________________
વીતરાગની ભક્તિ કરીએ-વીતરાગના દર્શન કરીએ-સકલ કલેશોથી રહિત થયેલાના દર્શન પૂજન કરીએ અને પોતાના કલેશો લેશરૂપે ન ઓળખાય તો એવા જીવનું દર્શન પૂજન ફોગટ કહેલું છે.
અનુકૂળ પદાર્થોને મેળવવા-ભોગવવા-વધારવા-ટકાવવા-સાચવવા આદિની વિચારણાઓ એને જ્ઞાની ભગવંતોએ કલેશના પરિણામો કહેલા છે.
અનુકૂળ પદાર્થો મલે પુણ્યથી અને એ અનુકૂળ પદાર્થો મેળવવાની ઇચ્છા થાય એ કલેશ નામના પાપના ઉદયથી થાય છે.
અનુકૂળ પાદર્થો ભોગવાય પુણ્યોદયથી ભોગવવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી. અનુકૂળ પદાર્થો વધે પુણ્યોદયથી વધારવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી. અનુકૂળ પદાર્થો સચવાય પુણ્યોદયથી સાચવવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી. અનુકૂળ પદાર્થો ટકે પુણ્યોદયથી ટકાવવાની ઇચ્છા એ કલેશ નામના પાપના ઉદયથી.
આથી વીતરાગ પરમાત્મા કલેશોથી સંપૂર્ણ રહિત છે એમની ભાવથી ભક્તિ કરતાં કરતાં કલેશોનો. નાશ કરવાની ભાવના રાખવાથી સંપૂર્ણ કલેશોથી રહિત થઇ વીતરાગ બની શકાય છે.
સંપૂર્ણ લેશોથી રહિત થયેલા શ્રી જિનેશ્વરોની ભક્તિ કરવાથી એ કોઇ દિ' પ્રસન્ન થતા નથી છતાં પણ એમની કરેલી સ્તુતિ કદી નિક્ક જતી નથી.
અંગપૂજા થોડા કાળ માટે કરવાની હોય છે પણ એની વિચારણા અને અંગપૂજાના ભાવો અંતરમાં ચોવીસે કલાક રાખી શકાય છે અને એ રાખીને જીવન જીવાય તો અંગપૂજા ર વીશ કલાકની કહી શકાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ક્રિયાઓ અનુષ્ઠાનો જ્યારે કરવાનો વખત મલે ત્યારે પ્રસન્ન ચિત્તે શાંતિથી કરવાના હોય છે. જ્યારે ઘર, પેઢી આદિની પ્રવૃત્તિ જલદીથી પૂર્ણ બુદ્ધિથી કરવાનો પ્રયત્ન કરે તો જ ચોવીસે કલાક ભાવપૂજા વાળો જીવ કહેવાય.
જેમ સ્તુતિ, ચૈત્યવંદન આદિ ભાવપૂજા છે તેમ શ્રાવક સંસારની પ્રવૃત્તિ કરે તે છોડવા લાયક માનીને કરે અને દેવ, ગુરૂ, ધર્મની આરાધના ગ્રહણ કરવા લાયક માનીને કરે એટલે સંસારની પ્રવૃત્તિ આશ્રવ રૂપે માને અને ધર્મની પ્રવૃત્તિ સંવર રૂપે માનીને કરે તો તે પણ ભાવપૂજા રૂપે ગણાય છે. ભાવપૂજા એ અમૃત અનુષ્ઠાન કહેવાય છે આથી લેશોથી રહિત થવાની ભાવના રાખીને ચોવીસે કલાક કલેશોથી. સાવચેતી રાખીને જીવન જીવાય તો એ જીવન કેવલજ્ઞાન સુધી પહોંચાડી શકે છે એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી શકે છે. આથી અમૃત અનુષ્ઠાનની ક્રિયાઓથી જીવોને જેવી અનુભૂતિ થાય એવી અનુભૂતિનું વર્ણન શાસ્ત્રોમાં જ્ઞાની ભગવંતોએ કહેલું છે.
ભાવપૂજા કરતાં કરતાં જેમ જેમ લેશોની મંદતા થતી જાય તીવ્રતા નાશ પામતી જાય તેમ તેમ અનુકૂળ પદાર્થોની સામગ્રીમાં ભયભીત થઇને જીવન જીવાતું હતું તે હવે નિર્ભય રીતે જીવન જીવાતું જાય છે એટલે કે અનુકૂળ સામગ્રીમાં નિર્ભયતા પેદા થતી જાય છે જેને જ્ઞાની ભગવંતો અભય ગુણની પ્રાપ્તિ કહે છે.
શ્રાવકોને સવારના પ્રતિક્રમણ કર્યા બાદ અને સામાયિક કર્યા બાદ સામાયિકના કપડામાંજ ઘરેથી. દેરાસર જવા નીકળે ત્યારે એક થાળી, વાસક્ષેપ માટે વાટકી, ધૂપ, દીપ, અક્ષત, નેવેધ અને ફ્લ લઇને નીકળે અને સવારે વાસક્ષેપ પૂજા કરે તે વખતે ભગવાનને સ્પર્શ કરવાનો હોતો નથી. થાળીમાં વાટકી મૂકી વાટકીમાં વાસક્ષેપ કાઢી થાળી અને વાટકી સાથે મુખકોશ બાંધી ગભારામાં જઇ અધ્ધરથી નવ અંગે વાસક્ષેપ પૂજા કરે પછી બહાર નીકળી ભગવાનની ડાબી બાજુ ઉભા રહી ધૂપ પૂજા કરે, ભગવાનની જમણી બાજુ ઉભા રહી દીપક પૂજા કરે પછી અક્ષત-નૈવેધ અને ફ્લપૂજા કરી ભાવપૂજા રૂપે ચૈત્યવંદન કરે.
Page 16 of 97