SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની ભક્તિ કરતાં કરતાં પુણ્યથી મળેલા અનુકૂળ પદાર્થો ટક્યા રહે એવી ભાવના રાખે તો. એ ભક્તિ દુર્ગતિમાં લઇ જાય છે તથા જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે. જળપૂજાથી કર્મમળ દૂર કરવાની ભાવના પેદા થતી જાય તો એવી ભાવપૂર્વકની કરેલી જળપૂજા પછી ચંદનપૂજા અને કેશરપૂજા કરતા કરતાં જીવને શીતલતા પેદા થતી જાય છે એ શીતલતા પેદા કરવાનું લક્ષ્ય રાખીને શીતલતાનું પ્રતિપક્ષી ચીજતાર ગણાય છે જ્યાં સુધી જીવ તાપને આધીન હોય તાપની પ્રવૃત્તિ ગમતી હોય ત્યાં સુધી શીતલતાની ઇચ્છા થતી નથી. તાપ કેટલા પ્રકારનો હોય છે ? તાપ બે પ્રકારનો હોય. છે. (૧) બાહ્ય તાપ, (૨) આંતરિક તાપ. બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારના તાપનો નાશ કરવાની ભાવના જાગે અને બન્ને પ્રકારના તાપથી જીવ તપેલો રહે છે એ તાપ દૂર કરીને શીતલતા જોઇએ જ છે. અવો ભાવ આવે તો જ ચંદન પૂજા અને કેશર પૂજા શીતલતા પેદા કરવાવાળી બની શકે છે. બાહ્ય તાપ અને આંતરિક તાપ એ બન્ને તાપને શમાવે, શમાવવામાં સહાયભૂત થાય એને જ શીતલતા કહેવાય છે. બાહ્ય તાપ એટલે આધિ-વ્યાધિ અને ઉપાધિ જ્ઞાની ભગવંતોએ સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિના તાપથી ભરેલો કહેલો છે. સંસારમાં કોઇપણ જગ્યાએ કોઇપણ સ્થાનમાં આધિ વ્યાધિ અને ઉપાધિ ન હોય એમ બનતું નથી. ચૌદ રાજલોક રૂપી સંસારમાં કોઇ એક પણ આકાશ પ્રદેશ ખાલી નથી કે જે આકાશ પ્રદેશ ઉપર રહેલા જીવો આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ બાહ્ય તાપથી સેકાતા ન હોય અર્થાત તાપમાં જીવો બળ્યા જ કરે છે. આથી જ એ તાપનો નાશ કરી શીતલતાનો અનુભવ કરવા માટે જ જ્ઞાની ભગવંતોએ ચંદન પૂજા અને કેશર પૂજા કરવાનું વિધાન કરેલું છે. જો ચંદનપૂજા અને કેશરપૂજા કરતાં કરતાં જીવોને સંસારના તાપને શમાવી શીતલતાનો અનુભવ ન કરાવે અથવા એ શીતલતાના અનુભવનું લક્ષ્ય પેદા ન કરાવે તો એ ચંદનપૂજા કે કેશરપૂજા જન્મ મરણની પરંપરાનો નાશ કરવા સમર્થ બનતી નથી. સંસાર એટલે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલો. આધિ એટલે ઘર-પેઢી, કુટુંબ પરિવાર પૈસો ટકો. વ્યાધિ એટલે શરીરમાં પેદા થતાં અનેક પ્રકારના રોગોની પીડા. ઉપાધિ = આધિને પ્રાપ્ત કરવાની વિચારણાઓ અને એને માટેની થતી પ્રવૃત્તિ 1 ચમન માટેની થતી પ્રવૃત્તિઓ એ ઉપાધિ કહેવાય છે. આધિના તાપને શમાવે એનું નામ ચંદનપૂજાની શીતલતા કહેવાય છે. ખરેખર તો પુણ્યના ઉદયથી જે મળ્યું છે તે આધિરૂપે જ મળેલું ગણાય છે. આથી ચંદન પૂજા કરતાં કરતાં પુણ્ય બંધાતું જાય એ પૂણ્યથી સામગ્રી જે મળે તે શીતલતા રૂપે મલે તેમાં આધિરૂપ વિચારણાઓ એટલે તાપ પેદા ક નથી પણ એ આધિની સામગ્રી પણ શીતલતા પેદા કરાવે એટલે કે ચંદન પૂજાથી જે પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય એ પૂણ્યના પ્રતાપે ઘરપેઢી-કુટુંબ-પરિવાર પૈસા ટકાની સામગ્રી મલે એ એવા પ્રકારની મલે છે કે જે આધિરૂપી તાપ પેદા કરાવવામાં સહાયભૂત થતી નથી પણ એ અનુકૂળ પદાર્થો શીતલતા પેદા કરાવવામાં સહાયભૂત થતા જાય છે એટલે વૈરાગ્ય ભાવ પેદા કરાવીને રાગાદિને ઉપશમાવે છે. આથી તાપની. ઉપશમતા રૂપ શીતલતા ગણાય છે. આજ વાસ્તવિક ચંદનપૂજાનું ફળ ગણાય છે. શરીરને વિષે ગમે તેવું અસાધ્ય દર્દ પેદા થયું હોય તો પણ પરમાત્માની ચંદન પૂજાથી એ જીવને શાંતિનો અનુભવ કરાવે છે એટલે કે અસાધ્ય દર્દની અસહ્ય પીડામાં પણ એ ચંદનપૂજા શીતલતા એવી પેદા કરાવે કે એમાં એને હાયવોય થવા દે નહિ આત્માને દીન બનવા દે નહિ અને એ શીતલતાથી સમાધિ ભાવની શક્તિ પેદા કરાવે છે એટલે સમતા ભાવ પેદા કરાવી વ્યાધિને ભોગવવાની શક્તિ આપે છે. પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થો (સારા શબ્દ રૂપ-ગંધ-રસ અને સ્પર્શ) ને વિષે ઇન્દ્રિયોને જોડવી. વું મલતું Page 22 of 97
SR No.009170
Book TitleAshta Prakari Pujanu Varnan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy