SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષિએ કહ્યું, “વિશ્વામિત્રના તપની સાથે. જેવું સુંદર એ રાજર્ષિનું તપ છે તેવી સુંદર આ ચાંદની છે.” આ શબ્દો સાંભળતાં જ વિશ્વામિત્રની આંખો ઊઘડી ગઈ. ખંજર પડી ગયું. દોડી જઈને બ્રહ્મર્ષિના પગમાં પડીને અપરાધની માફી માંગી. પોતાની ભયંકર નાલાયકીનું વર્ણન કર્યું. એ જ વખતે બ્રહ્મર્ષિએ તે રાજર્ષિને બ્રહ્મર્ષિપદ ઉપર આરૂઢ કર્યા. તેમણે કહ્યું કે, “હું એ પળની જ રાહ જોતો હતો કે જેમાં તમે આ પદ માટેની તમારી અપાત્રતા હાર્દિક રીતે જણાવો. જે પદ માટે પોતાને અપાત્ર માને છે તે જ તે પદ માટે પાત્ર છે.” પોતાની સાથે દુશ્મનાવટ કરતા વિશ્વામિત્ર ઉપર પણ વસિષ્ઠ ઋષિનો કેવો ગુણાનુરાગભાવ ! તિરસ્કાર અવગુણનો, અવગુણીનો નહિ જૈન શાસ્ત્રકારો કહે છે કે, “તમે કોઈ વ્યક્તિના તે તે અવગુણ પ્રત્યે જ તિરસ્કાર વ્યક્ત કરો, પણ અવગુણી વ્યક્તિ પ્રત્યે તો ક્યારેય તિરસ્કાર કરશો નહિ. તેમ કરવાથી તો તે વ્યક્તિમાં રહેલા ગુણોનો ય તિરસ્કાર થઈ જશે.” જેનામાં જે ખરાબ છે તે ખરાબ જ છે. પણ તેનામાં જે સારું છે તેને તો સારું કહેવું જ પડશે, પછી તે વ્યક્તિ ગમે તે હોય. કેટલાય દિવસથી ગંધાઈ ઊઠેલી, મરેલી કૂતરીના દૂધ જેવા સફેદ દાંત જોઈને કૃષ્ણ કહ્યું, “અહો ! કેટલી સુંદર દંતપંક્તિ છે !” ભીમ પ્રત્યે ઈષ્યક્ત દુર્યોધન દુર્યોધનના અંતરમાં પાંડવો પ્રત્યેની ઈર્ષ્યાનો તણખો પડી તો ગયો પણ તે વધુ ને વધુ પ્રદીપ્ત થવા લાગ્યો. વાત એટલી હદે પહોંચી ગઈ કે ભીમને તો મારી જ નાંખવા સુધીના મનોરથો દુર્યોધન સેવવા લાગ્યો. એટલું જ નહિ પરંતુ તેણે તેવા કેટલાય પ્રયત્નો પણ કરી જોયા, પરન્તુ ભીમના સદ્દનસીબે તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. ચકોર વિદુરની નજરમાં આ વાત આવી ગઈ. તેમણે વિચાર્યું કે બે છોકરાઓને કોઈ કામમાં લગાડી દેવા જોઈએ, નહિ તો “નવરો બેઠો નખ્ખોદ વાળે' એ ન્યાયથી ઉશૃંખલ બની જશે અને પરસ્પરનો ભાઈચારો સાવ ગુમાવી બેસશે. વિદુરે વડીલ ભીખને કાને આ વાત નાંખી. બધાયને વિદ્યાભ્યાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું અને તાબડતોબ કૃપાચાર્ય પાસે વિદ્યાભ્યાસ શરૂ પણ કરાવી દેવામાં આવ્યો. તેમની પાસે સહુ ધનુર્વિદ્યા વગેરે શીખવા લાગ્યા. કામાદિવિજયમાં પ્રવૃત્તિશીલતા કારણ નવરો માણસ ઈર્ષ્યા કે ક્રોધ બહુ કરે તેમ કામી પણ બહુ બને. જેને માથે ખૂબ કામ રહે છે અને તે કામમાં પણ જેની માનસિક પ્રસન્નતા ખૂબ રહેતી હોય છે તેને ક્રોધ આવતો નથી, તેમ કામવાસનાથી પ્રાપ્ત થતા આનંદની જરૂર પણ રહેતી નથી. ચિત્તપ્રસન્નતાના આનંદ આગળ કામાનંદ, ભોગાનંદ વગેરે તમામ હેઠ છે. એની જરૂર તેને જ પડે જેને ચિત્તપ્રસન્નતાના આનંદની ઝલક સ્પર્શવા મળી નથી. સંસારત્યાગીઓ આ જ કારણે કામવિજેતા, ક્રોધવિજેતા કે મોહવિજેતા બની શકે છે ને ! આ વિજય અતિ મુશ્કેલ હોવા છતાં અનોખી ચિત્તપ્રસન્નતાને હાંસલ કરવા દ્વારા તેઓ સાવ સહેલ બનાવી જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy