દરેક ગતિ દુઃખથી ભરેલી છે. તેમાં નરક ગતિમાં રહેલા જીવોને તે નારકીના ક્ષેત્રમાં ઉત્પન્ન થતાની સાથે જ એકાંતે ક્ષેત્ર જન્ય દુઃખ દુઃખ અને દુઃખ હોય છે ત્યાં રહેલા નારકીના જીવો પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી બચાવો-બચાવોની રાડો પાડ્યા કરે છે તથા અહીંથી મરીને ક્યારે બીજે જતો રહું ? એ વિચારણાઓ તથા એવા પ્રકારના ભયંકર કોટિના ખરાબ શબ્દોનો અવાજ બોલ્યા જ કરે છે. ( ચાલ્યા જ કરે છે.) એક ક્ષણ પણ એ અવાજ વગરનો કાળ પસાર થતો નથી. એમાં ઓછામાં ઓછું એકવાર જીવને નારકી રૂપે ઉત્પન્ન થયા પછી દશ હજાર વરસ તો રહેવું જ પડે છે અને વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ કાળ સુધી રહેવું જ પડે છે અને અનેક પ્રકારની વેદના વેઠવી જ પડે છે. તિર્યંચગતિમાં રહેલા મોટા ભાગના જીવો મન વગરના-વાચા વગરના એક માત્ર પોતાના શરીરની સાથે સ્પર્શેન્દ્રિયવાળા હોય છે એ જીવોને દુઃખની વેદના ભયંકર કોટિની હોય છે છતાં પણ આ જીવોને જે વેદના હોય છે તે દ્રવ્યમન અને વાચા વગરના હોવાથી પોતાની વેદના વ્યક્ત કરી શકતા નથી પણ અવ્યક્તપણે (બે ભાન અવસ્થાની જેમ) ભોગવ્યા કરે છે છતાં પણ આ જીવોને આવી ભયંકર વેદનામાં પણ કાંઇક પોતાના શરીરને અનુકૂળ આહારના પુદ્ગલો મલે એટલે એમાં રાજીપો કરી કરીને પોતાના દુઃખની વેદના એ ક્ષણિક રાજીપાના સુખમાં ભુલી જાય છે અને એ રાજીપાવાળા પુદ્ગલોની ઇચ્છા તથા આશામાં જ એ દુઃખની વેદના વેઠે છે અને પોતાનો જઘન્યથી એક અંતર્મુહૂર્તનો-સંખ્યાતો કાળ-અસંખ્યાતો કાળ અને અનંતો કાળ પસાર કર્યા જ કરે છે. કેટલાક થોડા ઘણાં જીવોને દ્રવ્ય મન ન હોવા છતાં થોડી ઘણી વાચા હોવાથી એ વાચાને આધીન થઇ આહારાદિ મેળવવા એટલે કે પોતાને વાચા આદિને અનુકૂળ આહાર આદિના પુદ્ગલો મેળવવા માટે એક સ્થાનેથી બીજા સ્થાને ફરતા ફરતાં જે કાંઇ દુઃખો આવે એ દુઃખોને ભોગવ્યા કરે છે અને એમાં કેટલીક વાર પોતાના પ્રાણોથી રહિત પણ થઇ જાય છે કોઇ જીવો પોતાના સંપૂર્ણ પ્રાણો નાશ ન થાય તો ખોડ ખાંપણ વાળા થઇને પણ અનુકૂળ આહારાદિની આશામાં ફ્ક્ત કરે છે એમાં જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કરતા કરતા ફ્ય Page 47 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy